Site icon Health Gujarat

1360 રૂપિયા આપી દે બાકી જીવતો નહીં જાવા દવ…અંબાજીમાં યાત્રિક સાથે મોટી બળજબરી કરતા વેપારી ભાન ભૂલ્યો

યાત્રાધામ અંબાજીમા પ્રસાદીની ખરીદી કરતા યાત્રિકો લુંટાતા હોવાની સમસ્યા હજુ પણ એમનમ છે. શુક્રવારના દિવસે સવારે દર્શન કરવા માટે આવેલા અમદાવાદના એક યાત્રિકને રૂપિયા ૫૦૦ની પ્રસાદીની ટોપલીના રૂ.૧૩૬૦ વસૂલવા માટે વેપારીઓ દ્વારા મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે વસુલાતને લઈને યાત્રિક સમુદાયમા ભારે અસંતોષ અને રોષની લાગણી ઉત્પન્ન થઈ છે. આ બાબતે આખો મામલો અંબાજી પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.

રસ્તો બંધ હોવાનુ કહીને યાત્રિકને બીજે રસ્તેથી લઈ ગયા હતા :
અંબાજીમા પ્રસાદ અને પૂજાપાથી માંડી જુદા જુદા ચાંદીના અલંકારો અને યંત્ર ખરીદીમા દૂરદૂરના અંતરેથી આવેલા યાત્રિકો ઉઘાડી લૂંટ અને છેતરપિંડીનો ભોગ બનતા હોવાની સમસ્યા અહીં ઘર કરી ગઈ છે. આવો જ એક બનાવ અને આનો કડવો અનુભવ શુક્રવારના રોજ સવારે અમદાવાદના ગોપાલભાઈ પટેલ અને તેમના મિત્રો સાથે તેમણે પાટણથી અંબાજીમા અંબાના દર્શનાર્થે અનન્ય શ્રદ્ધા સાથે અહીં દર્શન કરવા આવ્યા હતા. જ્યા અંબાજીમા પ્રવેશતા જ એકાવન શક્તિપીઠ સર્કલ પર તેઓ એક પ્રસાદીના વેપારીએ તેમને આગળ રસ્તો બંધ હોવાનું કહ્યું અને તેમની ગાડી પાર્કિંગ સુધી લઇ જવાનુ કહીને મંદિરના પાછળના ભાગમાં લઇ ગયો હતો. જ્યા સુંધા માતા પ્રસાદ સ્ટોર પોતાનો હોવાનુ કહ્યું અને દુકાનમાથી રૂ.૨૫૧ની કિંમતની બે પ્રસાદની ટોપલીઓ યાત્રિક ભરતભાઈ સહિત સાથે આવેલા યાત્રિકને પધરાવી દીધી હતી.

Advertisement

 

image sours

વેપારીએ તેમણે મારી નાખવાની ધમકી આપી હતી :
પ્રસાદના નાણા ચૂકવવા માટે તેમણે યાત્રિકને મંદિર બંધ થવાનો તેમણે સમય જણાવીને પ્રસાદના પૈસા પાછા આવી આપવા કહ્યુ હતુ. ત્યારે દર્શન કરી પાછા ફરેલા યાત્રિક એ બે ટોપલીના રૂ.૨૫૧ લેખે ૫૦૨ ચુકવવા જતા રૂ.૧૩૬૦ની માંગણી કરી હતી. આ બાબતે તેમની સાથે ઉગ્ર બોલાચાલી અને મામલો બિચકતા પ્રસાદીના વેપારી દિનેશભાઇ ગલબાજી વણજારા તેમજ મનીષભાઇ, રાહુલ અને રામુભાઇને બોલાવીને યાત્રિકને રૂ.૧૩૬૦ નઇ આપો તો તમને અહીથી જીવતા નઈ જવા દઈએ તેવી ધમકી આપીને તેમને ભયનો માહોલ ઉભો કર્યો હતો.

Advertisement

તંત્રએ કોઈ જ કાર્યવાહી કરી નથી :
​​​​​​​દૂરના અંતરેથી આવેલા અને અંબાજીથી અજાણ એવા દર્શનાર્થીએ પોતાની સલામતી માટે રૂ.૧૩૬૦ ચૂકવી દઈને ગ્રાહક સુરક્ષા કેન્દ્રની સલાહથી અંબાજી પોલીસ સ્ટેશને પ્રસાદના વેપારી સામે કાયદેસરની ફરિયાદ નોંધી હતી. બેફામ છેતરપિંડીનો ભોગ બનેલા યાત્રિકોની સમસ્યા પરત્વે વહીવટી તંત્ર દ્વારા કોઈજ ઠોસ કાર્યવાહીના અભાવને લઈને કેટલાયે દર્શનાર્થી આનો શિકાર બની રહ્યા છે. તો વળી દૂરથી આવતા ઘણા યાત્રિકો કાયદો અને સમય નાણાના વ્યયને લઈને મુંગા મોંઢે દુઃખ સહન કરીને તેઓ વતનની વાટ પકડતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.

image sours
Advertisement
Advertisement
Exit mobile version