ઘરે કરો આ 3 યોગાસન, અને મેળવો સાંધાના દુખાવામાંથી છૂટકારો

સાંધા માટે યોગાસન

આજના સમયમાં ડેસ્ક જોબ અને બધા જ કામ માટે આરામદાયક ટેકનોલોજીનો ઉપયોગ કરવો હવે સામાન્ય વાત થઈ ગઈ છે. આવામાં શરીરની માંસપેશીયો અને સાંધામાં દુખાવો થવો પણ એક રીતે સામાન્ય થઈ ગયો છે કેમ કે, શારીરિક ગતિવિધિઓ વગર શરીરનું લચીલાપણું અને સ્ફૂર્તિલું રહી શકતું નથી. જો કે, સાંધામાં દુખાવો થવાના પણ અન્ય બીજા કારણો પણ હોઈ શકે છે.

image source

એ વાત અલગ છે કે, દવાઓના સેવન કરવાથી સાંધાના દુઃખાવાથી કેટલાક સમય માટે રાહત મળે છે પરંતુ સાંધાના દુઃખાવા અને અન્ય કેટલાક દુઃખાવાને કુદરતી ઉપચાર યોગમાં પણ ઉપલબ્ધ છે. યોગના કેટલાક આસનોને નિયમિત રીતે કરવાથી આપને જલ્દી જ લાભ જોવા મળે છે. ચાલો જાણીએ આ ખાસ યોગાસનો વિષે….

પ્રાણાયમ :

image source

પ્રાણાયમ કરવા માટે આપે કોઈ સમતલ જગ્યા પર ચટાઈ પાથરીને પછી પલાઠી વાળીને બેસી જવું. હવે જમણી નાકને દબાવીને ડાબા નાકથી શ્વાસને અંદર લઈને પછી બંને નાકથી શ્વાસને બહાર કાઢો. સાંધાના દુઃખાવાથી તકલીફ ભોગવી રહેલ લોકોને પ્રાણાયમ કરવાથી ખુબ જ રાહત મળે છે. સવારના સમયે સામાન્ય પ્રાણાયમ કરવાથી આપની સાંધાના દુઃખાવાની સમસ્યા ધીરે ધીરે ખતમ થવા લાગે છે.

સેતુબંધાસન :

image source

સેતુબંધાસનના અભ્યાસ કરવા માટે આપે પીઠના બળે સીધા સુઈ જવું અને પોતાના હાથને શરીરની બાજુમાં રાખો. હવે હથેળીને જમીન સાથે અડાડી રાખો અને ઘૂંટણને વાળી દો. જેથી પગના પંજા જમીનને અડે. હવે આપ સેતુબંધાસનની પ્રારંભિક અવસ્થામાં છો. હવે આપે ધીરે ધીરે શ્વાસ લેતા પોતાની કમરને જેટલી શક્ય હોય તેટલી ઉપર ઉઠાવો, જેનાથી આપનું શરીર એક સેતુ એટલે કે, પુલ કે બ્રીજના આકારમાં આવી જશે. હવે આપે આ અવસ્થામાં સામાન્ય રૂપે શ્વાસ લેવા અને છોડવા. ત્યાર પછી આપે આ અવસ્થામાં ૧૦ થી ૩૦ સેકન્ડ સુધી આ મુદ્રામાં રહેવું. ત્યાર પછી શ્વાસ છોડતા ધીરે ધીરે પોતાની કમરને પાછી જમીન પર લાવો અને આરામ માટે પાછા શવાસનની મુદ્રામાં આવી જવું.

શવાસન :

image source

શવ એટલે કે મડદું, શરીરને મડદા સમાન બનાવી લેવાના કારણે જ આ આસનને શવાસન કહેવામાં આવે છે. આ આસન કરવા માટે આપે પીઠના બળે સુઈ જવું બંને પગને આરામથી ફેલાવી લેવા. આપે પોતાના પગના પંજાને બહાર અને એડીયોને અંદરની તરફ રાખો. આપે પોતાના બંને હાથને શરીરથી અંદાજીત ૬ ઈંચનું અંતર રાખવું. આપે પોતાના હાથની આંગળીઓને વાળી દેવી, ગરદન સીધી રાખો. આપે શવાસન કરતા સમયે પોતાની આંખોને બંધ રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત