આ દુનિયામાં થાય એટલુ ઓછું, જન્મેલા બાળકને જોઈ ડોકટર અને નર્સના હોશ ઉડી ગયા, કારણ કે બાળકના માથે….

જન્મ સમયે, કેટલાક બાળકોના માથા પર જાડા અને લાંબા વાળ હોય છે, જ્યારે કેટલાક બાળકો ઓછા વાળ સાથે આ દુનિયામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય બરફ જેવા સફેદ વાળવાળા નવજાત બાળકને જોયું છે ? આવો જ એક કિસ્સો ઈંગ્લેન્ડમાં સામે આવ્યો છે. અહીંની એક હોસ્પિટલમાં એક બાળકનો જન્મ ગ્રે વાળ સાથે થયો છે, જે આ દિવસોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે બાળકના વાળ જોઈને ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

image source

આ ચોંકાવનારા સમાચાર ઈંગ્લેન્ડના વોકિંગહામના છે. જ્યાં 6 ઓક્ટોબરે આર્ચી સ્ટોન નામના બાળકે જન્મ લીધા બાદ બધાને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે આર્ચીનો જન્મ થયો ત્યારે તેના માથા પર ઘટ્ટ વાળ હતા. પરંતુ આ વાળ કાળા ન હતા, પણ બરફ જેવા સફેદ હતા. આ ઘટના બાદ હોસ્પિટલની નર્સો અને ડોક્ટરો ખૂબ જ આશ્ચર્યમાં છે, તે લોકો પણ કહે છે કે નવજાત શિશુના માથા પર આવા વાળ કેવી રીતે હોય શકે.

image source

રિપોર્ટ અનુસાર, 34 વર્ષીય જેમ્મા સ્ટોને જણાવ્યું કે આર્ચીના મોટા ભાઈ અને બહેનના વાળ પણ જન્મ સમયે સફેદ હતા. પરંતુ આર્ચી જેટલા સફેદ ન હતા. જેમ્મા જણાવે છે કે આર્ચીના જન્મ પછી, તે હોસ્પિટલમાં હતી ત્યાં સુધી નર્સો અને ડૉક્ટરો તેને મળવા આવતા હતા. નર્સ હોસ્પિટલમાં આર્ચીની આસપાસ ફરતી હતી, કારણ કે તેને તે ખૂબ જ વહાલી લાગતી હતી.

image source

જેમ્મા કહે છે કે તેના ત્રણ બાળકોના જન્મ સમયે તેને પેટમાં બળતરા અને એસિડિટીની ફરિયાદ હતી. જેમ્માનું માનવું છે કે કદાચ એસિડિટીના કારણે તેના ત્રણ બાળકોના વાળ પર અસર થઈ હતી અને તેમના સફેદ થઈ ગયા હતા. જેમ્મા અનુસાર, જ્યારે તે તેના બાળકો સાથે ઘરની બહાર આવે છે, ત્યારે અજાણ્યા લોકો તેના બાળકોના વાળ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં, જેમ્મા એક ફંક્શનમાં ગઈ હતી, જ્યાં ઘણા લોકો તેના બાળકને જોઈ રહ્યા હતા. જોકે, બાદમાં લોકોએ સફેદ વાળના વખાણ પણ કર્યા.