Site icon Health Gujarat

આ તે કેવા વિધાયક, પોતાના જ લગ્ન ભૂલી ગયા, 3 વર્ષથી અફેર હતું, પછી શુ બિચારી દુલ્હન રાહ જોતી રહી

ઓડિશામાં બીજુ જનતા દળ (BJD)ના ધારાસભ્ય બિજય શંકર દાસ પોતાના લગ્નમાં હાજરી આપી શક્યા ન હતા. આ અંગે શનિવારે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જગતસિંહપુર સદર પોલીસ સ્ટેશનમાં એક મહિલાની ફરિયાદના આધારે તિરતોલના ધારાસભ્ય વિજય શંકર દાસ (30) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જગતસિંહપુર સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રવાસ સાહુએ જણાવ્યું કે આરોપી ધારાસભ્ય વિરુદ્ધ આઈપીસીની અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

image source

સોમલિકાએ એફઆઈઆરમાં દાવો કર્યો હતો કે તે ધારાસભ્ય દાસ સાથે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતી અને નિયત તારીખે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેણે આરોપ લગાવ્યો કે ધારાસભ્યના ભાઈ અને પરિવારના અન્ય સભ્યો મને ધમકાવી રહ્યા છે. તેણે પોતાનું વચન પાળ્યું નથી અને તે મારા ફોન કોલ્સનો જવાબ આપી રહ્યો નથી.

Advertisement
image source

બીજી તરફ FIR નોંધાયા બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો. આ અંગે ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે તેણે મહિલા સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો નથી અને તે 60 દિવસમાં લગ્નની નોંધણી કરાવી શકે છે. “લગ્નની નોંધણી માટે હજુ 60 દિવસ બાકી છે. તેથી, હું આવ્યો નથી. મને તેમના દ્વારા અથવા અન્ય કોઈ દ્વારા લગ્ન રજિસ્ટ્રારની ઑફિસમાં જવા માટે જાણ કરવામાં આવી ન હતી.

Advertisement
Advertisement
Exit mobile version