આંખમાં થતી ખજવાળ – બળતરા – સોજાને ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીઓથી કરો દૂર

આજના સમયમાં ઘણા બધા લોકો એવા હોય છે જેમને વિવિધ પ્રકારની આંખની એલર્જીની સમસ્યા રહેતી હોય છે. તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. તે પ્રદૂષણના કારણે હોઈ શકે, ધૂળના કારણે હોઈ શકે કોઈ સંક્રમિત પદાર્થના સંપર્કમાં આવવાથી પણ થઈ શકે છે. તેના કારણે આંખમાં વારંવાર ખજવાળ આવે છે, આંખો લાલ થઈ જાય છે અને ક્યારેક ક્યારેક આંખો સુજી પણ જાય છે. અને આવી સમસ્યા માટે કંઈ તમે વારંવાર ડોક્ટર પાસે જાઓ તે પણ યોગ્ય નથી રહેતું. સિવાય કે સમસ્યા ગંભીર હોય.

image source

જો તમને પણ આવી કોઈ સમસ્યાનો સામનો અવારનવાર કરવો પડતો હોય તો આજે અમે તે સમસ્યાને દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચારો એટલે કે નુસખાઓ લઈને આવ્યા છે જે તમને તેમાં ચોક્કસ રાહત આપી શકે છે. અથવા તમારી તકલીફને ઘણા અંશે દૂર કરી શકે છે. તો ચાલો જાણીએ તે ઉપાયો વિષે.

image source

હળદર
હળદરમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે આંખની પીડા, લાલાશ અને એલર્જીને ઘટાડવા માટે સક્ષમ છે.

હળદરના ઉપયોગની રીતઃ

તેના માટે તમારે એક ગ્લાસ પાણી ઉકાળવું અને તેમાં અરધી નાની ચમચી હળદરનો પાઉડર ઉમેરવો. હવે આ તૈયાર થયેલા પાણીમાં કોટન બોલ એટલે કે રૂનું પુમડું અથવા તો મુલાયમ સુતરાઉ કાપડ ડુબાડવું. અને તેનાથી તમારા આંખને શેક આપવો. આ ઉપાય અજમાવવાથી તમારી આંખમાંની એલર્જી દૂર થઈ જશે અથવા બીજી કોઈ સમસ્યા જે આંખને રહેતી હશે તેમાં પણ તમને રાહત મળશે.

image source

ઠંડો શેક

સામાન્ય રીતે ઠંડા શેકનો કે જેને તમે બરફને કપડાંમાં લપેટીને કરતા હોવ છો તેનો ઉપયોગ આપણે જ્યારે કોઈ ભાગ પર વાગ્યું હોય અને તે ભાગ સોજી ગયો હોય તો તેનો સોજો ઘટાડવા માટે કરીએ છીએ. અને તે ઉપચાર તમે આંખો પર પણ કરી શકો છો જેનાથી તમને તાત્કાલીક રાહત મળી જાય છે.

ઠંડો શેક કરવાની રીતઃ

તેના માટે તમારે એક સ્વચ્છ કોટનનું કપડું લેવાનું છે. તેને તમારે બરફના પાણીમાં પલાળવું અને તેમાંથી વધારાનું પાણી નીચોવી લેવું. ત્યાર બાદ તે ઠંડા કપડાને તમારી આંખ પર રાખવું, ત્યાર બાદ 10-15 મિનિટ બાદ ફરી વાર આ પ્રક્રિયા પુનરાવર્તિત કરવી. અહીં તમે બરફના પાણીમાં કપડું પલાળો તેની જગ્યાએ તમે બરફનો એક નાનો ક્યૂબ કાપડમાં લપેટીને પણ ઠંડો શેક આંખને આપી શકો છો. જો કે જ્યારે જ્યારે તમે આ પ્રક્રિયા ફરીવાર કરો ત્યારે તમારે નવું સ્વચ્છ કપડું જ લેવું જોઈએ.

image source

મીઠાનું પાણી

મીઠાનું પાણી તમારા માટે ખૂબ જ લાભપ્રદ છે. તે આંખોની બળતરા તેમજ સોજાને ઓછા કરવામાં મદદ કરે છે, સાથે સાથે તે આંખની અશુદ્ધીને પણ દૂર કરે છે એટલે કે આંખને સ્વચ્છ બનાવાનું કામ કરે છે.

મીઠાના પાણીના ઉપયોગની રીત

તેના માટે તમારે એક ગ્લાસ પાણીને ઉકાળવાનું છે અને તેને ઠંડુ કરી લેવાનું છે. ત્યાર બાદ તેમાં એક ચમચી મીઠુ ઉમેરી દેવું. હવે તે પાણીમાં રૂનો ટુકડો ડુબાડી તેનાથી આઁખોને લૂછી લેવી, આ ઉપાય તમે દિવસમાં ઘણીબધી વાર કરી શકો છો. જોકે તમારે વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ બીલકુલ ન કરવો.

image source

ઠંડુ દૂધ

ઠંડા દૂધથી આંખને શેક આપવાથી આંખમાં થતી ખજવાળ તેમજ સોજામાં રાહત મળે છે.

ઠંડા દૂધના ઉપયોગની રીતઃ

એક કપ દૂધને 30 મિનિટ માટે ફ્રિજમાં મુકી દો. હવે ઠંડા થયેલા દૂધમાં એક કોટન બોલ ડુબાડીને તેને તમારી આંખ પર મૂકી દો. હવે તેને તેમજ 10 મિનિટ માટે ત્યાં જ રાખી મુકો, અને આરામ કરો, આ નુસખો તમે દિવસ દરમિયાન ઘણી બધી વાર કરી શકો છો.

image source

એલોવેરા

એલોવેરામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, તેના આ ગુણોના કારણે એલોવેરાને આંખો માટે એક અસરકારક ઉપાય પણ માનવામાં આવે છે. તે આંખોને ઠંડક આપે છે અને તેના પરના સોજા પણ દૂર કરે છે. આ ઉપરાંત તે આંખને થતી એલર્જીમાં પણ રાહત આપે છે.

એલોવેરાના ઉપયોગની રીતઃ

તેના માટે તમારે એક તાજું એલોવેરાનું પાન લેવાનું છે જેમાંથી તમારે જેલ અલગ કરી લેવી. હવે તે જેલને બરાબર હલાવીને મિક્સ કરી લેવી. ત્યાર બાદ તેને ફ્રીઝમાં ઠંડી થવા મુકી દેવી. હવે ઠંડી થયેલી તે એલોવેરા જેલમાં કોટન બોલ ડુબાડીને તે કોટન બોલને બન્ને આંખો પર મુકી દો. તેને તેમ જ 10-15 મિનિટ સુધી રાખો. આ પ્રયોગ તમે દિવસમાં ઘણીબધી વાર કરી શકો છો.

image source

કેમોમાઇલ ટીઃ

કેમોમાઇલ ટી તમારી આંખની એલર્જીને દૂર કરવામાં મદદ કરી શકે છે. તેમાં હાજર એન્ટિમાઇક્રોબિયલ ગુણ એલર્જી સામે લડવામાં અને તેને દૂર કરવામાં મદદ કરે છે.

કેમોમાઇલ ટીના ઉપયોગની રીત

તેના માટે તમારે બે કેમોમાઇલ ટી બેગ લેવી, અને તેને પાંચ મિનિટ સુધી ગરમ પાણીમાં ડુબાડી રાખવી. ત્યાર બાદ તે ટી બેગને બહાર કાઢી લેવી અને તેને 20 મિનિટ સુધી ફ્રીજમાં ઠંડી થવા મુકી દેવી. 20-25 મિનિટ બાદ જ્યારે સંપૂર્ણ રીતે તે ટી બેગ ઠંડી થઈ જાય તો તેને બહાર કાઢી લેવી. અને ત્યાર બાદ તમારી આંખો બંધ કરીને તેના પર આ ઠંડી થયેલી ટી બેગને આંખ પર મુકી દેવી. આ રીતે તમે દિવસમાં 2-3 વાર કરી શકો છો. તેનાથી તમને ચોક્કસ રાહત મળશે.

image source

બટાટા

બટાટામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ સમાયેલા છે, જે આંખને બળતરા તેમજ ખજવાળમાં રાહત આપે છે.

બટાટાના ઉપયોગની રીત

તેના માટે તમારે એક કાચું બટાટુ લેવાનું છે જેને તમારે અરધા કલાક માટે ફ્રીજમાં મુકી દેવું. હવે તેને ગોળાકાર ટુકડામાં કાપી લેવું અને બન્ને આંખ પર તેના પતિકડા મુકી દેવા. તેને તેમજ 15 મિનિટ સુધી રાખવું. ધીમે ધીમે તમારી આંખની બળતરા તેમજ સોજાથી રાહત મળવા લાગશે. આ ઉપરાંત તેમાં બ્લિચિંગ એજન્ટ પણ રહેલું હોય છે જે તમારી આંખ આસપાસના કાળા કુંડાળાને પણ હળવા કરવામાં મદદ કરે છે.

image source

ખીરા કાકડી

ખીરા કાકડીમાં એન્ટિઓક્સિડન્ટ અને સુધિંગ પ્રોપર્ટી ભરપૂર સમાયેલી હોય છે. તે આંખની બળતરા અને ખજવાળને ઓછી કરવાની સાથે સાથે આંખની લાલાશ તેમજ સોજા પણ દૂર કરે છે.

ખીરા કાકડીના ઉપયોગની રીત

સૌપ્રથમ તો તમારે તે ખીરા કાકડીને ફ્રીજમાં ઠંડી થવા માટે મુકી દેવી. હવે તે ઠંડી થયેલી ખીરા કાકડીના ગોળ પતિકડા કાપી લેવા. હવે તે ટુકડાને તમારે તમારી આંખો પર મુકી દેવા. અને તેને ત્યાં સુધી રાખો જ્યાં સુધી તે ગરમ ન થઈ જાય. રોજ આમ કરવાથી આંખને ખૂબ જ ઠંડક અને આરામ મળશે.

image source

ગુલાબ જળ

ગુલાબજળમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે આંખની કોઈ પણ પ્રકારની સમસ્યામાં રાહત આપે છે. ગુલાબ જળ આંખને ઠંડક આપે છે અને એલર્જી ઉત્પન્ન કરનારા પદાર્થોને પણ આંખથી દૂર રાખવાનું કામ કરે છે.

ગુલાબ જળ વાપરવાની રીત

તેના માટે તમારે ગુલાબજળના કેટલાક ટીપાં તમારી આંખોમાં નાખવાના છે. નિયમિત રીતે 2-3 દિવસ સુધી તમારે આ પ્રયોગ ચાલુ રાખવાનો છે. ધીમે ધીમે તમારી આંખને લગતી બધી જ સમસ્યા દૂર થઈ જશે.