Site icon Health Gujarat

જહાંગીરપુરી રમખાણોને લઇ આપ નેતાનો મોટો દાવો, ફોટો શેર કરીને કહ્યું- મુખ્ય આરોપી અંસાર છે બીજેપી નેતા

રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના અવસર પર થયેલી હિંસા મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જહાંગીરપુરી રમખાણોનો મુખ્ય આરોપી અંસાર ભાજપનો નેતા છે.

આતિશીએ ટ્વિટ કર્યું, ‘જહાંગીરપુરી રમખાણોનો મુખ્ય આરોપી અંસાર બીજેપીનો નેતા છે. તેમણે ભાજપના ઉમેદવાર સંગીતા બજાજને ચૂંટણી લડાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આતિશીએ આગળ લખ્યું, આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપે રમખાણો કરાવ્યા.

Advertisement

આતિશીએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં જહાંગીરપુરી હિંસાનો મુખ્ય આરોપી અંસાર ભાજપના નેતાઓ સાથે મંચ પર જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં અંસાર લોકોને હાથ બતાવતો પણ જોઈ શકાય છે.

આ પહેલા આતિશીએ જહાંગીરપુરીમાં થયેલી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું. AAP ધારાસભ્ય આતિશીએ કહ્યું, ભાજપના દિલ્હી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ બે દિવસ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કરનારા ગુંડાઓને સન્માનિત કરીને દેશભરમાં સંદેશ આપ્યો છે કે તેઓ ગુંડાઓ અને લફન્ડરો સાથે છે. જહાંગીરપુરીની ઘટનાની પણ તપાસ થાય તો ખબર પડે કે તોફાનીઓ ભાજપના જ લોકો છે.

Advertisement

આતિશીએ એમ પણ કહ્યું કે ભાજપ તોફાનો કરાવે છે. ગઈકાલે અમારા નેતાઓએ પણ સરઘસ કાઢ્યું હતું, સમગ્ર વાતાવરણ શાંતિપૂર્ણ હતું. સુંદરકાંડના આયોજનમાં મુખ્યમંત્રી પોતે સહભાગી થયા, કોઈ વાંધો ન હતો, પરંતુ જ્યારે ભાજપ સરઘસ કાઢે છે, તેના લોકો સામેલ થાય છે, તો રમખાણો થાય છે.

image source

જહાંગીરપુરી સુરક્ષાના ઘેરામાં

દિલ્હી પોલીસે જહાંગીરપુરી હિંસા અંગેનો પ્રારંભિક રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલી દીધો છે. તે જ સમયે, જહાંગીરપુરીમાં હિંસા પ્રભાવિત વિસ્તાર કડક સુરક્ષા હેઠળ છે. પોલીસ કર્મચારીઓને વધુ પડતી બેરિકેડિંગ અને અર્ધલશ્કરી દળો સાથે તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

Advertisement

આ તપાસ ડીસીપી રોહિત મીણાની દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેનું મોનિટરિંગ એસીપી અભિનેન્દ્ર જૈન કરશે. ટેકનિકલ, વૈજ્ઞાનિક, સાયબર, વિડિયો એનાલિસિસ, અન્ય વિભાગો સાથે સંકલન અને દરોડા પાડવા સહિત વિવિધ કાર્યો માટે કુલ 14 ટીમો બનાવવામાં આવી છે.

 

Advertisement
Advertisement
Exit mobile version