આ સરળ ઔષધોનો તમે પણ કરો ઉપયોગ, ક્યારે નહિં પડો બીમાર અને નહિં ખાવી પડે બહુ દવાઓ પણ

મિત્રો, મુખ્યત્વે તમારા શરીરમા કોઈપણ બીમારી ફેલાય તો તેની પાછળનુ મુખ્ય કારણ મંદ જઠરાગ્ની છે. જો તમારી પાચનશક્તિ નબળી પડી જાય તો તમારુ શરીર રોગોનુ ઘર બની જાય છે, આવી સ્થિતિ ના સર્જાય તે માટે આજે અમે તમને અમુક એવા સરળ ઔષધો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થશે, તો ચાલો જાણીએ.

આપણે સૌ જાણીએ છીએ કે, અશ્વગંધા એ એક એવી ઔષધી છે કે, જેનુ નિયમિત સેવન તમારા શરીરની અનેકવિધ બીમારીઓને જડમુળથી દૂર ભગાડી શકે છે. તે વજન વધારવા માટેનુ એક શ્રેષ્ઠ ઔષધ સાબિત થઇ શકે છે. આ સિવાય જો કોઈ અનિંદ્રાની સમસ્યાથી પીડાતુ હોય તો તેને અશ્વગંધાના મૂળનો ઘસારો પાવો જેથી, તેમને આ સમસ્યામાંથી તુરંત મુક્તિ મળે.

image source

આ સિવાય પેટ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓને દૂર કરવા માટે પણ તે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે દૂધ સાથે નિયમિત તેનુ સેવન કરો તો તમારુ પાચન પણ મજબુત બને છે અને તમને ગેસ, અપચો અને કબજીયાત જેવી સમસ્યાઓ સામે પણ રક્ષણ મળી રહે છે.

આયુર્વેદની દ્રષ્ટિએ આદુ પણ આપણા પાચનને મજબુત બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. એના વિધિવત્ સેવનથી તમારુ પાચનતંત્ર સુધરે છે અને તમારી પાચનક્રિયા મજબુત પણ બને છે. જો તમને ભોજન પ્રત્યે અરુચિ થતી હોય તો તમે આદુનો રસ કાઢી ત્યારબાદ તેમા લીંબુનો રસ, સિંધવ નમક અને થોડી ખાંડ ઉમેરી શરબત બનાવીને પી લો તો તમને આ સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે, તો એકવાર આ ઉપાય અવશ્યપણે અજમાવો અને પછી જુઓ ફરક.

image source

જે લોકો દમ અને શ્વાસની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે ધતુરો એ એક ખુબ જ અસરકારક ઔષધ સાબિત થઇ શકે છે. જો તમે ધતુરાના છોડ પરના ફળની અંદરના બીજ કાઢી નાખવા અને ત્યારપછી સમાય તેટલુ હળદરનુ ચૂર્ણ ભરી એક નાની માટલીમા મૂકીને તેની ઉપર ઢાંકણી ઢાંકી દેવી.

ત્યારબાદ તેને ચૂલા કે ગેસ પર ચાર-પાંચ કલાક સુધી તાપ આપવો. જ્યારે ચૂર્ણ તૈયાર થઇ જાય એટલે નિયમિત એક-એક ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે ખાવુ જેથી, શ્વાસ અને ઉધરસની સમસ્યામા રાહત મળે. તો આ હતા અમુક એવા સરળ ઘરેલુ નુસખા કે, જેને અજમાવીને તમે ખુબ જ સરળતાથી આ સમસ્યાઓમાંથી રાહત મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત