માત્ર અપનાવો આ ઉપાયો, અને એસિડિટીથી લઇને ખાટા ઓડકાર જેવી આ અનેક સમસ્યાઓમાંથી મેળવો રાહત

ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે આજકાલ મોટાભાગના ઘરમાં ગેસથી પરેશાન લોકો જોવા મળે છે. ગેસની તકલીફ બહુ જ ખરાબ હોય છે અને તે પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે,

image source

માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું. જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. પણ બફારો અને ગરમીને કારણે લોકો હેરાન થઈ ગયા છે. સીઝન બદલાય એટલે આપણાં શરીરમાં પણ કેટલાક ફેરફાર આવે છે. જેમાં સૌથી પહેલાં તેની અસર આપણાં પાચનતંત્ર પર પડે છે. એમ પણ ચોમાસામાં પાચનતંત્ર થોડું ધીમું પડી જાય છે.

image source

જેથી આ સીઝનમાં ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને કેટલાક ઘરેલૂ ઉપાયો કરવા જોઈએ, જેથી પાચનતંત્ર ખરાબ થવાને કારણે થતી પેટની સમસ્યાઓથી બચી શકાય. તો આજે અમે તમને પાચન ખરાબ હોવાના લક્ષણો અને તેનાથી બચવાના બેસ્ટ ઉપાય જણાવીશું. જેમને વારંવાર આવી તકલીફ થતી હોય એમણે આ તકલીફમાંથી છુટકારો મેળવવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન અને ઘરે જ તેનો દેશી ઈલાજ કરવો.

પાચનતંત્ર ખરાબ હોવાના કેટલાક લક્ષણો:- વારંવાર ખાટાં ઓડકાર, ગભરામણ, પેટમાં દુખાવો અને સોજો, અપચો, પેટમાં ગેસ

ઘરેલૂ ઉપાય

પાચનને યોગ્ય રાખવા માટે ભોજનને બરાબર ચાવીને ખાવું બહુ જ જરૂરી છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને શરીર અન્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેથી ભોજન હમેશાં ધીરે-ધીરે અને ચાવીને જ ખાવું.

image source

ડાયટમાં ફાયબરવાળા ખોરાક સામેલ કરવાથી પાચનતંત્ર સારું રહે છે. પાચન માટે ફાયબર ખૂબ જ જરૂરી તત્વ છે. જેથી ફળો, શાકભાજી, ચોકરવાળો ઘઉંનો લોટ, સાબૂત અનાજ વગેરે ડાયટમાં ખાવું, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ અવોઈડ કરવું.

image source

પાચનતંત્ર સારું રાખવા માટે બોડીને હાઈડ્રેટ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જો તમે વધુ પાણી ન પી શકતાં હો તો અન્ય લિક્વિડને ડાયટમાં સામેલ કરો. તેનાથી પાણીની કમી દૂર થશે અને પાચન સારું રહેશે.

શરીર અને પાચનતંત્રને હેલ્ધી રાખવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. કસરતને રૂટીનમાં સામેલ કરી લેવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે અને પાચન સંબંધી તકલીફોથી બચી શકાય છે.

image source

હેલ્ધી ફેટ ડાયટમાં લેવું જરૂરી છે. તે ડાઈજેસ્ટિવ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. જેથી પનીર, ઈંડા, નટ્સ, જેતૂનનું તેલ, ફેટી ફિશ જેવા ફૂડ્સ ડાયટમાં સામેલ કરવા. આ સિવાય સેમન ફિશ, ચિઆ સીડ્સ, સનફ્લાવર સીડ્સ પણ લઈ શકો છો.

image source

ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ સૂવું.

વજન અને પેટની ચરબી ઘટાડવી. નિયમિત ચાલવું.

image source

તણાવ બધાં જ રોગોનું મૂળ છે. જેથી પાચન સારું રાખવા સૌથી પહેલાં તણાવને નિયંત્રણમાં રાખો. નહીં તો પેટમાં અલ્સર, દસ્ત, કબજિયાત જેવા પાચન વિકારો શરીરમાં વધવા લાગશે. તેનાથી બચવા મેડિટેશન અને બ્રીધિંગ એક્સરસાઈઝ, યોગ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,