આજ પછી જમ્યા પછી ક્યારે પણ ના કરતા આ 7 કામો, જાણી લો તેની પાછળના કારણો

ભોજન લીધા પછી ભૂલથી પણ ન કરો આ સાત કામ.

જો તમે એવું વિચારતા હોય કે ખોરાક લઈ લેવા માત્રથી તમારા શરીરને પોષણ મળી જશે તો અમે તમને જણાવી દઈએ કે એવું જરુરી નથી. ખોરાક લેવો એ પોષણનો એક સ્ટેપ છે.

image source

જ્યાં સુધી જમવાનું સારી રીતે પછી ન જાય અને એના પોષક તત્વો શરીરમાં શોષાઈ ન જાય ત્યાં સુધી પોષણની પ્રક્રિયા પુરી નથી થતી. એવામાં જમી લીધા પછી એવું કોઈ કામ ન કરવું જોઈએ જેના કારણે પોષણ મળવાને બદલે એની અવળી અસર થાય.

આજે અમે તમને એવી કેટલીક વાતો જણાવીશું જેને જમી લીધા પછી કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે પણ આવું કરતા હોવ તો એને કરવાનું છોડી દો

1. સિગરેટ ન પીઓ.

image source

સિગરેટ પીવી એ એક ખરાબ આદત છે, જેના કારણે હાર્ટ અને શ્વાસ સંબંધિત ઘણી બધી બીમારીઓ થઈ શકે છે.પણ એક્સપરતનું માનીએ તો ખાધા પછી તરત સિગરેટ પીવી એ દસગણું ખતરનાક હોઈ શકે છે. ખાધા પછી પીવાયેલી એક સિગરેટ સામાન્ય રીતે 10 સિગરેટ જેટલું નુકશાન કરે છે. સાથે સાથે આનાથી કેન્સર ખતરો પણ ઘણો જ વધી જાય છે.

2. ખાધા પછી તરત ન ખાઓ ફળ.

image source

જો તમે ભોજનની સાથે જ ફળ ખાઓ છો તો ફળ પેટમાં ચોંટી જાય છે અને સાચી રીતે ઇન્ટેન્સ્ટાઈન સુધી નથી પહોંચી શકતા. એવામાં ફળમાંથી મળતું પોષણ અધૂરું રહી જાય છે. આ આધારે જ કહેવામાં આવે છે કે ખાધા પછી લગભગ એક કલાક પછી ફળ ખાવા જોઈએ કે પછી જમવાના એક કલાક પહેલાં ખાઈ શકાય. સવારે ખાલી પેટે ફળો ખાવા સૌથી ઉત્તમ ગણાય છે.

3. ચા ન પીઓ.

image source

ચાની ભૂકીમાં ઉચ્ચ અમલિયતા હોય છે. એનાથી પ્રોટીનના પાચન પર અસર પડે છે અને એ સરળતાથી પચતું નથી. એવામાં પ્રયત્ન કરવો જોઈએ કે જમ્યા પછી એક કે બે કલાક પછી જ ચા પીવી જોઈએ.

4.તમારા બેલ્ટને ઢીલો ન કરો.

image source

હમેશા મનગમતું ભોજન જોઈ આપણે આપણો બેલ્ટ ઢીલો કરી દઈએ છે. એનો સીધો અર્થ છે કે તમે જરૂર કરતાં વધુ ખાઓ છો. ઓવરઇટિંગ કોઈપણ પ્રકારે સારી બાબત નથી. એટલે પ્રયત્ન કરો કે એટલું જ ખાઓ જેટલી ભૂખ લાગી હોય નહીં તો આ અપચા નું કારણ બની શકે છે.

5. તરત ન નહાઓ

image source

નહાવું એક શારીરિક પ્રક્રિયા છે. એ દરમિયાન હાથ અને પગ સક્રિય અવસ્થામાં હોય છે જેના કારણે આ અંગોમાં લોહીનું પરિભ્રમણ ઘણું વધેલું હોય છે. આ અંગોમાં લોહીનું પરિભ્રમણ વધવાના કારણે પેટમાં રુધિર પ્રવાહ પર અસર પડે છે અને પાચન ક્રિયા પ્રભાવિત થાય છે.

6. તરત ન ચાલો.

image source

જમ્યા પછી ચાલવું એ સારી આદત છે પણ જમ્યા પછી તરત ચાલવાથી પાચનક્રિયા પર અસર પડે છે. ચાલવામાં આપના શરીરની એનર્જી વપરાય છે જ્યારે શરીરની અંદર પાચનક્રિયા માટે પણ ઉર્જાની જરૂર હોય છે. એવામાં જમ્યા પછી થોડા સમય બાદ ચાલવું એ એક સારી પ્રક્રિયા ગણી શકાય. પણ જમ્યા પછી તરત જ ચાલવાથી અવળી અસર પડી શકે છે.

7.તરત સુઈ ન જાઓ.

image source

જમવાનું પચવામાં થોડો સમય લાગે છે. એવામાં પ્રયત્ન કરો કે જમ્યા પછી તરત ન સુઓ. એના કારણે ગેસ અને આંતરડામાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત