40ની ઉંમરે પણ 25 વર્ષ જેવો નિખાર આપે છે આ 1 વસ્તુ, જાણો કઈ રીતે કરશો ઉપયોગ

મહિલા હોય કે પુરુષ દરેકને બેદાગ સ્કીન પસંદ હોય છે. આ માટે ખાસ કરીને મહિલાઓ પાર્લરમાં અનેકગણા રૂપિયા ખર્ચ કરી લેતી હોય છે. આ સિવાય દરેક મહિલા પોતાની વધતી ઉંમરના લક્ષણોને ચહેરા પર જોવા ઈચ્છતી નથી. જો તમે પણ આવું ઈચ્છો છો તો તમારી આ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. હા આ માટે તમે રસોઈમાં રહેતા કોકો પાવડરની મદદ લઈ શકો છો. આ સાથે ઓછા ખર્ચમાં તમારી સ્કીન પરથી એજિંગના લક્ષણો ગાયબ થશે.

image source

કોકો પાવડરનો ઉપયોગ સ્કીનને ગ્લોઈંગ અને એજિંગની સમસ્યાને છૂટકારો આપવા માટે કરાય છે. તે તમારી સ્કીનથી ડેડ સ્કીન હટાવવામાં અને તેમાં ખેંચાણ લાવવામાં મદદ કરે છે. તો જાણો કોકો પાવડર કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે તો કઈ સ્કીનને મદદ મળી શકે છે.

ડલ સ્કીન

image source

જો તમારી સ્કીન ડલ છે અને તમે તેને બ્રાઈટ બનાવવા ઈચ્છો છો તો તમે કોકો પાવડરની સાથે આ વસ્તુઓને મિક્સ કરો છો તો તમને પરફેક્ટ રીઝલ્ટ મળશે.

  • 1 ચમચી કોકો પાવડર
  • 1/2 ચમચી દહીં
  • 1/2 ચમચી અલોવેરા જેલ
image source

આ બધી વસ્તુઓને મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવો અને સાથે જ તેને ચહેરા અને ગરદન પર 20 મિનિટ સુધી લગાવીને રાખો. આ પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેને થપથપાવીને લૂછી લો. હવે ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો જેથી સ્કીન હાઈડ્રેટ રહે. તમે આ ફેસ માસ્કને અઠવાડિયામાં 2 વાર લગાવી શકો છો.

ડ્રાય સ્કીન

image source

જો તમારી સ્કીન ડ્રાય છે તો તમે કોકો પાવડરની સાથે નીચે આપેલી વસ્તુઓ મિક્સ કરીને પેક તૈયાર કરો. તેનાથી સ્કીનને પોષણ મળશે અને તેમાં નિખાર પણ આવશે.

  • 1 ચમચી કોકો પાવડર
  • 1/2 ચમચી મધ
  • 1/2 ચમચી કેળું
image source

આ બધી વસ્તુઓને સારી રીતે મિકિસ કરો. પેસ્ટ જેવું બનાવી લો. તેને ચહેરા પર 20 મિનિટ લગાવીને રાખો અને પાણીથી ફેસ વોશ કરી લો. આ માસ્કને હૂંફાળા પાણીથી ધોઈ લેવાથી લાભ થાય છે.

એજિંગ

image source

જો તમે એજિંગના કારણે થતા રિંકલ્સની સમસ્યાથી પરેશાન છો તો તમે અહીં આપેલી સામગ્રીની મદદ લઈને નિખાર લાવી શકો છો.

  • 1 ચમચી કોકો પાવડર
  • 1 વિટામીન ઈ કેપ્સ્યૂલ
  • 1/2 ચમચી ઓટમીલ
  • 1 ચમચી ગાજરનો જ્યૂસ

ઉપરની બધી સામગ્રીને એક નાની વાટકીમાં મિક્સ કરો અને પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે લગાવી રાખો. આ પછી ચહેરાને ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવી લો. આ ઉપાય અઠવાડિયામાં 2 વાર કરી શકાય છે.

ડેડ સ્કીન હટાવવા માટે

image source

જો તમે તમારી સ્કીન પરથી ડેડ સ્કીન હટાવવા ઈચ્છો છો તો તમે કોકો પાવડર અને દૂધનો ઉપયોગ કરો. આ માટે તમે કોકો પાવડર અને દૂધને મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. તેને 10-15 મિનિટ માટે રહેવા દીધા બાદ પાણીથી સાફ કરી લો. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કીનના ડેડ સ્કીનને હટાવીને તેમાં નિખાર લાવવામાં તમારી મદદ કરે છે. આ સિવાય કોકો પાવડર પફી આઈઝને યોગ્ય રીતે ક્યોર કરવામાં પણ મદદ કરે છે. આ લેપને આંખની નીચે લગાવીને રાખવાથી ડાર્ક સર્કલ્સથી છૂટકારો મળી જાય છે.