Site icon Health Gujarat

કેન્સર જેવી ગંભીર બીમારીમાં પણ ફાયદો કરે છે આ જ્યૂસ, આજથી જ કરો ટ્રાય

ખૂબ ઓછા લોકો હોય છે જેમને પાલક અને તેની વિવિધ વાનગીઓ ભાવતી હોય છે. સીઝનમાં આવતી પાલક અનેક ગુણોથી ભરપૂર હોય છે. જો તમે તેના વિવિધ વ્યંજન બનાવીને તેનો ઉપયોગ કરો છો તો તમને રાહત મળે છે અને સાથે જ અનેક ગંભૂર બીમારીમાં પણ મદદ મળે છે.

ખાસ કરીને બાળકો પાલક ન ખાતા હોય તો તમે તેમને અનેક વિવિધ ડિશ બનાવીને આપી શકો છો. ખાસ કરીને લોકો પાલકનો જ્યૂસ પીવાનું ટાળતા હોય છે. પરંતુ જ્યારે તમે પાલકના ઉપયોગથી થતા ફાયદા જાણશો તો તમે વિચારમાં પડી જશો. આ સાથે જ તમે શોખથી પાલકની વિવિધ પ્રકારની વાનગીઓનો ઉપયોગ પણ શરૂ કરી દેશો.

Advertisement
image source

જાણી લો પાલક ખાવાના ફાયદા

પાલકના પાનમાં અનેક પોષક તત્વો મળે છે. તેમા મિનરલ્સ, વિટામિન્સ અને અન્ય પોષક ન્યૂટ્રીઅન્ટ્સ પણ હોય છે. જો પાલકનો પૂરેપૂરો ફાયદો લેવો હોય તો તેનો જ્યૂસ પીવો ખાસ મહત્વનો છે. પાલકના જ્યૂસમાં વિટામીન એ, સી, ઈ,કે અને બી કોમ્પલેક્સ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં મેગેનીઝ, કેરોટીન, આયર્ન, આયોડિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ અને અન્ય જરૂરી એમિનો એસિડ પણ મળી રહે છે.

Advertisement
image source

પાલકમાં રહેલું કેરોટીન અને ક્લોરોફોલ કેન્સરથી બચવામાં તમારી મદદ કરે છે. આ સિવાય આંખોની રોશની માટે પણ તેને સારું માનવામાં આવે છે. પાચનક્રિયાને સારી રાખવામાં પાલકનો જ્યૂસ પીવાની સલાહ આપવામાં આવે છે.

પાલક શરીરના વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય જો તમને કબજિયાતની તકલીફ છે તો પાલકનો જ્યૂસ તમારા માટે ફાયદો કરનારો છે. પાલકમાં વિટામિનનો ખૂબ જ વધારે સોર્સ હોય છે. આ કારણે પાલકની અન્ય ચીજો બનાવીને ખાવા કરતા તમે પાલકનો જ્યૂસ બનાવીને પીઓ છો તો તે હેલ્થ માટે લાભદાયી રહે છે. પાલકનો જ્યૂસ પીવાથી હાડકા મજબૂત બને છે અને સ્કીન સાથેની કોઈ તકલીફ હોય તો તે પણ દૂર થાય છે. તે વાળ અને સ્કીનને ચમક આપવામાં તમારી મદદ કરે છે. ગર્ભવતી મહિલાઓને પણ પાલકનો જ્યૂસ પીવાની સલાહ આપવામાં આવે છે. પાલકનો જ્યૂસ પીવાથી ગર્ભવતી મહિલાઓને આયર્નની ખામી રહેતી નથી.

Advertisement

આ રીતે બનાવો જ્યૂસ

image source

સૌ પહેલાં તો પાલકના પાનને સારી રીતે ધોઈને સાફ કરો જેથી તેમાં માટી ન રહે. માટી રહેશે તો પથરીની સમસ્યા થઈ શકે છે. પાનને સારી રીતે ધોઈને તેને થોડા સુધારીને મિક્સરમાં ક્રશ કરો. મિક્સરમાં પાલકની સાથે પા કપ પાણી, મીઠું અને લીંબુ નાંખો. તેની સાથે જ થોડો મરીનો ભૂકો પણ મિક્સ કરો. ગ્રાઈન્ડ કરી લીધા બાદ તેને સીધો જ પી શકાય છે. જો તમને તેમાં કોઈ સમસ્યા રહે તો તમે તેને ગાળીને પણ પી શકો છો.

Advertisement

તો હજુ પણ માર્કેટમાં તાજી પાલક મળી રહી છે. તમે તેનો ઉપયોગ આ ખાસ જ્યૂસ બનાવીને કરી શકો છો અને તમારી હેલ્થને તંદુરસ્ત રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version