Site icon Health Gujarat

બોલીવુડના સૌથી મોંઘા એક્ટર્સમાંથી એક છે અક્ષય કુમાર, કુલ સંપત્તિ જાણીને ઉડી જશે તમારા હોશ

યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અક્ષયની ગણતરી એવા ફિલ્મ સ્ટાર્સમાં થાય છે જે પોતાની એક ફિલ્મ માટે તગડી ફી લે છે. મળતી માહિતી મુજબ, અક્ષયે તેની નવી ફિલ્મ માટે 100 કરોડથી વધુ રૂપિયા ચાર્જ કર્યા છે.ત્રણ દાયકાથી વધુની કારકિર્દીમાં અક્ષય કુમારે ફિલ્મ ઉદ્યોગમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી. આ ફિલ્મોના કારણે તે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંના એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અક્ષય કુમારની સંપત્તિમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. આજે અમે તમને આ રિપોર્ટમાં અભિનેતાની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આટલી સંપત્તિનો માલિક

Advertisement
image soucre

દેશની સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીમાંથી એક અક્ષય કુમાર તેની તગડી ફીના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેની કમાણી તેને બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંથી એક બનાવે છે. ફોર્બ્સ અનુસાર, અક્ષય કુમારની કુલ સંપત્તિ લગભગ 500 કરોડ ($65 મિલિયન) છે.

અક્ષય પાસે છે ઘણા આલિશાન ઘર

Advertisement
image soucre

અભિનેતા તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે જુહુમાં સમુદ્રની સામે આવેલા ડુપ્લેક્સમાં રહે છે, જે મુંબઈના સૌથી પોશ વિસ્તારો પૈકી એક છે. આ આલીશાન ઘર આજના સમય અનુસાર તમામ સુવિધાઓથી સજ્જ છે. એક રિપોર્ટ અનુસાર તેમની જુહુની સંપત્તિ અંદાજે 80 કરોડ રૂપિયા છે. આ સિવાય એક્ટર પાસે ખાર વેસ્ટમાં એક આલીશાન એપાર્ટમેન્ટ પણ છે, જેની કિંમત લગભગ 7.8 કરોડ છે. વર્ષ 2017માં અક્ષય કુમારે પણ મોટું રોકાણ કર્યું હતું. તેણે અંધેરીમાં ચાર ફ્લેટ ખરીદ્યા હતા જેની કિંમત 18 કરોડ રૂપિયા છે. એ સિવાય અક્ષય મુંબઈની બહાર પણ ઘણી અચલ સંપત્તિના માલિક છે

મોંઘા વાહનોના શોખીન છે

Advertisement
image soucre

આલીશાન ઘર ઉપરાંત અક્ષયને મોંઘા વાહનોનો પણ શોખ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર પાસે કુલ 11 લક્ઝરી વાહનો છે. જેમાં મર્સિડીઝ બેન્ઝ, બેન્ટલી, હોન્ડા સીઆરવી અને પોર્શે બ્રાન્ડના વાહનો સામેલ છે. આ વાહનોની કિંમત કરોડોમાં છે. આ સિવાય અભિનેતાનો બાઇક પ્રેમ પણ કોઈનાથી છુપો નથી. તેની પાસે ઘણી મોંઘી બાઇક પણ છે. અક્ષય ઘણી વખત મુંબઈની સડકો પર બાઇક ચલાવતો જોવા મળ્યો છે.

Advertisement
Advertisement
Exit mobile version