Site icon Health Gujarat

અમેરિકન પોપ સિંગર રીહાનાએ પુત્રને આપ્યો જન્મ, બની બોયફ્રેન્ડ રોકીના બાળકની માતા

અમેરિકન પોપ સિંગર રિહાનાના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. તેણે એક બાળકને જન્મ આપ્યો છે. તે બોયફ્રેન્ડ રોકીના બાળકની માતા બની છે. TMZ અનુસાર, બાળકનો જન્મ 13 મેના રોજ લોસ એન્જલસમાં થયો હતો. સૂત્રએ ઉમેર્યું હતું કે રીહાનાની તબિયત સારી છે અને તે તેના પુત્ર સાથે ઘરે આરામ કરી રહી છે. આ સારા સમાચાર જાણ્યા પછી ચાહકો અને મિત્રો અને નજીકના લોકો ખૂબ જ ખુશ છે. લોકો એક પછી એક કપલને અભિનંદન આપી રહ્યા છે.

જાન્યુઆરીમાં માહિતી બહાર આવી હતી

image source

રિહાનાના પ્રેગ્નન્સીના સમાચાર જાન્યુઆરીમાં સામે આવ્યા હતા. જ્યારે હાર્લેમની શેરીઓમાં લટાર મારતી વખતે પોપ સિંગર બેબી બમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો જાહેર કરવામાં આવી હતી. તેની આ તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. પ્રેગ્નેન્સી દરમિયાન રિહાના તેના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહી હતી.

Advertisement

બંનેના અલગ થવાના સમાચાર આવ્યા હતા

image source

બોયફ્રેન્ડ રોકીએ રીહાના સાથે છેતરપિંડી કર્યા બાદ વર્ષ 2022માં તેમના અલગ થવાની અફવાઓ પણ સામે આવી હતી. જોકે, બાદમાં આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. હાલમાં, રેપર રોકી અને પોપ સિંગર રીહાન્ના બેબી બોયના પેરેન્ટ્સ બની ગયા છે અને બંને તેમના પહેલા બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે.

રીહાના અને રોકી 2019 થી રિલેશનશિપમાં હોવાના અહેવાલો હતા. પરંતુ વર્ષ 2021 માં, કપલે તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા. એક ઈન્ટરવ્યુ દરમિયાન રોકીએ રિહાન્નાને ‘લવ ઓફ માય લાઈફ’ કહી હતી. બીજી તરફ, પિતા બનવાના પ્રશ્ન પર, રેપરે કહ્યું કે તેને લાગે છે કે તે એક સારા પિતા બનશે.

Advertisement
Advertisement
Exit mobile version