Site icon Health Gujarat

અમિષા પટેલ જેવુ ફિગર કરવુ હોય તો રાહ જોયા વગર ફોલો કરો તેનો આ ડાયટ પ્લાન

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ હાલમાં જ (૯ જુનના દિવસે) પોતાનો 44મો જન્મદિવસ મનાવી ચુકી છે. જો કે હાલમાં અમીષા ઘણા સમયથી ફિલ્મ જગતમાં દેખાઈ નથી. પણ એમનું સ્વાસ્થ્ય હજુ પણ પ્રેરણારૂપ છે. અમિષા ફિલ્મ જગતથી દૂર હોવા છતાં અવારનવાર તે તેના વિવાદ અને શારીરિક માવજતને લઈને ચર્ચામાં રહે છે. તંદુરસ્તી માટે અમીષા માત્ર જીમમાં કલાકો સુધી પરસેવો જ નથી પાડતી, પણ પોતાના રોજીંદા જીવનમાં પણ તે સ્વસ્થ જીવનશૈલી અને આહારને અનુસરે છે. અમિષાનું માનવું છે કે તંદુરસ્તીનો અર્થ ફક્ત વજન ઘટાડવાનો પુરતો જ નથી. ફિટ રહેવું એનો અર્થ છે સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેવું. તો ચાલો આજે અમે આપને જણાવીએ કે અમીષા પટેલ પોતાના સવાસ્થ્યને જાળવી રાખવા કેટલી મહેનત કરે છે.

image source

અમીષા સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ ગંભીર રહે છે, તે પોતાના સ્વાસ્થ્યને જાળવવા આ જીવનશૈલીને અનુસરે છે.

Advertisement

હાલમાં જ થોડા સમય પહેલા એમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી હતી, આ વિડીયોમાં તે પોતાના ફિટનેસ ટ્રેનર સાથે ભારે ભારે ડમ્બેલ્સ ઉપાડતી જોવા મળી હતી. આ વિડીયોમાં તેમને જોતા, તમે અનુમાન લગાડી શકો છો કે તે પોતાની ફિટનેસ પ્રત્યે કેટલી ગંભીર રહે છે. અમિષા પટેલે વર્કઆઉટ દરમિયાન, જીમમાં અદભૂત દેખાઈ રહી હતી.

અમીષા જીમમાં પોતાના શારીરિક બળ કરતા વધુ ભારે કસરતો પણ કરતી હોય છે, અને આ જ કારણ છે જે તેને 44 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને સુદ્રઢ રાખે છે.

Advertisement
image source

અમીષા પટેલ ક્યારેય જિમમાં કસરત કરવાનું ચૂકતી નથી, એટલે સુધી કે શૂટિંગ હોય એવા દિવસોમાં પણ નહીં. જો કોઈ કારણોસર તે જીમમાં કસરત માટે ન જઈ શકે તો એવી સ્થિતમાં તે પોતાના ઘરે કસરત કરે છે. આ તેના નિયમિત જીવનનો એક ભાગ છે. તેના નિયમિત કાર્યમાં કાર્ડિયો, વજન ટ્રેનીંગ, પ્લેંક અને પીલેટ્સની કસરતો પણ સામેલ છે.

image source

અમીષાની તંદુરસ્તી અને શક્તિનું રહસ્ય યોગ છે. કારણ કે યોગ એ અમિષાની તંદુરસ્તીમાં મહત્વનો ભાગ ભજવે છે. તે પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે નિયમિત રૂપે યોગ કરે છે, આ યોગથી તે સ્વસ્થ અને તનાવમુક્ત રહે છે.

Advertisement

આહાર વિશે વાત કરતાં, તે જણાવે છે કે ફિટ રહેવા માટે તે કોઈ વિશેષ આહાર યોજનાનું પાલન કરતી નથી. તેના આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓ સામેલ છે. આ સિવાય તે જંક ફુડ્સ અને મસાલાવાળા ખોરાકથી હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરે છે.

image source

ખોરાક અને કસરત સાથે શરીરને હાઇડ્રેટ રાખવા માટે અમીષા દિવસભર પુષ્કળ પાણી પીવે છે. જેનાથી બોડી ડિટોક્સ થાય છે, જે માત્ર તેને સ્વસ્થ જ નથી રાખતું પણ તેનું વજન પણ નિયંત્રિત રાખે છે. આ સિવાય એમના નિયમિત જીવનમાં તેઓ નાળિયેર પાણી, રસ જેવી સ્વસ્થ વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version