Site icon Health Gujarat

અનિલ કપૂરની ફિલ્મમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે રૂપાલી ગાંગુલીએ કરી હતી કરિયરની શરૂઆત, આજે અનુપમાં બનીને જીતી રહી છે દિલ

અનુપમા તરીકે દરેક ઘર પર પ્રભુત્વ જમાવનાર રૂપાલી ગાંગુલીને આજે કોઈ ઓળખની જરૂર નથી. પોતાના અભિનયના દમ પર તેણે ટીવીની દુનિયામાં એક ખાસ અને અલગ સ્થાન બનાવ્યું છે.રુપાલી ગાંગુલી લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીનો ભાગ છે. તેણે ટેલિવિઝન પર સારાભાઈ vs સારાભાઈ જેવા ઘણા શોમાં કામ કર્યું છે, પરંતુ સિરિયલ ‘અનુપમા’ દ્વારા તેમને મળેલી ઓળખ પ્રશંસનીય છે.

આ શો દ્વારા અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીએ સાબિત કરી દીધું કે કલા એ ઉંમરની બાબત નથી. આજે અમે તમને આ લેખમાં તમારી પ્રિય અભિનેત્રી વિશે કેટલીક ખાસ વાતો જણાવી રહ્યા છીએ.

Advertisement
image soucre

રૂપાલી ગાંગુલીનો જન્મ 5 એપ્રિલ 1977ના રોજ કલકત્તામાં થયો હતો. તેણીનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી, રૂપાલી ગાંગુલીએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને તે સાથે તેણે થિયેટરમાં કામ કર્યું. તે બંગાળી હિંદુ પરિવારની છે. તેમના પિતા અનિલ ગાંગુલી વ્યવસાયે દિગ્દર્શક હતા, જ્યારે તેમના ભાઈ વિજય ગાંગુલી ફિલ્મોમાં નિર્માતા અને અભિનેતા છે. અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીએ 6 ફેબ્રુઆરી 2013ના રોજ બિઝનેસમેન અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા અને તેમને રુદ્રાંશ નામનો પુત્ર છે.

image soucre

આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે રૂપાલી ગાંગુલીએ પોતાના કરિયરની શરૂઆત બાળપણમાં કરી હતી. જ્યારે રૂપાલી ગાંગુલી માત્ર 7 વર્ષની હતી ત્યારે તેણે ફિલ્મી દુનિયામાં અભિનય શરૂ કર્યો હતો. રૂપાલીએ પ્રથમ વખત તેના પિતા અનિલ ગાંગુલી દ્વારા નિર્દેશિત ફિલ્મ સાહેબમાં કેમેરાનો સામનો કર્યો હતો. આ ફિલ્મમાં અનિલ કપૂર, અમૃતા સિંહ, રાખી ગુલઝાર, સુરેશ ચટવાલ જેવા ઘણા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે 1987માં આવેલી ફિલ્મ ‘મેરા યાર મેરા દુશ્મન’માં કામ કર્યું. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, રાકેશ રોશન જેવા સ્ટાર્સે કામ કર્યું

Advertisement
image source

1987 પછી, રૂપાલી ગાંગુલીએ તેની કારકિર્દીમાંથી બ્રેક લીધો અને તે પછી વર્ષ 1997માં તેણે ગોવિંદા સ્ટારર ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’માં યુવા અભિનેત્રી તરીકે કામ કર્યું. ગોવિંદા સિવાય તેણે તે જ વર્ષે મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ ‘અંગારા’માં કામ કર્યું હતું. આ ફિલ્મો સિવાય રૂપાલી ગાંગુલી સતરંગી પેરાશુટમાં જોવા મળી હતી, જોકે તેને ફિલ્મોમાં જે સફળતા મળી હતી તે ન મળી.

image soucre

રૂપાલી ગાંગુલી પછી ટીવી તરફ વળ્યા અને વર્ષ 2000માં તેણે સિરિયલ ‘સુકન્યા’થી ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો. આ પછી તેણે ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘ઝિંદગી તેરી મેરી કહાની’, સંજીવની જેવા શોમાં અલગ-અલગ પાત્રો ભજવ્યા. રૂપાલી ગાંગુલીએ વર્ષ 2004માં કોમેડી શો ‘સારાભાઈ Vs સારાભાઈ’માં કામ કર્યું હતું. તે એક કોમેડી શો હતો જેમાં રત્ના પાઠક શાહ અને સતીશ શાહ, સુમિત રાઘવન મુખ્ય ભૂમિકામાં હતા. આ શોમાં તે મોનિષા સારાભાઈ બની હતી. તેના શોની સાથે લોકોએ પણ પાત્રને ઘણો પ્રેમ આપ્યો.

Advertisement
image soucre

43 વર્ષની ઉંમરે, રૂપાલી ગાંગુલીએ અનુપમા તરીકે પડકારરૂપ ભૂમિકા સ્વીકારી. વર્ષ 2020માં શરૂ થયેલા સ્ટાર પ્લસના આ શોને ચાહકોનો એટલો પ્રેમ મળશે, કદાચ રૂપાલી ગાંગુલીને પણ તેની અપેક્ષા નહોતી. પરંતુ અભિનેત્રીની શાનદાર અભિનયએ લોકોને તેના જીવન સાથે જોડી દીધા અને આજે તેનો શો ‘અનુપમા’ દરેક ઘરમાં લોકપ્રિય છે એટલું જ નહીં, પરંતુ ‘અનુપમા’નું પાત્ર ભજવતી રૂપાલી ગાંગુલીએ પણ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.શોમાં તેને પ્રેમ મળી રહ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર પણ ફેન્સ તેના દિવાના છે.

Advertisement
Advertisement
Exit mobile version