આંખો નીચેના કાળા દાગ દૂર કરવા માટેનો આ છે રામબાણ ઈલાજ, વાંચો આ લેખ અને જાણો…

આંખો નીચે કાળા વર્તુળો, વરસાદની ઋતુમાં દિવસનો થાક અને ફંગલ ચેપ… આ ત્રણ બાબતો એવી છે કે તે એકબીજા સાથે બિલકુલ મેળ ખાતી નથી. પણ જો અમે તમને કહીએ કે એક ચા એવી છે જે આ ત્રણેય સમસ્યાઓ ને એક સાથે હલ કરે છે, તો તમે શું કહેશો? જો તમે તેને વાંચીને ચોંકી જાઓ છો, તો તે થવાનું જ છે.

image soucre

આજે અમે તમને એક ખાસ ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને એક સાથે આ ત્રણ સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ ચાનું નામ સુલેમાની ચા છે. જાણો આ ચા કેવી રીતે બનાવશો. આ પણ જાણો આ ચા પીને તમને શું ફાયદો થશે.

image socure

ચામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણ આંખો ની નીચેથી કાળા વર્તુળો ને દૂર કરવામાં મદદ કરે છે. તેને કેવી રીતે બનાવવું તે જાણો. જો તમે આંખોની નીચે ડાર્ક સર્કલથી પરેશાન છો, તો આ ખાસ ચા તમારી સમસ્યા ને દૂર કરી શકે છે. આ ચાનું નામ સુલેમાની ચા છે, અને તેને પીવાથી આંખોની નીચેથી ડાર્ક સર્કલ દૂર થાય છે, પણ તમને ઘણી રીતે ફાયદો પણ થાય છે.

ફાયદા :

image socure

આ ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને તમને ઉર્જા પણ આપશે. સુલેમાની ચા પાચન યોગ્ય રાખે છે. તે કોલેસ્ટ્રોલ લેવલ ને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. ચામાં રહેલા એન્ટીઓકિસડન્ટ ગુણ આંખો ની નીચેથી ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે. તેને કેવી રીતે બનાવવું તે જાણો.

આ વસ્તુઓ ની જરૂર પડશે :

image soucre

દોઢ કપ પાણી, એક ચમચી મધ, ચાના પાન એક ચમચી, તજ અડધો ઇંચ, લીંબુનો રસ એક ચમચી, ફુદીના ના પાન ચાર થી પાંચ, બે લવિંગ, બે લીલી એલચી.

બનાવવાની રીત :

image soucre

ધીમા તાપે એક કડાઈમાં પાણી ગરમ કરો. થોડા સમય પછી, લવિંગ, તજ, ફુદીના ના પાન, લીલી ઈલાયચી આ બધી વસ્તુઓ ઉમેરો અને આ પાણીને ઉકળવા દો. જ્યારે પાણી દોઢ કપ થી એક કપ સુધી રહી જાય, તો તેમાં એક ચમચી ચાના પાન ઉમેરો અને પછી ગેસ બંધ કરો. હવે ચાને એક કપમાં ગાળી લો અને તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરો. તમારી સુલેમાની ચા તૈયાર છે.