આંખોની રોશની વધારવા અને સાથે ચશ્માના નંબરને ટાટા બાય-બાય કહેવા દરરોજ પીવો આ જ્યૂસ

મિત્રો, પ્રવર્તમાન સમય એકદમ આધુનિક બની ચુક્યો છે. આ આધુનીક સમયમા સૌ કોઈ નાણા કમાવવાની દોડમા લાગી ગયા છે અને આ કારણોસર તે પોતાના સ્વાસ્થ્યની યોગ્ય સાર-સંભાળ રાખી શકતા નથી. ખરાબ જીવનશૈલી, અનિયમિત ડાયટ અને એકધારુ સ્ક્રીન સામે બેસીને કામ કરવાથી તેની આંખો કમજોર અને નબળી પડી જાય છે.

image source

જ્યારે આંખો નબળી અને કમજોર પડી જાય છે ત્યારે આંખોને મજબુત બનાવવા માટે ચશ્માનો ઉપયોગ કરવામા આવે છે. જો તમારે ચશ્મા નથી પહેરવા અને તમે તમારી આંખોને પણ મજબુત કરવા ઈચ્છો છો તો આજે અમે તમને અમુક એવા અસરકારક ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે જણાવીશુ કે, જે તમારી આંખોની રોશની વધારશે.

ગાજર નુ જ્યુસ :

image source

જો તમે આંખોની રોશની વધારવા ઈચ્છો છો તો તેના માટે વિટામિન-એ અત્યંત આવશ્યક છે. ગાજરમા પુષ્કળ માત્રામા વિટામિન-એ સમાવિષ્ટ હોય છે. તે તમારી આંખોના રેટિનલ હેલ્થને સુધારવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. જો તમે આ વસ્તુના જ્યુસમા ટામેટુ ઉમેરીને પીશો તો વિટામીન-સી પણ મળી રહેશે.

પાલક જ્યુસ :

જો તમે તમારા આંખોની રોશની તેજ કરવા ઈચ્છો છો તો તમારે લીલી સબ્જીનુ સેવન કરવુ જોઇએ અને તેમા પણ વિશેષ તો પાલકનુ સેવન વધારે પડતુ કરવુ જોઇએ. જો તમે નિયમિત એક ગ્લાસ પાલકના જ્યુસનુ સેવન કરશો તો તમને આંખો સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ સામે રાહત મળી શકે છે.

image source

આ જ્યુસનુ નિયમિત સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા વિટામીન-એ, વિટામીન-સી, વિટામીન-કે, મેગ્નેશીયમ, મેગનીઝ અને લોહતત્વ પણ પર્યાપ્ત માત્રામા સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ અને નીરોગી બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

આમલા જ્યુસ :

જો તમે આંખો સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મેળવવા ઈચ્છતા હોવ તથા તમારી આંખોની રોશનીને તેજ કરવા ઈચ્છતા હોવ તો તેના માટે પણ આ જ્યુસનુ સેવન ખુબ જ મદદગાર સાબિત થઇ શકે છે. તેમા વિટામીન-સી પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. તે તમારી આંખોની રોશનીને વધારવા માટેનુ કામ કરે છે.

image source

આ સિવાય તમે આમળાનો ઉપયોગ અન્ય અનેકવિધ રીતે કરી શકો છો. જો તમે આમળાના જ્યુસના સેવનની સાથે તેને કાચા ખાઓ તો તેનાથી પણ તમારી આંખોની રોશનીમા વૃદ્ધિ થઇ શકે છે. તો એકવાર આ ઉપાય અવશ્યપણે અજમાવો અને જુઓ ફરક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત