શું તમારા વાળ બહુ સફેદ થઇ ગયા છે? તો તમારા હોઇ શકે છે આ વિટામીનની ઉણપ, જાણો તમે પણ

આ વિટામિનની ઉણપના લીધે સફેદ થઈ જાય છે વાળ, આ 6 વસ્તુ ખાવાથી થશે વિટામિનની કમી દૂર.

માણસની સુંદરતામાં એના માથા પર રહેલા વાળનો પણ બહુ મોટો હાથ હોય છે અને એ જ કારણ છે કે લોકો એને જાળવી રાખવા માટે બધા જ રસ્તા અપનાવે છે. હાલના સમયમાં નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જવાની સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. આજકાલ યુવનવર્ગને પણ સફેદ વાળથી પરેશાન થયેલા સરળતાથી જોઈ શકાય છે. અને આવું એક એવા વિટામિનની ઉણપથી થાય છે, જેના કારણે કોઈપણ વ્યક્તિના માથા પર રહેલા બધા જ વાળ સફેદ થઈ જાય છે. તો ચાલો જાણીએ આવું ક્યાં વિટામિનની ઉણપના લીધે થાય છે અને એ ઉણપને ક્યાં ખોરાક લેવાથી દૂર કરી શકાય?

image source

વિટામિન B12 ની ઉણપથી સફેદ થઈ જાય છે વાળ.

માથાના વાળ સફેદ થવાની સમસ્યા જે વિટામિનની ઉણપથી થાય છે, એ વિટામિન B12 છે. વિટામિન B12 આપણા શરીરના મેટાબોલિઝમ વધારવા માટે ખૂબ જ જરુરી માનવામાં આવે છે. એ આપણા વાળને કુદરતી રીતે કાળા જાળવી રાખવા માટે ક્રિયા કરે છે અને હર ફોલિકલ્સને મજબૂત બનાવે છે. તો ચાલો જાણીએ કેવો ખોરામ લઈને વિટામિન B12ની ઉણપને પુરી કરી શકાય છે?

​દહીં.

image source

દહીં એક એવું ખાદ્ય પદાર્થ છે જેનું સવારે નાસ્તાના રૂપમાં સેવન કરવામાં આવે તો એ આખો દિવસ આપણને પૂરતી માત્રામાં ઉર્જા પ્રદાન કરવાનું કાર્ય કરે છે. વાળને કાળા જાળવી રાખવા માટે દહીંમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે. તમે ઈચ્છો તો ગરમીના દિવસોમાં દહીંની લસ્સી બનાવીને એ પણ પી શકો છો.

સોયા મિલ્ક.

image source

સોયા મિલ્ક તમે કોઈપણ ગ્રોસરી શોપમાંથી ખરીદી શકો છો. સોયા મિલ્ક જુદા જુદા પકવાન બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કેટલીક ગંભીર બીમારીઓને રોકવા માટે પણ સોયા મિલ્કને રોજ પીવાની સલાહ આપવામાં આવે છે.વિટામિન B12ની વાત કરીએ તો સોયા મિલ્કમાં ભરપૂર માત્રામાં વિટામિન B12 રહેલુ હોય છે. આનું સેવન કરવાથી તમારા વાળ પૂરતી માત્રામાં વિટામિન B12નો ઉપયોગ કરી તમારા વાળને કાળા બનાવી રાખશે.


ઈંડા.

image source

ઈંડામાં રહેલા પ્રોટીનનું પ્રમાણ બોડી બિલ્ડીંગ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલું જ નહીં, વાળને કાળા બનાવવામાં ઈંડા અસરકારક રીતે કાર્ય કરે છે કારણ કે એમાં વિટામિન B12 ખાસ્સા પ્રમાણમાં રહેલું હોય છે. તમે ઈચ્છો તો આમલેટના રૂપમાં કે પછી ઈંડાને બાફીને એને ખોરાક તરીકે લઈ શકો છો.

​ચિકન.

જો તમે ચિકનનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવ તો વિટામિન B12ની પૂર્તિ માટે આનાથી વધારે સારો ઓપશન તમારી પાસે હોઈ જ ન શકે. ચિકન બ્રેસ્ટને વિટામિન B12નો સ્ત્રોત માનવામાં આવે છે. જે લોકો વિટામિન B12ની પૂર્તિ કરી પોતાના વાળને કાળા બનાવી રાખવા માંગે છે તો એ લોકો ચિકન બ્રેસ્ટને પોતાના ડાયટમાં સામેલ કરી શકે છે.


સાલમન માછલી.

image source

સાલમન માછલી આપણને ઘણા પ્રકારના રોગોથી બચાવવાનો ગુણ ધરાવે છે. અને એમાં રહેલા પોષક તત્વો પણ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. વળી, વાળને કાળા બનાવી રાખવા માટે આમ વિટામિન B12 પણ રહેલું હોય છે. એટલે જો તમે પણ તમારા માથા પર રહેલા વાળને સફેદ નથી થવા દેવા માંગતા તો સાલમન માછલીનું સેવન કરી શકો છો.


શેલફિશ.

image source

શેલફિશ તમને ફિશ માર્કેટમાં બહુ જ સરળતાથી મળી જશે. એના લીવરમાં વિટામિન B12ની ભરપૂર માત્રા રહેલી હોય છે અને એને વિટામિન B12નો સમૃદ્ધ સ્ત્રોત પણ માનવામાં આવે છે. આનું સેવન કરવાથી પણ તમને પૂરતા પરમાનમ વિટામિન B12 મળી શકે છે. અને તમારા વાળ સફેદ થતા અટકી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત