બાળકના જન્મ પછીના પહેલા કલાકમાં ભૂલથી પણ ના કરતા આ કામો, જાણો બાળક માટે શું કરવુ જોઇએ

બાળકના જન્મ પછીનો પહેલો કલાક માતા અને બાળક બન્ને માટે ઘણો જ અગત્યનો હોય છે. બાળકના જન્મ પછીનો પહેલો કલાક શરૂ થાય એ પહેલાં પ્રસવની ઘણી પીડા પછી બાળકનો જન્મ થાય છે. પ્રસવની પીડા કેટલો સમય ચાલશે એ સ્ત્રીની પહેલી પ્રસુતિ છે કે બીજી કે ત્રીજી એના પર આધાર રાખે છે. જો સ્ત્રીની આ પહેલી પ્રસુતિ હોય તો સ્વાભાવિક છે કે પ્રસવનો સમય વધુ હોય છે, કારણ કે પ્રસવના પહેલા ચરણમાં સ્ત્રીની યોનિની દીવાલો પાતળી થવી, ફેલાવવી, ખેંચાવી અને ધીમે ધીમે બાળકના માથાનું ખસવું જેવી પ્રક્રિયાનો સમાવેશ થાય છે.જ્યારે બીજીવાર માં આ પ્રક્રિયામાં ઓછો સમય લાગી શકે છે.કારણ કે સ્ત્રીની યોની પહેલી પ્રસૂતિની સરખામણીમાં બીજીવાર ઘણી ઢીલી થઈ ગઈ હોય છે. અને આ જ રીતે ત્રીજી પ્રસૂતિમાં આ ચરણનો સમય એના કરતાં પણ ઓછો થઈ જાય છે.

image source

પ્રસવ જો નોર્મલ ડિલિવરીથી થઈ રહ્યો હોય તો બાળક સ્ત્રીના ગર્ભાશયમાં થઈને યોનિમાર્ગથી જન્મ લે છે.જન્મની પ્રક્રિયામાં સૌથી પહેલા બાળકનું માથું યોનિમાંથી બહાર આવે છે. પછી એક ખભો, પછી બીજો ખભો અને પછી બાળકનું આખું શરીર સ્ત્રીની યોનિમાંથી બહાર નીકળે છે. ઘણીવાર પ્રસવ દરમિયાન બાળકના પગ સૌથી પહેલા આવવાની શક્યતાઓ પણ હોય છે. જન્મ સમયે બાળક એક ચીકણા પદાર્થની અંદર હોય છે. જે બાળકનું માથું બહાર આવતા પહેલા જ સ્ત્રીની યોનિમાંથી બહાર આવીને ફાટી જાય છે. ફાટી ગયા પછી એમાંથી એમનીઓટિક દ્રવ્ય નીકળવા લાગે છે. પણ જો બાળકનો જન્મ સી-સેક્શન એટલે કે ઓપરેશન દ્વારા થાય છે તો એની પ્રક્રિયા ઘણી અલગ હોય છે.

બાળકના જન્મ પછીનો પહેલો કલાક: જન્મ પછી શું થાય છે?

નાળને કાપવી.

જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એ એક નાળ સાથે જોડાયેલું હોય છે જેને નાડી પણ કહેવાય છે. એનો રંગ સફેદ હોય છે. અને એ જોવામાં દોરી જેવી હોય છે. એને સ્પર્શ કરીને બાળકના ધબકારા જાણી શકાય છે. આ નાળ માતાના ગર્ભમાં રહેલા બાળકના શરીરમાં લોહી અને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે. આ નાળનો એક છેડો બાળકની નાભિ અને બીજો છેડો માતાના ગર્ભાશયની દીવાલ સાથે ચોંટેલો હોય છે

image source

સામાન્ય રીતે જોઈએ તો બાળક જ્યારે જન્મ પછી રડવા લગે છે ત્યારે જ ડોકટર આ નાળને કાપીને અલગ કરે છે. બાળક રડવાનું શરૂ કરે એટલે એની ચામડીનો રંગ ગુલાબી થઈ જાય છે. જેનાથી સાબિત થઈ જાય છે કે બાળકનું હૃદય અને ફેફસા સક્રિય છે. આ તપસ્યા પછી ડોકટર કે નર્સ નાળને બાળકની નાભિથી લગભગ 8 થી 10 સેમી દૂરથી એક કલેમ્પ લગાવીને કાપી નાખે છે. જે બીજા 24 કલાકમાં બાળકની નાભિ સાથે ચોંટી રહીને સુકાતી રહે છે અને પછીના સાત દિવસમાં આ નાળ સુકાઈને આપમેળે જ બાળકની નાભિમાંથી ખરી જાય છે.

બાળકનું મોઢું અને નાક સાફ કરવું.

image source

બાળકના જન્મ પછી સૌથી પહેલા બાળકનું મોઢું અને નાક સાફ કરવામાં આવે છે. જો બાળકના મોઢામાં કોઈ પ્રકારનો પદાર્થ જતો રહ્યો હોય કે જન્મ સમયે નીકળતી મેલીનું દ્રવ્ય એના મોઢામાં જતું રહ્યું હોય તો એને પણ ડોકટર કે નર્સ સાફ કરે છે. ક્યારેક ક્યારેક આ પદાર્થોને સાફ કરવા માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે મશીનનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે આ પદાર્થ બાળકની શ્વાસનળીમાં જતો રહ્યો હોય. એ પછી બાળકની આંખોને સાફ કરવામાં આવે છે.

બાળકને કાપડમાં લપેટવું જેથી એના શરીરનું તાપમાન જળવાઈ રહે.

બાળકના શરીરને બરાબર સાફ કર્યા પછી ડોકટર બાળકને એક સાફ, મુલાયમ અને હલકા કાપડમાં વીંટી લે છે, જેથી કરીને બાળકના શરીરનું તાપમાન જળવાઈ રહે છે.

સ્વાસ્થ્યની તપાસ કરવી.

image source

બાળકના જન્મના પહેલા કલાકમાં જ ડોકટર બાળકની શ્વાસ લેવાની કાર્યક્ષમતા, બાળકના હૃદયના ધબકારા, ચામડીનો રંગ, હાથ અને પગ હલાવવા, બાળકની ચામડીને અડતા બાળકની પ્રતિક્રિયા આ બધી જ વાતો પર નજર રાખે છે.જેને એપગાર કહેવામાં આવે છે. જો બાળક બધી રીતે સામાન્ય હોય તો એ પછી ડોકટર બાળકના કાનની સાથે સાથે બાળકના શરીર પર લાગેલા લોહી કે અન્ય દ્રવ્યોને સાફ કરે છે.

એપગારની પ્રક્રિયામાં ડોકટર બાળકના જન્મની એક મિનિટ અને 5 મિનિટ બાદ નવજાત બાળકની સ્થિતિઓનું મૂલ્યાંકન કી છે અને 10ની અંદર ગુણ આપે છે.એમ સમાવેશ થાય છે-

બાળકની શારીરિક ગતિવિધિ

બાળકનો પલ્સ રેટ

બાળકનું મોઢું બગડવુ કે ચીડિયાપણું થવું.

બાળકના રંગમાં થતો ફેરફાર

બાળકના શ્વાસની ઝડપ.

જો બાળકને 7 થી 10ની વચ્ચે ગુણ મળે છે તો એનો અર્થ છે કે બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પણ જો બાળકને 4 થી 6ની વચ્ચે ગુણ મળે તો એનો અર્થ એવો હોઈ શકે કે બાળકને ઓક્સિજન લેવામાં કોઈ પ્રકારની તકલીફ પડી શકે છે. અને જેના પર નજર રાખવું ખૂબ જરુરી થઈ પડે છે.પણ જો બાળકને 3 કે એનાથી ઓછા ગુણ મળે તો એનો અર્થ છે કે બાળકનું જીવન જોખમી છે.જેના માટે મેડિકલ કેર અને ડિવાઇસની મદદની જરૂર પડી શકે છે.

નાળ કાપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

image source

સૌથી પહેલા નાળને હંમેશા બાળકની નાભિથી 8 થી 10 સેમી દૂરથી જ કાપવી જોઈએ.

નાળ કાપતા પહેલા માપેલાં અંતરે એક કલીપ લગાવવી જોઈએ. જેથી નાળમાં બહારની હવા ન જઈ શકે અને એમાંથી કોઈપણ પ્રકારનું દ્રવ્ય ન ટપકે.

નાળ કાપ્યા પછી, બાળકની નાભિ સાથે જોડાયેલી નાળને કોઈપણ વસ્તુના સંપર્કમાં ન આવવા દેવી. કારણ કે એ બહુ જ જલ્દી સંક્રમિત થઈ જાય છે અને બાળકના સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું કરી શકે છે.

નાળ કાપ્યા પછી ડોકટર એના પર દવા લગાવે છે. જ્યાં સુધી નાળ બાળકના શરીર સાથે જોડાયેલી હોય છે ત્યાં સુધી રોજ એના પર દવા લગાવતા રહેવું ખૂબ જરૂરી છે.

બાળકનું રડવું.

image source

જન્મ્યા પછી તરત બાળકનું રડવું ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે રડવાનું શરૂ કર્યા પછી જ બાળકના શરીરમાં ઓક્સિજન અને લોહીનું સંચાર શરૂ થાય છે. અને એ જ કારણે બાળકનો રંગ ગુલાબી થઈ જાય છે. જેના પરથી ખ્યાલ આવે છે કે બાળકનું શરીર સારી રીતે કામ કરે છે.

જન્મ્યા પછીની રસી.

image source

આ બધી જ પ્રક્રિયા પુરી થયા બાદ ડોકટર તમારા બાળકના શરીરમાં લોહીના ભરાવાને ઠીક કરવા અને રક્તસ્ત્રાવ જેવા વિકારોને રોકવામાં મદદ કરે એવા વિટામિન કે નું ઇન્જેક્શન લગાવી શકે છે. એ પછી પિતા કે પરિવારની મંજરીથી બાળકના જન્મ પછી હિપેટાઇટિસ બી ની રસી પણ મૂકી શકે છે.

શારીરિક તપાસ કરવ

બાળકના જન્મ પછીનો પહેલો કલાક કેવો હશે એ દરેક દવાખાના મુજબ અલગ અલગ હોઇ શકે છે. કેટલાક દવાખાનામાં બાળકના જન્મના પહેલા કલાકમાં જ એની શારીરિક તપાસ કરવાના આશયથી નવજાત બાળકના બ્લડ સુગરની તપાસ કરવામાં આવે છે. જે માટે ડોકટર બાળકના લોહીનો નમૂનો લે છે.

એ સિવાય, પીકેયું અને જન્મજાત થતી અન્ય બીમારીઓની તપાસ કરવા માટે નવજાત બાળકનો સ્ક્રીનીંગ બ્લડ ટેસ્ટ પણ કરી શકે છે.

બાળકને માતાનું દૂધ પીવડાવવું.

image source

બાળકની શારીરિક તપાસ લગભગ 30 થી 40 મિનિટમાં પુરી થઈ જાય છે. એ પછી બાળકને માતાને સોંપી દેવામાં આવે છે જેથી માતા એને બ્રેસ્ટ ફિડિંગ કરાવી શકે. આ કામમાં માતાની મદદ કરવા નર્સ ત્યાં હાજર રહે છે.

જો તમારા બાળકનો જન્મ નોર્મલ ડિલિવરીથી થયો હોય તો પ્રસૂતિના 48 કલાક પછી તમે ઘરે જઈ શકો છો, પણ જો બાળકનો જન્મ સી-સેક્શનથી થયો હોય તો લગભગ 96 કલાક પછી તમે ઘરે જઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત