કમરના દુખાવાથી કંટાળી ગયા છો? તો આ ટિપ્સ ફોલો કરીને માત્ર અઠવાડિયામાં જ દુખાવાને કરી દો ગાયબ

લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી ઘણી વખત પીઠનો દુખાવો થાય છે.પીઠનો દુખાવો કેલ્શિયમની ઉણપ,ગેસ,ચેતા પરના અસામાન્ય દબાણને કારણે થઈ શકે છે.આ સમસ્યા ઓફિસમાં કામ કરતા લોકોમાં વધુ જોવા મળે છે,કારણ કે આખો દિવસ તેમને બેસીને જ કામ કરવું પડે છે,તેથી તેમને વારંવાર કમરના દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.જો તમને વારંવાર કમરનો દુખાવો થાય છે,તો તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવીને આ પીડાથી છૂટકારો મેળવી શકો છો.તો ચાલો અમે તમને જણાવીએ કે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે શું કરવું જોઈએ.
જાણો કમરનો દુખાવો કેમ થાય છે.

image soucre

આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો કમરના દુખાવાની સમસ્યા સહન કરી રહ્યા છે.ખાસ કરીને યુવાનો આ સમસ્યાથી વધુ પરેશાન છે.હકીકતમાં આપણી પીઠ તેના પર ટકી છે,જે 33 હાડકાંથી બનેલી છે, લવચીક હાડકાં અને સ્નાયુઓ વગેરેથી બનેલી હોય છે.કામ દરમિયાન કલાકો સુધી બેસવું,ભારે કામ કરવાથી દુખાવો,ખોટી સ્થિતિમાં બેસવું અને અચાનક ઉભું થવું અથવા ફરવું વગેરે,આ બધું તે હાડકાને નુકસાન પહોંચાડે છે,જે કરોડરજ્જુને સીધી અસર કરે છે અને જે ત્યાં અસર થવાથી કમરનો દુખાવો થાય છે અને તે કમરનો દુખાવો ગંભીર રોગનું સ્વરૂપ લે છે.તેથી આ સમસ્યા થતા જ આનું નિવારણ કરવું જરૂરી છે.

-કમરના દુખાવાથી રાહત મેળવવા માટે એક લીંબુનો રસ કાઢો અને તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો.દરરોજ આ મિક્ષણ પીવાથી કમરના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

image source

-એક ચમચી આદુના રસમાં અડધી ચમચી શુદ્ધ ઘી ઉમેરો.અને આ મિક્ષણ દરરોજ સવારે અને સાંજે બે સમય પીવો.થોડા દિવસોમાં જ તમારા કમરનો દુખાવો ગાયબ થઈ જશે.

-દરરોજ આમળાનો ટુકડો ખાવાથી કમરના દુખાવાની સમસ્યામાં ટૂંક સમયમાં જ ઘણી રાહત મળશે.

-લીમડાનાં પાનનો ઉકાળો બનાવો અને તે ગરમ ગરમ ઉકાળામાં કોટન પલાળો.ત્યારબાદ કમરમાં જે બાજુ દુખાવો થાય છે ત્યાં આ કોટન મુકો.આ ઉપાયથી કમરના દુખાવામાં મોટી રાહત મળશે

image source

-કમરનો દુખાવો દૂર કરવા માટે કસરત એ સરળ ઉપાય છે.પીઠ અને પેટની કસરતો કરવાથી સ્નાયુઓ અને હાડકાઓ મજબૂત બને છે.તે મચકોડ અને અચાનક ઇજાને કારણે થતા દુખાવાથી પણ રાહત આપે છે.નિયમિત કસરત અને યોગ સ્નાયુઓના ખેંચાણ અને ઈજાની સમસ્યાઓથી રાહત આપે છે.કમરના દુખાવાની સારવારમાં ફિઝિકલ થેરાપિસ્ટ ખૂબ જ ઉપયોગી છે.કમરમાં થતો દુખાવો દૂર કરવા માટે તમે ફિઝિકલ થેરાપિસ્ટ પાસે પણ સાચી કસરતો વિશે માહિતી લઈ શકો છો.

image source

-બરફનો શેક કમરનો દુખાવો ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.કોઈ જગ્યાએ ઈજાને કારણે કમરમાં થતા દુખાવામાં બરફનો શેક કરવાથી ઘણી રાહત મળે છે.અચાનક થતા કમરના દુખાવામાં અથવા ઍક્સિડન્ટના કારણે જો કમરમાં લાગ્યું હોય તો 24-48 કલાકની અંદર બરફનો શેક કરવાથી ઘણો ફાયદો થાય છે.બરફનો નિયમિત ઉપયોગ કરવાથી કમરમાં થતો દુખાવો દૂર થાય છે.

– વ્યક્તિને કામ કરવાની સાથે આરામ કરવો પણ જરૂરી છે.લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી કમર,ખભા અને ગળામાં દુખાવો થઈ શકે છે.ઓફિસમાં એક જ જગ્યા પર બેઠા રહેવાથી આ સમસ્યા વધી શકે છે,તેથી કામ કરતા-કરતા થોડા સમયમાં પછી થોડું ચાલવું જોઈએ.જેથી કમરના દુખાવામાં થોડી રાહત મળે.

image source

– સારી ઊંઘ પણ કમરના દુખાવાને દૂર કરવા માટે સારો ઉપાય છે.વ્યક્તિએ હંમેશા એવા કડક ગાદલા પર જ સૂવું જોઈએ જ્યાં એમની કમર સીધી રહી શકે.નરમ અને આરામદાયક ગાદલા પર સૂવાથી કમર સીધી નથી રહેતી અને કમરમાં દુખાવો થવાની સંભાવના પણ વધી જાય છે.

image source

-આવશ્યક પોષક તત્વોથી ભરપુર ખોરાક શરીરમાં ઓછા ખનિજોની માત્રાને પૂર્ણ કરે છે,જે કમરનો દુખાવો ઘટાડવામાં મદદ કરે છે.તમારે હંમેશા એવા આહારનું સેવન કરવું જોઈએ જેમાં પ્રોટીન,ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફોસ્ફરસ અને રેસા હોય.આ પોષક તત્વો કમરનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે અને સંધિવા અને ઓસ્ટિઓપોરોસિસ રોગો પણ અટકાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત