Site icon Health Gujarat

બાફેલા બટેટાનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો મજબૂત થશે જ સાથે આ સમસ્યા પણ દૂર થશે

બાફેલા બટાકામાં વિટામિન સી, બી કોમ્પ્લેક્સ, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝિંક સહિતના બટેટામાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે બ્લડપ્રેશરની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે. બટેટા હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. સ્વસ્થ રહેવા માટે બાફેલા બટેટાનું સેવન કરવું જોઈએ. ભારતમાં ભાગ્યે જ કોઈ ઘર હશે જ્યાં બટાકાનો ઉપયોગ ખોરાકમાં ન કરવામાં આવતો હોય.

image source

ભારતીય ક્યારેય પણ બટાટાથી દૂર રહી શકતા નથી કારણ કે તે એક શાકભાજી છે જેનો ઉપયોગ લગભગ દરેક શાકભાજી સાથે કરવામાં આવે છે. ઘણા લોકોને બટેટા એટલા પસંદ હોય છે કે તેમને બટેટાની જરૂર બધા જ સમય હોય છે, પરંતુ શું તમે જાણો છો કે બાફેલા બટેટા ખાવા એ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બાફેલા બટેટાનું સેવન કરવાથી ઘણી સમસ્યા આપણાથી દૂર રહે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે બાફેલા બટેટાનું સેવન કરવાથી શું ફાયદાઓ થાય છે.

Advertisement
image source

બટેટા ના ખાવા આવી ગેરસમજો લોકોની અંદર બની ગઈ છે, જેને દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે લોકો બટેટાને આરોગ્ય માટે હાનિકારક માને છે તેઓએ આ બાબતે અહીં જાણવું જરૂરી છે. બટેટામાં મેગ્નેશિયમ, આયરન, ઝીંક અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વો હોય છે જે આપણા શરીરમાં આ તત્વોની ઉણપ દૂર કરે છે. લોકોને ખબર હોવી જોઇએ કે બટેટા બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં સક્ષમ છે અને તે કેન્સર જેવી અનેક ગંભીર સમસ્યાઓથી માનવ શરીરને સુરક્ષિત રાખે છે. ડોકટરો કહે છે કે બાફેલા બટેટા ખાવાથી મનુષ્યને ઘણા ફાયદા થાય છે.

બ્લડ-પ્રેશર

Advertisement
image source

બટેટા મેગ્નેશિયમનો સ્રોત માનવામાં આવે છે. મેગ્નેશિયમ આપણા શરીરમાં બ્લડ-પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી જ ડોકટરો બાફેલા બટેટા ખાવાની સલાહ આપે છે.

પાચક શક્તિ

Advertisement

બટેટા કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે, કાર્બોહાઇડ્રેટ આપણી પાચન શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેમની પાચન શક્તિ નબળી છે તેમણે બાફેલા બટેટા ખાવા જોઈએ.

સંધિવા

Advertisement
image source

વિટામિન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સહિત બટેટાની અંદર ઘણા પોષક તત્વો જોવા મળે છે. સંધિવાથી પીડિત લોકોએ બાફેલા બટેટા ખાવા જ જોઇએ. બટેટામાં રહેલા પોષક તત્વો સંધિવાને દૂર કરવામાં મદદ કરે છે.

સોજાની સમસ્યા

Advertisement

જેમને શરીરના જુદા જુદા ભાગોમાં સોજોની સમસ્યા હોય છે, તેઓએ બાફેલા બટેટા ખાવા જોઈએ. બટેટામાં વિટામિન સી, પોટેશિયમ અને વિટામિન બી 6 હોય છે, જે આંતરડા અને પાચન તંત્રમાં થયેલા સોજા ઘટાડે છે.

અલ્સર

Advertisement
image source

ઉનાળાની ઋતુ દરમિયાન દરેક વ્યક્તિના મોમાં અલ્સર હોય જ છે, જેથી વ્યક્તિને જમવા અથવા પાણી પીવામાં પણ તકલીફ પડે છે. બાફેલા બટેટા ખાવાથી આ સમસ્યાથી ત્વરિત રાહત મળે છે.

હૃદય

Advertisement

બટેટા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. બાફેલા બટેટા ખાવાથી કોલેસ્ટરોલની સમસ્યા દૂર થાય છે, તેથી તેનું સેવન હૃદયને સ્વસ્થ રાખવા માટે કરી શકાય છે. એક અહેવાલ મુજબ, શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર વધવાથી હૃદયને ખરાબ અસર થઈ શકે છે. આ ઉપરાંત, બટેટામાં ફાઇબર ભરપૂર હોય છે, જે વજનને નિયંત્રણમાં રાખે છે. વધતું વજન બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે અને હાઈ બ્લડ પ્રેશર સ્ટ્રોકનું કારણ બની શકે છે. પોટેશિયમ જેવા તત્વો પણ બટેટામાં જોવા મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે કામ કરી શકે છે. એક સંશોધન મુજબ, પોટેશિયમયુક્ત ખોરાકનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ શકે છે અને બ્લડ પ્રેશર સાથે સંકળાયેલ રક્તવાહિની રોગોના જોખમ સામે રક્ષણ આપે છે.

હાડકા

Advertisement
image source

હાડકાને સ્વસ્થ રાખવા માટે બાફેલા બટેટા ફાયદાકારક છે. બટેટા મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે હાડકાં માટે જરૂરી પોષક તત્વોમાં ગણાય છે. મેગ્નેશિયમ હાડકાંના વિકાસમાં મદદ કરી શકે છે. હાડકાં માટેનું સૌથી મહત્વપૂર્ણ પોષક બટેટામાં જોવા મળે છે. હાડકાંના વિકાસ અને મજબૂતીકરણમાં કેલ્શિયમની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ ઓસ્ટીયોપોરોસિસનું કારણ બની શકે છે, જેનાથી હાડકાં નબળા અને નાજુક બને છે.

આ ઉપરાંત, કેલ્શિયમની ઉણપ હાડકાની વૃદ્ધિને રોકી શકે છે તેમજ અસ્થિભંગનું કારણ પણ બની શકે છે. શરીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ જાળવવા માટે, તમે બટેટાને દૈનિક આહારમાં પણ શામેલ કરી શકો છો. ઓસ્ટિઓપોરોસિસ જેવા હાડકાના રોગ પાછળનું મુખ્ય કારણ શારીરિક નબળાઇ અથવા વજનમાં વધુ ઘટાડો હોય શકે છે. આ સમસ્યા દૂર કરવા માટે બાફેલા બટેટાનું સેવન કરી શકાય છે, કારણ કે બટાટા કેલરી અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે, જે તમારા હાડકાને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરી શકે છે.

Advertisement

કિડની સ્ટોન

image source

કિડની સ્ટોન દૂર કરવામાં પણ બાફેલા બટેટા ફાયદાકારક છે. બટેટા પોટેશિયમનો સ્રોત છે અને શરીરમાં પોટેશિયમ પૂરતા પ્રમાણમાં હોવાથી તે સ્ટોનને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, બટેટામાં હાજર ફાઇબર પણ કિડનીનો સ્ટોન બહાર કાઢવામાં મદદ કરી શકે છે. વૈજ્ઞાનિક અધ્યયન અનુસાર, સ્ત્રીઓમાં મેનોપોઝ પછી ફાઇબરનું સેવન કિડની સ્ટોન સામે રક્ષણાત્મક ભૂમિકા ભજવી શકે છે.

Advertisement

ડાયરિયા

બટેટામાં ઝીંક જેવા આવશ્યક પોષક તત્વો હોય છે, જે ડાયરિયાની સમસ્યા દૂર કરવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે.વૈજ્ઞાનિક સંશોધન દ્વારા પણ આ બાબતે પુષ્ટિ મળી છે કે ઝીંક ડાયરિયાની સમસ્યા દૂર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત બટેટા સોડિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે અસરકારક ઇલેક્ટ્રોલાઇટ્સ છે. આ તત્વો ડાયરિયાની સમસ્યા દૂર કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે.
રોગપ્રતિકારક શક્તિ

Advertisement

બટેટા વિટામિન-સીથી ભરપૂર છે, જેને આપણે અસરકારક રોગપ્રતિકારક શક્તિ બુસ્ટર તરીકે જાણીએ છીએ, વિટામિન-સી એ અસરકારક એન્ટીઓકિસડન્ટ છે, જે રોગપ્રતિકારક શક્તિના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે શરીરમાં આયરન જેવા પોષક તત્ત્વોને શોષવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, બટેટા ફાઇબરથી ભરપૂર છે અને ફાઇબર રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

અનિંદ્રાની સમસ્યા

Advertisement
image source

બટાટા ખાવાના ફાયદામાં અનિંદ્રાની સમસ્યા દૂર કરવી પણ શામેલ છે. એક અહેવાલ મુજબ, બટાટા વિટામિન-સીથી ભરપૂર છે અને વિટામિન-સી ન્યુરોટ્રાન્સમીટર ઉત્પન્ન કરે છે. ન્યુરોટ્રાન્સમિટર મગજની કામગીરીને સુધારીને મૂડ અને ઊંઘને નિયંત્રણમાં રાખી શકે છે. આ ઉપરાંત, વિટામિન-સી અસ્વસ્થતા, તાણ, હતાશા અને થાકને દૂર કરવા માટે કાર્ય કરી શકે છે, જે અનિંદ્રાની સમસ્યા દૂર કરવામાં મદદગાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version