બાળકનું વજન વધારવા ખવડાવો આ વસ્તુઓ, નહિં તો મુકાશો મુશ્કેલીમાં

બાળકોનુ ખાનપાન યોગ્ય ન હોવાને કારણે તેમનુ વજન વય મુજબ નથી વધી શકતુ. બાળકોનુ વજન વધારવામાં ભોજન સૌથી વધુ સહાયક હોય છે. જ્યારે કે ખાવા મામલે બાળકો ખૂબ જ નખરા કરે છે. આવામાં મતા પિતાને સમજાતુ નથી કે બાળકોને શુ અને કેવી રીતે ખવડાવવામાં આવે કે તેમનુ વજન પણ સંતુલિત રહે. જો તમારા બાળકો પણ આવુ જ કરે છે તો આજે અમે તમને કેટલાક ફૂડ્સ વિશે બતાવીશુ જે તમારા બાળકો માટે ખૂબ લાભકારી છે.

image source

ઘણા બાળકોનું વજન તેમની ઉંમર કરતા ઓછું હોય છે, જેના કારણે માતા-પિતાને તેમની ખૂબ ચિંતા રહે છે. આવી સ્થિતિમાં બાળકના ખોરાકમાં કેટલીક હેલ્ધી વસ્તુને સામેલ કરીને તમે તેમનું વજન વધારી શકો છો. બાળકોનું વજન ઓછું હોવું તે તેમના માતા-પિતા માટે ચિંતાનું કારણ બની જાય છે. કેટલાક બાળકોનું વજન તો પૂરતો ખોરાક લેવા છતાં વધતું નથી. ખૂબ ઓછા બાળકો હેલ્ધી હોય છે અને માતા-પિતાને તે ફરિયાદ રહેતી હોય છે કે, તેમનું બાળક પાતળું, નબળું અને અંડરવેટ છે. જો તમે પણ આવું લાગતું હોય તો તેમના ભોજનમાં કેટલીક વસ્તુઓ સામેલ કરીને વજન વધારવામાં મદદ કરી શકો છો.

કેળા

image source

કેળા પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી6 અને કોર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. તેમાં કેલેરીની માત્રા પણ સારા પ્રમાણમાં હોય છે, જેનાથી બાળકને વજન વધવામાં મદદ મળે છે, બાળક નાનું હોય તો કેળાને મસળીને અને મોટું હોય તો તેમાંથી સ્મૂધી અથવા શેક બનાવીને આપી શકો છો.

શક્કરિયા

image source

શક્કરિયાને બાફીને મેશ કરીને નાના બાળકોને ખવડાવો. તે પૌષ્ટિક હોય છે અને સરળતાથી પચી જાય છે. શક્કરિયા વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી6, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગેનીઝથી ભરપૂર હોય છે. શક્કરીયામાં ડાયટ્રી ફાઈબર પણ મળી આવે છે. તમે તેમાંથી પ્યૂરી બનાવીને બાળકને આપી શકો છો.

દાળ

image source

દાળમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર અને પોટેશિયમ હોય છે. છ મહિનાના બાળકને દાળનો સૂપ કે પાણી પણ આપી શકો છો. બાળકને દાળની ખીચડી પણ ખવડાવી શકો છો. 7થી 9 મહિનાના બાળકને તમે દલિયા આપી શકો છો.

ઘી અને રાગી

image source

ઘીમાં પોષક તત્વોની માત્રા વધારે હોય છે. આઠ મહિનાના બાળકને ઘી ખવડાવવાનું શરૂ કરી શકો છો. દલિયા અથછવા ખીચડી કે દાળના સૂપમાં ઘી ઉમેરીને બાળકને આપી શકો છો. આમ કરવાથી બાળક હેલ્ધી રહેશે અને વજન પણ વધશે.

– આ સિવાય બાળકનું વજન વધારવા અને સ્વસ્થ વિકાસ માટે રાગી સુપરફૂડનું કામ કરે છે. તે ડાયેટ્રી, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન અને અન્ય ખનિજ પદાર્થોથી ભરપૂર હોય છે.

ઈંડા અને આવાકાડો

ઈંડા પ્રોટીનથી ભરપૂર હોય છે. બાળક એક વર્ષનું થાય પછી તમે તેને ઈંડા ખવડાવી શકો છો. તેમાં સેચુરેટેડ, ફેટ, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે. તમે ઈંડાને બાફીને બાળકને આપી શકો છો.

image source

– આવાકાડો વિટામિન ઈ, સી, કે અને ફોલેટ, કોપર, ડાયેટ્રી ફાયબર તેમજ પેંટોથેનિક એસિડયુક્ત હોય છે. તેમાં ઉચ્ચ માત્રામાં ફેટ હોય છે. તમે મિલ્ક શેકમાં આવાકાડો ઉમેરીને આપી શકો છો.

મલાઈ સહિત દૂધ પીવડાવો

image source

તમે ભલે તમારુ વજન સંતુલિત રાખવા માટે મલાઈ વગરનુ દૂધ પીતા હોય પણ જો તમારા બાળકોનુ વજન ઓછુ છે તો તેને મલાઈવાળુ દૂધ પીવડાવો. જો તેને પીવામાં સારુ નથી લાગતુ તો શેક બનાવીને આપો. યાદ રાખો કે તેનુ વજન વધારવા માટે તેના શરીરમાં મલાઈ પહોંચવી જરૂરી છે.
સ્પ્રાઉટ

image source

બાળકોને નિયમિત રૂપથી સ્પ્રાઉટ અર્થાત અંકુરિત દાળ ખવડાવો. તેનાથી પણ વજન યોગ્ય રીતે વધશે. જો બાળક ખૂબ નાનુ હોય તો તેને દાળનુ પાણી પીવડાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત</stron