બાળકોની દેખરેખમાં કામની છે આ ટિપ્સ, મહિલાઓને મળશે ખાસ મદદ
લાઇફસ્ટાઇલ ડેસ્ક: વર્કિંગ વુમનને માટે બાળકોની દેખરેખ કરવી એ મોટી જવાબદારી હોય છે. તેઓ ખાસ કરીને બહારના અને ઘરના કામોને બાળકોની સાથે એડજેસ્ટ કરી શકતી નથી. પહેલાં બાળકો હોવા એક સામાન્ય વાત હતી. તેના ક્લીનિંગથી લઇને કેના ફૂડનું ધ્યાન રાખવાનું મુશ્કેલ હતું, એવામાં વર્કિંગ વુમનને માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જે તેમને પોતાના કામની સાથે સાથે બાળકોનું ધ્યાન રાખવામાં મદદ કરી શકે છે.
રૂટિન તૈયાર કરો

બાળકોને તૈયાર કર્યા બાદ તમે જ્યારે ઓફિસ જોઇન્ટ કરો છો ત્યારે એક ખાસ રૂટિન હોવું આવશ્યક છે. તેમાં ધ્યાન આપો કે કયા સમયે કઇ ચીજને કેટલા સમયમાં તમે મેનેજ કરી શકો છો. આ રીતે ટાઇમ મેનેજમેન્ટ કરીને તમે અનેક મુશ્કેલીઓને જાતે જ શોધી શકો છો.
વ્યવસ્થિત રાખો

બાળકોની નાની નાની ચીજોના અલગ બોક્સ બનાવી દો. તેના કારણે તમારો તેને શોધવાનો સમય બચી જશે અને સાથે બાળકોનો સામાન એવી જગ્યા પર રાખો જે તમારી હાથવગી જગ્યાઓમાંની હોય. ઘરના અન્ય ખાસ સામાનોને માટે અલગથી બોક્સ રાખો. તેનાથી તમારો ઘણો સમય બચી શકે છે.
જાણો કે વર્કિંગ વુમન હોવા છતાં તમે કઇ રીતે તમારા બાળક અને કામને મેનેજ કરી શકો છો.
પાર્ટનરની લો મદદ

જો તમારું બાળક નાનું છે અને તમે એક વર્કિંગ વુમન છો તો તમે તેમને પણ આવા નાના મોટા કામ કરવાને માટે કહી શકો છો. અહીં તેઓ તમારી મદદ કરે તો તમારા અનેક કામ સરળતાથી પતી શકે છે. તેઓ પણ તમારી સ્થિતિને સમજે છે કે એકલા આ બધું હેન્ડલ કરવું તમારા માટે ઘણું મુશ્કેલ હોય છે.
મેડ રાખો

જો તમે જોબ કરો છો અને વિભક્ત કુટુંબમાં રહો છો તો તમારા માટે મુશ્કેલી આવી શકે છે. અહીં તમે તમારા બાળકને કોઇ ડે કેર સેન્ટરમાં પણ મૂકવા ઇચ્છતા નથી તો તમે તેના માટે એક મેડ રાખી શકો છો. તે તમારા બાળકને સારી રીતે સાચવવામાં તમારી મજજ કરી શકે છે. જ્યારે તમે તેને કામ પર રાખો ત્યારે તેની તમારી આવશ્યકતાઓને સમજાવો અને સાથે તમે તેને એ રીતે ટ્રીટ કરો જેથી તમારું બાળક તમે ઇચ્છો છો તે રીતે સચવાય. આ રીત પણ તમારા માટે લાભદાયી બને છે.
બાળકના સંપર્કમાં રહો

જ્યારે તમે કામ પર હોવ છો ત્યારે કામની સાથે દિવસમાં 2-3 વાર બાળકનો સંપર્ક કરવાનું ભૂલશો નહીં. તમે તેને જેની પણ પાસે રાખ્યું હોય તેની સાથે વાત કરો અને સાથે બાળકના હાલચાલ પૂછતાં રહો. શક્ય હોય તો ઓફિસ બ્રેકના સમયે તમે તેને મળવા પણ જઇ શકો છો. તે તમારા બાળકની સાથેના સંબંધને ખાસ બનાવે છે. તમે દૂર રહો છો છતાં તેની કેર સારી રીતે કર્યાનો સંતોષ મેળવી શકો છો.
પ્રાથમિકતા બદલો

અહીં તમારી પ્રાથમિકતામાં પરિવર્તન આવે તે સ્વાભાવિક છે. જે પણ કામ કરો છો તેને એ રીતે કરો તે જેનાથી તમારા બાળક પર કોઇ નેગેટિવ અસર ન થાય. તેની સફાઇ રાખવાનું ભૂલો નહીં અને સાથે તમે એક સારી રીતે ઘરમાં વર્તો તે પણ આવશ્યક છે. જો તમે પ્રેમથી રહો છો તો તમારા બાળક પણ આવું જ શીખે છે. માટે તમારી આદતો અને વર્તણૂંક પર ધ્યાન આપો તે આવશ્યક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત