જો અપનાવશો આ 5 ટ્રિક, તો તમારું બાળક ગેજેટ્સથી રહેશે દૂર

લોકડાઉન માં બાળકો ને કેવી રીતે યંત્રો થી રાખશો દૂર અને તેની ખરાબ અસર થી બચવાના પાંચ રસ્તા જાણી લો.

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણને કારણે વધતા ખતરાને જોતા દેશના તમામ શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ બની રહી છે. લોકો પોત-પોતાના ઘરમાં કેદ થઈ રહ્યા છે. માત્ર ભારત જ નહી, દુનિયાના ઘણા દેશ જેવા કે, ચીન, ઈટલી, સ્પેન, લંડન જેવી દેશમાં પૂર્ણ રીતે લોકડાઉનની સ્થિતી ચાલી રહી છે. ત્યારે બાળકો સ્કૂલ બંધ છે ત્યારે તે લોકો ઘરની બહાર રમવા જઈ શકતા નથી. ત્યારે તે મહત્તમ સમય સ્માર્ટફોન માં ગેમ રમવા માં નીકળે છે. એની અસર હૃદય અને મગજ માં ખરાબ અસર થાય છે. અને જો બાળકો ને યંત્રમા રસ આવી ગયો છે તો તેને પુસ્તકો વાંચવા ગમશે નહીં. આજકાલ સ્માર્ટફોન માં ઓનલાઇન રમત ની હારમાળ થઈ ગઈ છે.

image source

વધારે ગમે માં ખૂન ની અને એવી ખરાબ વસ્તુ બતાવા માં આવે છે. મગજ પર વિપરીત અસર પડે છે.સાયકોલોજીના વિધવાન નું માનવું છે કે સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક યંત્રો થી દુર રાખવા જોઈએ. તો ચાલો જાણીએ.

1. સ્માર્ટફોન બાળકોની પહોંચ થી દુર રાખો.

જો તમે વારંવાર ફોન વાપરતા નથી તો એવી રીતે અને એવી જગ્યા પર રાખો બાળકો પહોંચી ના શકે. અને જો એમના પહોંચ માં હશે તો તરત લઈ ને ગેમ રમશે.પછી તમે ના નહીં પડી શકો. અને જો તમે જબરદસ્તી થી ફોન લેશો તો એ રોસે અને જિદ્દ કરશે. જેથી અસર ખરાબ પડશે.

image source

2. ફોન લૉક રાખો.

બાળકો તમારો ફોન વાપરી ના શકે તો તમારો ફોન લૉક રાખો. પાસવર્ડ રાખો. જેથી બાળક થી ફોન ખુલશે નહીં અને એ બીજી પ્રવૃત્તિ કરશે. પણ આજ કાલ ના બાળકો બહુ સ્માર્ટ છે. આ બાબત એ સમજે છે કે ફોન લૉક છે.અને આપણને પાસવર્ડ પૂછે છે. આવી હાલત માં એ વસ્તુ ટાળવી જ યોગ્ય છે.

image source

3. હોમવર્ક આપો.

બાળકો ને ઘર માં ભણવા માટે હોમવર્ક આપો જેથી મગજ એમાં રહેશે. ભણવાનો સમય નક્કી કરો. પછી ચેક કરો હોમવર્ક પૂરું થયું છે કે નહીં. અને લાંબા સમય સુધી પુસ્તકો અને ભણવાથી દૂર રહેશે તો તેને પછી સ્કૂલ માં મન લાગશે નહીં. અને પાછળ પડી શકે છે.

4. ઇન્ડોર રમતોમાં લગાવો.

યંત્ર થી દુર રાખી ને એને ઘરની અંદર રમી શકાય એવી રમત માં પોરવી દો. લુડો, કેરમ,શતરંજ,ચેસ આવી રમત રામાડો. અને આ રમત માં એમનો સાથ આપો તેમને સારું લાગશે.

image source

5 ક્રિએટિવિટી ને પ્રોત્સાહિત કરો.

દરેક બાળક માં અલગ અલગ શોખ હોય છે. કોઈને ગાવાનો, કોઈને ચિત્ર નો, કોઈને સંગીતનો, કોઈને હેંડીક્રાફ્ટ નો શોખ હોય છે. તમે તેની રુચિ જાણી ને એ વાત માં પ્રોત્સાહિત કરો.

જેથી તેની ક્રિએટિવિટી વધે છે. અને યંત્રો થી લગાવ ઓછો થાય છે. તો આ રીતે તમે તમારા બાળકો લૉકડાઉન માં યંત્રો થી દુર રાખો. મગજ ની ક્રિએટિવિટી વધારો.

નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ પર આયુર્વેદિક, નેચરલ કે અન્ય દવાઓ તથા નુસખાઓની અસર જુદી જુદી હોય છે.