Site icon Health Gujarat

બાળકો લોકડાઉનમાં વહેલા ‘મોટા’ થઈ ગયા, છોકરીઓમાં વધુ અસર, મોબાઈલ, સ્ટ્રેસ અને સેનિટાઈઝરના કારણે જલ્દી જવાની આવી ગઈ

પુણેમાં હાથ ધરાયેલા સંશોધન મુજબ, આઠથી નવ વર્ષની વયના બાળકોમાં અકાળ તરુણાવસ્થાના કેસોમાં 3.6%નો ઉછાળો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ તણાવ, ઊંઘનો અભાવ, મોબાઈલ ફોન અને સેનિટાઈઝરનો ઉપયોગ છે. સંશોધકો કહે છે કે કોરોના પ્રતિબંધો વચ્ચે હોસ્પિટલમાં આવેલા 3,053 દર્દીઓમાંથી 155 બાળકો (5.1 ટકા) અકાળે તરુણાવસ્થા અંગે સલાહ માટે આવ્યા હતા, જ્યારે રોગચાળા પહેલા 4,208 માંથી માત્ર 59 (1.4 ટકા) હતા.

image source

તે જ સમયે, કોરોનાના સમયગાળા દરમિયાન સેનિટાઇઝરનો ઉપયોગ પણ મોટા પાયે થયો હતો અને શક્ય છે કે તેમાં જોવા મળતા ટ્રાઇક્લોસનના વધુ સંપર્કને કારણે બાળકોમાં અકાળે તરુણાવસ્થાના કેસ વધ્યા હોય. જો કે, તેના સંબંધની પુષ્ટિ કરવા માટે વધુ અભ્યાસની જરૂર છે. તમને જણાવી દઈએ કે, ટ્રાઈક્લોસન એક એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ એજન્ટ છે જે ટૂથપેસ્ટ, સાબુ, ડિટર્જન્ટ, સેનિટાઈઝર, રમકડાં જેવા ઉત્પાદનોમાં ઉમેરવામાં આવે છે.

Advertisement
image source

હોસ્પિટલના ગ્રોથ એન્ડ પેડિયાટ્રિક એન્ડોક્રિનોલોજી વિભાગના બાળરોગ નિષ્ણાત અનુરાધા ખાડીલકર કહે છે કે બાળકોમાં તરુણાવસ્થાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ, મોડું સૂવું, તાણ, ચિંતા, ડિપ્રેશન વગેરે અકાળ તરુણાવસ્થાના કારણો તરીકે ઓળખાય છે અને આ તમામ પરિબળો લોકડાઉન દરમિયાન પ્રચલિત રહ્યા. તેથી, તેઓને આઠથી નવ વર્ષની વયના બાળકોમાં તરુણાવસ્થાનું કારણ માનવામાં આવે છે.

Advertisement
Advertisement
Exit mobile version