ઘરે બનાવો કેળાનો આ ફેસ પેક, અને ખીલથી લઇને આ અનેક સમસ્યાઓને માત્ર અઠવાડિયામાં કરી દો છૂ

કેળ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં,પરંતુ તે ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે.કેળામાં અનેક પ્રકારના વિટામિન અને પોષક તત્વો હોય છે.આમાં કેરોટિન,વિટામિન ઇ,બી 1,બી અને સીનો પણ સમાવેશ થાય છે. તેથી,કેળા ત્વચાને ચમકતી અને યુવાન રાખવામાં મદદ કરે છે.ચહેરા પર કેળા લગાવવાથી ઘણા ફાયદા થાય છે.તમે ઘણા પાર્લરોમાં પણ કેળાનું ફેશિયલ જોયું હશે અને તમે કરાવતા પણ હસો.તમે ઘરે કેળાનું ફેસ પેક બનાવીને તમારી ત્વચાને પોષણ આપી શકો છો.કેળામાં પોટેશિયમ હોય છે જે શુષ્ક ત્વચાને ભેજયુક્ત બનાવે છે,જ્યારે ઝીંક અને લેક્ટિન ખીલ સામે લડવામાં અને પિમ્પલ્સને રોકવામાં મદદ કરે છે.કેળામાં હાજર એમિનો એસિડ એન્ટી એજિંગ ગુણધર્મોમાં પણ ભરપુર છે.તે ત્વચાની કનેક્ટિવ પેશીઓને મજબૂત બનાવે છે અને ત્વચામાં સાનુકૂળતા જાળવે છે.તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે ઘરે કેળાનો ફેસ પેક સરળતાથી બનાવી શકો છો.

તેલયુક્ત ત્વચા માટે ફેસ માસ્ક

image source

એક પાકેલું કેળું લો અને તેને બાઉલમાં મેશ કરો.હવે તેમાં 3 ચમચી ચોખાના લોટ અને એક ચમચી મધ નાખો અને આ બધાને બરાબર રીતે મિક્સ કરી એક ઘાટી પેસ્ટ તૈયાર કરો.ત્યારબાદ તમારો ચેહરો પાણીથી સાફ કરો અને આ પેસ્ટને 15 મિનિટ માટે ચહેરા પર રાખો.આ પછી ઠંડા પાણીથી ચહેરો સારી રીતે ધોઈ લો.આ ઉપાય કરવાથી તમારો ચેહરો એકદમ નરમ થઈ જશે.

શુષ્ક ત્વચા માટે ફેસ પેક

image source

એક બાઉલમાં એક પાકેલું કેળુ નાખીને બે ચમચી મધ અને એક ચમચી નાળિયેર તેલ નાખો.આ બધી વસ્તુઓને એક સાથે મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો.પાણીથી ચહેરો ધોયા પછી પેકને ચહેરા પર લગાવો.15 મિનિટ પછી,ચહેરાને હળવા પાણીથી સારી રીતે ધોઈ લો.તમે આ પેકને અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવી શકો છો.

તમારી ત્વચાનો ગ્લો વધારવા માટે

image source

પાકેલા કેળાને યોગ્ય રીતે મેશ કરો.હવે તેમાં અડધી ચમચી ચંદન પાવડર નાખો અને એક ઘાટી પેસ્ટ બનાવવા માટે તેમાં પૂરતા પ્રમાણમાં દૂધ ઉમેરો.આ પેસ્ટને ચહેરા પર લગાવો.જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય,ત્યારે ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.તમે આ પેકને અઠવાડિયામાં બે કે ત્રણ વાર લગાવી શકો છો.

એન્ટી એજિંગ ફેસ પેક

image source

એક પાકેલું કેળું લો અને તેને સારી રીતે મેશ કરો.હવે તેમાં 2 ચમચી એલોવેરા જેલ ઉમેરી પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટને તમારા ચહેરા પર 30 મિનિટ માટે લગાવો અને પછી ચહેરો પાણીથી ધોઈ લો.તમે આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વાર કરી શકો છો.

તમારી ત્વચાનો રંગ વધારવા માટે ફેસ માસ્ક

image source

ત્રણ ચમચી છૂંદેલા પપૈયા,એક ચમચી મુલ્તાની માંટ્ટી,બે ચમચી ગુલાબજળ અને એક છૂંદેલું કેળું લો.આ બધી વસ્તુઓને એક સાથે મિક્ષ કરી પેસ્ટ બનાવો.હવે તેને તમારા ચહેરા પર લગાવો અને તેને 30 મિનિટ માટે રહેવા દો.આ પછી ચહેરો પાણીથી ધોઈ લો.આ પેકને અઠવાડિયામાં એક કે બે વાર ચહેરા પર લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત