બપોરે હોસ્પિટલની મુલાકાત ક્યારેય ન લેવી જોઈએ – જાણો તે પાછળનું વૈજ્ઞાનિક કારણ

સામાન્ય રીતે હોસ્પિટલની મુલાકાત લેવાનો કોઈ ચોક્કસ સમય નક્કી નથી હોતો. જ્યારે તમને એવું લાગે કે તમારી તબિયત સારી નથી ત્યારે તમારે ડોક્ટરની મુલાકાત લેતા હોવ છો. પણ જો તમે તમારી મુલાકાત પહેલેથી જ નક્કી કરતા હોવ તો તમને જણાવી દઈએ કે દિવસના રશ અવર્સમાં તમારી એપોઇન્ટમેન્ટ ક્યારેય બૂક ન કરાવો. તે પાછળ એક મહત્ત્વનું કારણ જવાબદાર છે.

image source

ઘણા બધા અભ્યાસો કરવામા આવ્યા છે જે દર્શાવે છે કે બપોરના સમેય હોસ્પિટલની મુલાકાત લેવાનો નિર્ણય યોગ્ય નથી અને જો તમે તે સમયને અવગણી શકતા હોવ તો તમારે તેમ જ કરવું જોઈએ. તેના માટે અમે તમને અહીં કેટલાક નક્કર કારણો પણ જણાવવા જઈ રહ્યા છે.

image source

આ સમય માનવ શરીરને સુસ્ત બનાવે છે

ઘણા લોકો જમ્યા બાદ સુસ્ત બની જતાં હોય છે અને તેમની કામ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે. આ એક રોજીંદો ક્રમ છે અને તે કુદરતી રીધમ હોય છે અથવા કહો કે તમારા શરીરની ઘડિયાળ આ રીતે જ સેટ થયેલી હોય છે. આપણા ડોક્ટર્સ તેમજ નર્સ સાથે પણ આવું જ થાય છે. જો તમે બપોરે 3 વાગ્યાની આસપાસ મુલાકાત લેતા હોવ તો તમને જણાવી દઈ કે તેમની એકાગ્રતાનું સ્તર નીચું હોય છે, અને આમ તેઓ તમારા પર ધ્યાન કેન્દ્રીત નથી કરી શકતા. એક અભ્યાસ પ્રમાણે બપોરના સમયે એનેસ્થેશિયોલોજીસ્ટ સૌથી વધારે ભૂલો કરે છે કારણ કે તે સમયે એકાગ્રતા ઓછી હોય છે.

image source

શિફ્ટ ચેન્જથી કામ મોડું થાય છે

હોસ્પિટલોમાં હંમેશા શિફ્ટમાં કામ થાય છે. અને મોટા ભાગની હોસ્પિટલમાં બપોરના સમયે શીફ્ટ ચેન્જ થતી હોય છે. અને આ સમય અત્યંત વેરવિખેર હોય છે. કેટલાક લોકોને તેમનું બાકીનું કામ પતાવવાની ઉતાવળ હોય છે. માટે આ સમય દરમિયાન એવી સૌથી વધારે શક્યતાઓ રહેલી છે કે જ્યારે તેઓ પોતાનું કામ પૂર્ણ એકાગ્રતાથી ન કરે અને તમારે વધારે લાંબો સમય રાહ પણ જોવી પડે. જો તમારી પાસે સમય ઓછો હોય તો બપોરના સમયે તમારે હોસ્પિટલમાં ન જવું જોઈએ.

image source

આ સમય દરમિયાન જીવનને જોખમી સ્થિતિને ડીટેક્ટ કરવી થોડી મુશ્કેલ છે

એક અભ્યાસ પ્રમાણે ડોક્ટર્સ મોટા ભાગે તમને સવારે જ તમારા ટેસ્ટ લેવાનો આગ્રહ રાખે છે. બપોરના સમયે ડોક્ટરની મુલાકાત લેવાથી બની શકે કે લાઇફ થ્રીટનીંગ કન્ડીશન્સનું સ્ક્રીનીંગ થવાની શક્યતાઓ ઘટી જાય. જેમજેમ દીવસ આગળ વધતો જાય છે તેમ તેમ ડોક્ટર્સ પર કામનો બોજ વધતો જાય છે અને તેના કારણે તેઓ વધારાના ટેસ્ટ કરાવવાના પ્રિસ્ક્રીપ્શન લખવાનું પણ ટાળે છે.

image source

સ્વચ્છતાનો અભાવ

હોસ્પિટલમાં વિવિધ પ્રકારના જીવાણુઓ તેમજ બેક્ટેરિયા ભરેલા હોય છે. માટે તેને ચોખ્ખી રાખવી અત્યંત આવશ્યક છે. પણ અભ્યાસો દર્શાવે છે કે હોસ્પિટલ સવારના સમયે સૌથી વધારે ચોખ્ખી હોય છે અને સાંજની સખામણીએ બપોરે તે વધારે ગંદી હોય છે. એક અભ્યાસ પ્રમાણે કે જે 4000 સંભાળરાખનારાઓ પર કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે કે હોસ્પિટલનો 38 ટકા સ્ટાફ સવારના સમય કરતાં બપોરના સમયે હાથ ઓછા ધોવે છે.

તો હવે પછી જો તમારા માટે શક્ય હોય તો તમારે સવારના સમયે જ ડોક્ટરની મુલાકાત ગોઠવવી જોઈએ.