Site icon Health Gujarat

બે કચ્છી કલાકાર કોમલ ઠક્કર અને વિનોદ ભાનુશાલીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડંકો વગાડ્યો, કોમલના કામુક જોઈને સૌ કોઈ હારી ગયા

કાન્સના 75મા ફિલ્મ ફેસ્ટિવલનો સમાપન સમારોહ 28 મેના યોજાયો હતો. આ પ્રસંગે મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં તે સ્ટાઇલિશ રોયલ ગાલા લુક સાથે ઉપસ્થિત રહી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય અભિનેત્રીઓ કાન્સના ફિલ્મ ફેસ્ટિવલમાં હજારો લોકો વચ્ચે રેડ કાર્પેટ વોક કરે છે એ તક કોમલે પણ ઝડપી હતી.

કાન્સના અમૃત વર્ષ ફેસ્ટિવલમાં હિન્દી, રાજસ્થાની, પંજાબી ફિલ્મો કરનાર અભિનેત્રી કોમલે પોતાના મૂળ પસંદ કર્યા અને તેણે ગુજરાતી અભિનેત્રી તરીકે વોક માટે એન્ટ્રી મંજૂર કરાવી. આ સાથે જ તેણે રાજ્યની પ્રથમ અભિનેત્રી તરીકેનો ઇતિહાસ રચ્યો છે. તેના વોક માટે તેના કોસ્ચ્યૂમ તૈયાર કરનાર બોલિવૂડ ફેશન-ડિઝાઇનર નિકેતા ઠક્કર પણ મૂળ કચ્છનાં છે.

Advertisement
image source

ગુલશન કુમાર સાથે ટી – સિરીઝ કંપનીમાં કારકિર્દીની શરૂઆ કરનાર કચ્છી પ્રોડ્યુસર વિનોદ ભાનુશાલી પણ કાન્સમાં જોવા મળ્યા હતા. મુળ અબડાસાના ભવાનીપરના વિનોદભાઇએ વર્ષો સુધી ટી-સિરીઝમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવ્યા બાદ હવે પોતાની નવી કંપની બનાવી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યારે દુનિયાભરના ફિલ્મી દુનિયાના લોકો પોતાની કલાના કામણ પાથરી રહ્યા છે. ત્યારે એક કચ્છી પ્રોડ્યુસર વિનોદ ભાનુશાલીએ પોતાની આગામી ફિલ્મ “સફેદ” નું પોસ્ટર લોન્ચિંગ ભારતીય મ્યુઝીક ડાયરેક્ટર એ.આર.રહેમાન સાથે કર્યું હતું.

વિનોદ પ્રધાનભાઈ ભાનુશાલીનેએ ટી – સિરીઝના ગુલશનકુમાર સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ગુલશનકુમારના પુત્ર ભૂષણકુમાર સાથે કંપનીના મહત્વના હોદા પર રહીને મોટા અભિનેતાઓ અને બેનરોની ફિલ્મો રિલીઝથી માંડી માર્કેટીંગ સુધીનું કામ સંભાળતા હતા. તેમના હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અમિતાભ બચ્ચન, હૃતિક રોશન, સલમાન, શાહરુખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, રણવીરસિંહ, બાહુબલી ફેમ પ્રભાસ વગેરેથી નજીકના સબંધો છે.

Advertisement
image source

તાજેતરમાં જ તેમણે પોતાની હિટ્ઝ મ્યુઝિક અને ભાનુશાલી લિજેન્ડ સ્ટુડિયો ફિલ્મ પ્રોડ્યુસર કંપનીની શરૂઆત કરી છે. સામાજિક અને જીવંત વિષય પર ફિલ્મ બનાવવાના વિચારોને સિદ્ધ કરવા તેઓએ સમાજમાં નારીની કાર્યશૈલી દર્શાવતી ફિલ્મ ‘જન હિત મે જારી હે બનાવી છે જે “તા. 10 જૂનના રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ એન્ડ મ્યુઝિક કંપનીમાં તેમના ભાઈ ભાવેશભાઈ કે જેઓ અગાઉ ટી – સિરીઝ માર્કેટિંગ હેડ ઓફ ઇન્ડિયાનો કાર્યભાર સંભાળતા હતા તે પણ નિર્માણ કાર્ય ક્ષેત્રે કામ કરી રહ્યા છે, જ્યારે નાના ભાઈ અરવિંદભાઈ ભાનુશાલી લાઇન પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે.

Advertisement
Advertisement
Exit mobile version