આ છે અમુક એવા અસરકારક નુસખા જે તમારી ત્વચાને બનાવશે સુંદર અને આકર્ષક, લોકો જોતા રહી જશે તમારી સામે

મિત્રો, આજના સમયમા સારુ ફિગર મેળવવા માટે શરીરમા રહેલી એકસ્ટ્રા કેલરી ઘટાડવી અત્યંત આવશ્યક છે. આ માટે તમારે તમારા રોજીંદા જીવનશૈલીની અમુક આદતોમા ફેરફાર લાવવો પડશે. આજે આ લેખમા તમને અમુક એવી ટીપ્સ આપીશુ કે, જેની મદદથી તમે ખુબ જ સરળતાથી તમારુ વજન નિયંત્રણમા લાવી શકો છો.

image source

વજન નિયંત્રણમા રાખવા માટે ડિટોક્સ આહાર લેવો. આ ઉપરાંત બે દિવસ નાના-નાના મીલ ભોજન તરીકે લો. આખા દિવસમા ચાર વખત ૨૦ ગ્રામ જેટલા પ્રોટીન શેકનુ સેવન કરવુ લો. આ સિવાય શેકેલુ કે બેક્ડ ભોજન રોજીંદા લેવુ. આ સિવાય અડધા વાટકી બાફેલા શાકભાજી કે સૂકા મેવાનો પણ રોજીંદા ભોજનમા સમાવેશ કરવો.

image soucre

આ સિવાય સારા ચયાપચય માટે નિયમિત ૮-૧૦ ગ્લાસ પાણીનુ સેવન કરવુ પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ પાણી એ ત્વચા અને પાચન બંને માટે ખુબ જ સારુ અને ઉપયોગી સાબિત થઇ શકે છે. તે તમારા શરીરની ચરબી ઘટાડે છે અને તમારા વજનને નિયંત્રિત પણ રાખે છે.

image soucre

આ સિવાય રાતના સમયે ૮ વાગ્યા પછી ભોજન કરવાનુ ટાળવુ જોઈએ. આમ, કરવાથી ભોજન ખુબ જ સરળતાથી પચી શકે છે અને શરીરને પણ પૂરતા પ્રમાણમા પોષકતત્વ મળી રહે છે. રાત્રે મોડેથી ભોજન કરવાથી તમારી પાચનક્રિયા પણ પ્રભાવિત થાય છે.

image source

આ ઉપરાંત તમારી ત્વચા ગમે તેવી હોય પરંતુ, તેના માટે ગરમીની ઋતુમા સનસ્ક્રીન અત્યંત આવશ્યક વસ્તુ છે. સનસ્ક્રીન વિના ક્યારેય પણ ઘરની બહાર નીકળવુ નહી. તે સૂર્યથી થતા નુકસાન સામે આપણને રક્ષણ આપશે તથા તેના કારણે તમારી ત્વચા સ્વચ્છ, સુંદર અને બેદાગ દેખાય છે.

image soucre

મૃત અને નિર્જીવ ત્વચા પર રહેલી સમસ્યાને દૂર કરવા ચહેરા અને ગરદન પર સારી રીતે એકસફોશિયલ સ્કબનો ઉપયોગ કરવો અને ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ લો, જેથી તમને આ ડેડ સ્કીનની સમસ્યા સામે રાહત મળે. મોઈશ્ચરાઈઝર દ્વારા તમારી ત્વચા એકદમ નરમ, મુલાયમ અને નિખરેલી દેખાશે. જો તમે નિયમિત મોઇશ્ચરાઇઝરના ૨-૩ ટીપા તમારા ચહેરા, ગરદન અને હાથ પર લગાવો તો સૂર્યના તાપ સામે તમારી ત્વચાને પણ રક્ષણ મળી રહેશે.

image source

આ સિવાય જો તમે એક વાટકીમા પાણી અને લીંબુના રસના થોડા ટીપા ઉમેરી અને ત્યારબાદ તેને તમારા ફેસ પર લગાવી અને ધોઈ લો તો તમારા ચહેરા પર એક પ્રાકૃતિક ચમક આવી જશે. આ ઉપરાંત ચમકદાર ચહેરા માટે સારી ઊંઘ પણ એટલી જ આવશ્યક છે. માટે જો તમે પણ તમારી જાતને આકર્ષક બનાવવા ઈચ્છતા હોવ તો આવી નાની-નાની બાબતોની અવશ્ય સાવચેતી રાખવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત