ચહેરાની સુંદરતાની સાથે સાથે કરો દાંતની પણ કેર તો ખીલી ઉઠશે તમારો ચહેરો જયારે કરો સ્માઈલ…

દિવસ હોય કે રાત, છોકરીઓ આખો દિવસ તેમની સ્કિનને લઇને ચિંતામાં રહેતી હોય છે. જો કે આજકાલ છોકરીઓ મેક અપ વગર ઘરની બહાર પણ નીકળતી નથી. આમ, આખો દિવસ હેવી મેક અપ કરીને તેઓ ફરવાને કારણે તેમને અનેક ઘણા સ્કિન પ્રોબ્લેમ્સ થવા લાગે છે. આ માટે જરૂરી છે કે, તમે રાત્રે સુઇ જાઓ તે પહેલા તમારા ફેસને એકદમ ક્લિન કરીને સૂઇ જાઓ જેથી કરીને પિંપલ્સ જેવી બીજી કોઇ સમસ્યા થાય નહિં.

image source

જો તમે આખો દિવસ તમારા ફેસ પર મેક અપ રાખો છો અને પછી રાત્રે સ્કિનની કેર નથી કરતા તો તમારી સ્કિન બહુ વધારે ડેમેજ થઇ જાય છે. બહુ ઓછા લોકો એ બાબત જાણતા હોય છે કે, જો તમે દિવસ કરતા રાત્રે તમારી સ્કિનની કેર કરો છો તો તેનાથી અનેક ઘણો ફાયદો થાય છે. તો આજે અમે તમને જણાવીશું કે, રાત્રે સૂતા પહેલા સ્કિનની કેવી રીતે કેર કરશો જેથી કરીને તમને કોઇ પ્રોબ્લેમ ના થાય.

ટોનરથી કરો ફેસ ક્લિન

image source

મેક અપ ક્લિન કર્યા પછી પણ સ્કિન પર ધૂળ-માટી રહી જતી હોય છે. આમ, તમારા માટે બેસ્ટ છે કે તમે ચહેરાને ટોનરથી ક્લિન કરો. ટોનરથી ત્વચાનુ પીએચ સ્તર બેલેન્સમાં રહે છે જેથી તે બેક્ટેરિયાથી બચાવે છે અને સાથે-સાથે સ્કિનને પણ પૂરી રીતે ક્લિન કરવાનુ કામ કરે છે. આ સાથે જ મેક અપને કારણે બંધ પોર્સ પણ ખુલી જાય છે. કેમિકલ યુક્ત ટોનરનો ઉપયોગ કર્યા વગર ખીરાનું ટોનર બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

આઇ ક્રીમ લગાવો

image source

રાત્રે તમે સૂઇ જાઓ તે પહેલા આંખોની આસપાસ આઇ ક્રીમ લગાવવાનું ભુલશો નહિં. આઇ ક્રીમ લગાવવાથી આંખોને ઠંડક મળે છે અને આસપાસ કરચલીઓ પણ પડતી નથી. જો કે આઇ ક્રીમ લગાવતા પહેલા એક બાબતનુ ખાસ ધ્યાન એ રાખો કે, ક્રીમ સારી ક્વોલિટીની હોય. જો ક્રીમ સારી ના હોય તો તમને તેની અનેક સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે.

પગની પણ કરો કેર

image source

આખો દિવસ ઘરની બહાર રહેવાને કારણે માત્ર ચહેરાની જ નહિં પરંતુ પગની સાર સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે રાત્રે સૂઇ જાઓ તે પહેલા પગ ધોઇ લો અને પછી પેટ્રોલિયમ જેલી લગાવો. આમ, જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી રાત્રે સૂતા પહેલા કરશો તો તમારા પગ કોમળ થશે અને સાથે-સાથે સાફ પણ થઇ જશે.

દાંતને પણ સાફ કરો

image source

ખૂબસુરત દાંત પણ બ્યૂટી માટે મહત્વની બાબત બની રહે છે. દાંતથી તમારી પર્સનાલિટી પર પણ અનેક ઘણી અસર પડે છે. જો તમારા દાંત દેખાવમાં સારા ના હોય તો તે તમારો આખો લુક બગાડી દે છે અને તેનાથી તમારી પર્સનાલિટી પણ સારી પડતી નથી. જો કે આખો દિવસ આપણે કંઇને કંઇ ખાતા રહેતા હોઇએ છીએ જેને કારણે દાંતમાંથી વાસ આવવા લાગે છે અને દાંત જલદી ખરાબ થઇ જાય છે. આ માટે જરૂરી છે કે, જ્યારે તમે રાત્રે સૂઇ જાઓ ત્યારે પહેલા દાંતને સાફ કરી દો જેથી કરીને તમારા દાંતમાંથી વાસ ના આવે. જો તમે મીઠાની સાથે સરસવનુ તેલ મિક્સ કરીને દાંત પર ઘસો છો તેનાથી તમારા દાંત ચમકીલા પણ થાય છે અને દાંતમાંથી વાસ આવતી પણ બંધ થઇ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત