શું તમારે ભૂખ્યા પેટે કરવું જોઈએ ગ્રીન ટી નું સેવન, જાણો કેવી થાય છે તેની અસર?

મિત્રો, વજન ઘટાડવાથી માંડીને બ્લડસુગરના સ્તરોને સ્થિર કરવા સુધી ગ્રીન ટીના ઉપયોગથી આરોગ્યને થતા લાભોની સૂચિ ખુબ જ લાંબી છે. અમુક લોકો આ પીણુ એટલું પસંદ કરે છે કે, તેઓ તેમના દિવસની શરૂઆત તેના સેવન સાથે જ કરવાનુ પસંદ કરે છે. આ વાતમા કોઈ જ શંકા નથી કે, ગ્રીન ટી એ આપણા માટે ખુબ જ ફાયદાકારક છે.

image source

પરંતુ, શું ભૂખ્યા પેટે તેનુ સેવન કરવુ યોગ્ય છે? તો તેનો જવાબ છે ના. ભૂખ્યા પેટે ગ્રીન ટી પીવાથી તમારા શરીર પર અનેકવિધ નકારાત્મક અસર પડે છે. તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, કેવી રીતે ગ્રીન ટી નુ સેવન આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો પાડી શકે છે.

પેટદર્દ અને કબજીયાતની સમસ્યા :

image source

ગ્રીન ટીમા પુષ્કળ માત્રામા ટેનીન સમાવિષ્ટ હોય છે, જે પેટમાં રહેલું એસિડ વધારીને પેટમા દુ:ખાવો લાવી શકે છે. વધારે એસિડ હોવાને કારણે પેટમા ઉબકા થવાની ફરિયાદ પણ થઈ શકે છે. તે કબજિયાતની સમસ્યામા વધારે પડતો વધારો કરી શકે છે. પેપ્ટીક અલ્સર અથવા એસિડ રીફ્લેક્સથી પીડાતા દર્દીઓ માટે સવારે ગ્રીન ટીના સેવનની ભલામણ કરવામા આવતી નથી.

બ્લીડીંગ ડીસઓર્ડર :

image source

ભૂખ્યા પેટે ગ્રીન ટીનુ સેવન કરવાથી તેમા હાજર સંયોજનો શરીર અને લોહીને ખુબ જ ખરાબ રીતે અસરગ્રસ્ત કરી શકે છે. તેની એક અસર પ્રોટીનની માત્રામા ઘટાડો કરે છે, જે બ્લડ ક્લોટીન્ગ સમયે મદદ કરે છે. આ ગ્રીન ટી તેમા રહેલા એન્ટી-ઓકિસડન્ટોને કારણે ફેટી એસિડ્સના ઓક્સિડેશનને મંજૂરી આપતી નથી. તેથી, બ્લડ ક્લોટિંગ ડિસઓર્ડરનો ભોગ બનેલા લોકોએ ભૂખ્યા પેટે ગ્રીન ટી ના પીવી જોઈએ.

લોહતત્વની ઉણપ સર્જાય :

image source

ગ્રીન ટી એ આપણા શરીરની આયર્નને કુદરતી રીતે શોષવાની ક્ષમતા ઘટાડી શકે છે. તેથી, એનિમિયાથી પીડિત લોકોને ગ્રીન ટી ના પીવાની સલાહ આપવામાં આવે છે.

બ્લડપ્રેશર અને હૃદય સાથે સંકળાયેલી સમસ્યા :

image source

ગ્રીન ટીમા હાજર કેફીન એડ્રેનલ ગ્રંથીઓને ઉત્તેજીત કરે છે, જે કોર્ટિસોલ અને એન્ડોર્ફિન જેવા તાણ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. આ રીતે તે બ્લડપ્રેશર અને હાર્ટરેટમા વધારો કરે છે અને તે હૃદયના દર્દીઓ માટે જરાપણ સારુ નથી. આ બધા કારણોસર ગ્રીન ટીનુ ભૂખ્યા પેટે સેવન કરવુ જોઈએ નહિ.

ગ્રીન ટી પીવા માટેનો શ્રેષ્ઠ સમય :

સવારે ગ્રીન ટી પીવાનું વધુ સારું છે પરંતુ કેટલાક નાસ્તા સાથે.બાકી, તે તમારી વ્યક્તિગત પસંદગી પર આધારીત છે.કેટલાક લોકો કસરત કરતા પહેલા તેને પીવાનું પસંદ કરી શકે છે, જ્યારે અન્ય લોકો તેમની રૂટિનમાં ગમે ત્યારે તેને યોગ્ય લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત