જો તમે આ પ્રોપર રીતે કરશો ભૃંગરાજનો ઉપયોગ, તો એક જ અઠવાડિયામાં ધોળા વાળ થઇ જશે કાળા

ભૃંગરાજમાં જોવા મળતા તત્વો જેમ કે આયરન,વિટામિન ઇ, ડી, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે વાળને સ્વસ્થ રાખવાની સાથે વાળને કુદરતી રીતે કાળા બનાવશે.જાણો ભૃંગરાજનો ઉપયોગ કેવી રીતે કરવો.

દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે કે તેના વાળ લાંબા,કાળા અને જાડા હોય.પરંતુ આજના સમયમાં નબળી જીવનશૈલી,ખોરાકના કારણે નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જાય છે.સામાન્ય રીતે વધતી ઉંમર સાથે જ્યારે શરીરમાં મેલાનિન નામના તત્વનો અભાવ શરૂ થાય છે,ત્યારે વાળ સફેદ થાય છે.પરંતુ આજના સમયમાં વાત, પિત્ત અને કફ પણ વાળ સફેદ થવા માટેનું એક મોટું કારણ હોઈ શકે છે.જ્યારે વાળ સફેદ થાય છે,ત્યારે આપણે બજારમાંથી વિવિધ કલરો,મેંદી વગેરે વાળ પર લગાવીએ છીએ.પરંતુ તમને જણાવી દઈએ કે તે તમારા વાળને વધુ ખરાબ અને નિર્જીવ બનાવે છે.આવી સ્થિતિમાં,જો તમે ઈચ્છો છો,તો તમારા ઘરમાં હાજર કેટલીક ચીજોનો ઉપયોગ કરીને આ સમસ્યાને મૂળમાંથી દૂર કરી શકો છો.ચાલો અમે તમને જણાવીએ કે વાળની આ સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય વિશે.

image source

વાળ માટે ભૃંગરાજ ખુબ જ યોગ્ય માનવામાં આવે છે.તેમાં જોવા મળતા તત્વોમાં આયરન,વિટામિન ઇ,ડી, મેગ્નેશિયમ,કેલ્શિયમ તેમજ એન્ટીબેક્ટેરિયલ,એન્ટિવાયરલ ગુણધર્મો પણ શામેલ છે જે તમારા વાળને સ્વસ્થ રાખવાની સાથે કુદરતી રીતે કાળા બનાવે છે.બીજી બાજુ,જો આપણે નાળિયેર તેલની વાત કરીએ તો વાળને સ્વસ્થ બનાવવા માટે તે શ્રેષ્ઠ માનવામાં આવે છે.તે તમારા વાળને નરમ અને જાડા બનાવવામાં મદદ કરે છે. આનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.

image source

ભૃંગરાજ અને નાળિયેરની આ પેસ્ટ લગાવવાથી માથાની ચામડીના ઇન્ફેક્શનની સાથે સફેદ વાળની ​​સાથે સાથે ડેન્ડ્રફ,હેર ફોલની સમસ્યાથી પણ રાહત મળે છે.આ સિવાય તે તમારા મનને શાંત કરી તાણ પણ ઘટાડે છે.

ભૃંગરાજ અને નાળિયેર તેલથી વાળ માટે માસ્ક બનાવવાની રીત

3-4 ચમચી નાળિયેર તેલ

image source

100 ગ્રામ ભૃંગરાજ

વાળ માટે માસ્ક કેવી રીતે બનાવવું

image source

વાળ માટે માસ્ક બનાવવા માટે,પહેલા ભૃંગરાજને પાણીમાં પલાળી દો.તે પછી તેની એક જાડી પેસ્ટ બનાવો એવી જાડી પેસ્ટ બનાવો કે તે તમારા વાળમાં બરાબર લાગી જાય.હવે આ પેસ્ટમાં નાળિયેર તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.તમારા વાળનું માસ્ક તૈયાર છે.

આ પેસ્ટ વાળમાં લગાડવા માટે સરળ પદ્ધતિ

હવે ભૃંગરાજથી બનેલું વાળનું માસ્ક તમારા વાળમાં લગાવવા માટે,તમારે બ્રશની મદદથી વાળમાં યોગ્ય રીતે લગાવવી જોઈએ.લગભગ અડધા કલાક પછી વાળ શેમ્પૂ અને કન્ડિશનરથી સારી રીતે ધોઈ લો.અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર તેનો ઉપયોગ કરો.

ભૃંગરાજ તેલ

image source

જો તમારે પેસ્ટ લગાવ્યા વિના ભૃંગરાજ તેલ લગાવવું હોય તો તે સરળતાથી માર્કેટમાં મળી રહે છે.તેને લાવો અને તેને માથા ઉપરની ચામડી પર લગાવીને હળવા હાથથી મસાજ કરો.તેને આખી રાત રાખો અથવા સ્નાન કરતા 2 કલાક પહેલા વાળ પર લગાવો.ત્યારબાદ તેને શેમ્પૂ કરો.આ ઉપાયની મદદથી પણ તમારા વાળ જાડા અને નરમ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત