Site icon Health Gujarat

આ શું! સલમાન ખાનની ભાભીની હાલત થઈ ગઈ કંઈક આવી, હાલના ફોટા જોઈને તમે પણ નહિં ઓળખી શકો

આજે અમે તમને 90 ના દાયકાની એક એવી બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે હજી પણ લાખો દિલોની ધડકન છે. હા, આ ફિલ્મ બીજી કોઈ નહીં પણ આપણા સલ્લુ મિયા એટલે કે સલમાન ખાન અને માધુરી દિક્ષિત સ્ટારર ફિલ્મ “હમ આપકે હૈ કૌન” હતી. આ ફિલ્મ એક સંપૂર્ણ કૌટુંબિક ફિલ્મ હતી. આ ફિલ્મમાં સંબંધોનું મહત્વ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. આજે પણ આ ફિલ્મ જોવી એ દર્શકોની પહેલી પસંદ છે. ફિલ્મના બધા ગીતો સુપરહિટ રહ્યા અને આજે પણ આપણા કાનમાં ગૂંજી ઉઠે છે.

image source

આ ફિલ્મમાં સલમાન અને માધુરી દીક્ષિતની સાથે સાથે બીજા ઘણા કલાકારોએ પણ કામ કર્યું હતું, જેમની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. પણ આજે અમે તમને આ ફિલ્મ વિશે નહીં પરંતુ આ ફિલ્મમાં અભિનય કરતી અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ

Advertisement
image source

વાત જાણે એમ છે કે આ ફિલ્મમાં સલમાન ખાનની ભાભીની ભૂમિકા ભજવનારી રેણુકા શાહ એક સમયે સુંદરતા અને સફળતાનાં સાતમા આસમાને હતી. પરંતુ સમય જતાં, તે બોલિવૂડ આ ચમકતી દુનિયાથી જાણે ગાયબ જ થઈ ગઈ અને ગુમનામીમાં જીવન જીવી રહી છે. એટલું જ નહીં પરંતુ આજે આ અભિનેત્રીનો દેખાવ એટલો બદલાઈ ગયો છે કે તમે તેને ઓળખી શકશો નહીં.

image source

તમને જણાવી દઈએ કે રેણુકાએ 25 મે 2001 ના રોજ બોલીવુડ અભિનેતા આશુતોષ રાણા સાથે લગ્ન કર્યા હતા, સમાચાર અનુસાર, બંનેની મુલાકાત 31 ડિસેમ્બર, 1998 ના રોજ ડિરેક્ટર હંસલ મહેતાની એક ફિલ્મ દરમિયાન થઈ હતી. હાલ આ બંનેને શૌર્યમન અને સત્યેન્દ્ર નામના બે પ્રેમાળ દીકરાઓ છે. જો કે, સમય જતાં વ્યક્તિનો દેખાવ બદલવો સામાન્ય છે.પરંતુ રેણુકાનું બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી ગાયબ થઈ એ પછીના અને પહેલાના ફોટા જોયા પછી, તમે બંનેમાં આભ જમીનનો ફરક જોશો. આજના સમયમાં જ્યાં કલાકારો તેમના સ્વાસ્થ્ય, સુંદરતા અને ફિગર પ્રત્યે ખૂબ જ સિરિયસ છે, ત્યાં આ અભિનેત્રીના દેખાવને જોઈને આપણે તેમની ખરાબ હાલતનો અંદાજ લગાવી શકીએ છીએ

Advertisement
image source

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રેણુકા શાહણેનો જન્મ 25 માર્ચ 1965માં મહારાષ્ટ્રમાં થયો હતો. એમને સેન્ટ જેવીયર કોલેજમાંથી આર્ટ્સનો અભ્યાસ કર્યો અને પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી ક્લિનિકલ સાઇકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. જ્યારે રેણુકા આશુતોષને મળી ત્યારે એ પહેલેથી પરણિત હતી પણ કોઈ કારણસર એમના પહેલા લગ્ન તૂટી ગયા હતા. એ બધું જાણવા છતાં આશુતોષે એમની સાથે લગ્ન કરીને એમને પોતાનું નામ આપ્યું. આજે બંને ખૂબ જ ખુશ છે. હાલ રેણુકાના બંને દીકરાઓ મોટા થઈ ગયા છે અને રેણુકા ખૂબ જ જલ્દી એમને બોલીવુડમાં ડેબ્યુ કરાવવા જઈ રહી છે.

image source

હાલના દિવસોમાં રેણુકાનો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો જોઈ કોઈપણ રેણુકાને ઓળખી નથી શકતું કે આ ખીલખીલાટ કરતી સલમાનની ભાભી છે જેમને બધાના દિલ જીતી લીધા હતા. ફોટામાં રેણુકાની ઢળતી ઉંમર ચોખ્ખી દેખાઈ રહી છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version