હાડકાંઓને મજબૂત બનાવવા હોય તો આ ટિપ્સને આજથી જ કરો ફોલો, અને માત્ર અઠવાડિયામાં મેળવો રિઝલ્ટ

તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત 25 વર્ષની ઉંમરે સુધી જ હાડકા મજબૂત રહે છે.35 વર્ષની વય પછી હાડકાં નબળા પડવા લાગે છે અને તમને ઓસ્ટીયોપોરોસિસ જેવા ગંભીર રોગોનું જોખમ વધી શકે છે.જ્યારે હાડકાં નબળા હોય ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ હાડકાંને મજબૂત બનાવવા માટે ઘરેલું ઉપાયની મદદથી તમે દરેક ઉંમરે સ્વસ્થ રહી શકો છો.જાણો હાડકાને મજબૂત બનાવવા માટે કઈ ચીજોથી પરેજી રાખવી જોઈએ અને કઈ ચીજોનું સેવન કરવું જોઈએ.

કાર્બોનેટેડ પીણાંથી દૂર રહો

image source

કાર્બોનેટેડ પીણાં જેવા કે સોફ્ટ ડ્રિંક્સ,શેમ્પેઇન વગેરે હાડકાંમાંથી કેલ્શિયમ ખેંચી શકે છે.એક સંશોધન મુજબ, સોફ્ટ ડ્રિંક્સના વધુ પડતા સેવનને કારણે 16 થી 20 વર્ષીય મહિલાઓને હાડકાંની ખોટ થઈ શકે છે.તેમાં વધુ ફોસ્ફેટ હોય છે જે શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે.

વધારે પ્રોટીન ન લો

image source

વધારે પ્રોટીન લેવાથી શરીરમાં એસિડિટી થાય છે,જેના કારણે પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમ બહાર નીકળી જાય છે.દિવસના ત્રણ સમયના ભોજનમાંથી મોટાભાગના લોકોને 0.12 કિલો પ્રોટિનની જરૂર હોય છે. આ કરતાં વધુ પ્રોટીન લેવાથી હાડકાં માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એસિડિટીની દવાઓથી દૂર રહો

image source

ઘણા લોકો છાતીમાં બળતરા અને હાઈટલ હર્નીયા માટે દવાઓ લે છે.કેલ્શિયમ,મેગ્નેશિયમ અને ઝીંક જેવા ખનિજોના શોષણ માટે પેટમાં એસિડ જરૂરી છે.જો તમે એસિડનું નિર્માણ બંધ કરવા માટે કોઈ દવા લઈ રહ્યા છો તો તે તમને ઓસ્ટિઓપોરોસિસનું જોખમ વધી શકે છે.આ દાવાઓને ફક્ત 6 થી 8 અઠવાડિયા સુધી જ લેવી સલામત છે.

કેફીનથી દૂર રહો

image source

એક કપ કોફી પીવાથી શરીરમાંથી પેશાબ દ્વારા 150 મિલિગ્રામ કેલ્શિયમ બહાર નીકળી જાય છે.કોફીમાં ઘણાં અન્ય હાનિકારક રસાયણો હોય છે જે શરીરમાંથી ઝેરી પદાર્થોના પ્રકાશનને અટકાવી શકે છે.જો તમને કોફી પીવી જ હોય તો પછી દરેક કપ માટે 150 મિલિગ્રામ જેટલું કેલ્શિયમ વધારે લો.આ તમારું કેલ્શિયમ લેવલ બરાબર રાખશે.

વિટામિન ડી લો

image source

વિટામિન ડી કેલ્શિયમના શોષણ અને હાડકાં સુધી પહોંચવામાં મદદ કરે છે.તે રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.જ્યારે તમે સૂર્યપ્રકાશ લો છો,ત્યારે ત્વચા દ્વારા શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે.જો તમે સૂર્યપ્રકાશ ન લઈ શકો,તો પછી તમે તેના બદલે વિટામિન ડીની સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો.

હોર્મોન્સ પર પણ નજર રાખો

image source

મેનોપોઝ એ સ્ત્રીઓમાં હાડકાંના નુકસાનનું સૌથી સામાન્ય કારણ છે.50 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને હાડકાંનું નુકસાન થવાનું જોખમ છે.હાડકાને સ્વસ્થ રાખવા માટે પૂરતા પ્રમાણમાં એસ્ટ્રોજન,પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન જરૂરી છે.મેનોપોઝ દરમિયાન આ હોર્મોન્સમાં અસંતુલન રહે છે,જે હાડકાં માટે હાનિકારક હોઈ શકે છે.

તણાવ

image source

તણાવ કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધારે છે.જો તેનો સ્તર લાંબા સમય સુધી રહે છે,તો હાડકાંને નુકસાન થઈ શકે છે.આને કારણે બ્લડ સુગર લેવલ પણ વધી શકે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી કેલ્શિયમ મુક્ત થઈ શકે છે. તાથી તણાવથી દૂર રહો અને પૂરતી ઊંઘ જરૂરથી લો.

વ્યાયામ

image source

જ્યારે વ્યાયામ દરમિયાન સ્નાયુઓ હાડકા સામે ખેંચાય છે,ત્યારે એ હાડકાંમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે.ચાલવું, હાઇકિંગ,સીડી ચડવું અને વજન વધારવાથી હાડકાની ગીચતામાં વધારો થાય છે.દિવસમાં 15 થી 30 મિનિટની વ્યાયામ પણ શરીર માટે ખુબ જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત