Site icon Health Gujarat

બોવ ખોટું થયું, કોહલીનો સૌથી મોટો દુશ્મન બની ગયો તેનો ફેવરિટ ખેલાડી, એક જ ઝાટકે નિરાશ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના બેટ્સમેન વિરાટ કોહલી માટે તેનો પોતાનો મનપસંદ ખેલાડી સૌથી મોટો દુશ્મન બની ગયો. વિરાટ કોહલી મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામેની IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે મોટી ઇનિંગ્સ રમવાના મૂડમાં હતો, પરંતુ એક વ્યક્તિએ તેની આશા પર પાણી ફેરવ્યું. આ મેચમાં વિરાટ કોહલી માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો.

image source

કોહલીના ચાહકોને ઘણી આશા હતી કે આ મેચમાં વિરાટ ખુબ જ સારા રન બનાવશે, પરંતુ 170 રનના લક્ષ્યનો પીછો કરતા આ સ્ટાર બેટ્સમેન ફ્લોપ સાબિત થયો અને માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો. વાસ્તવમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ઈનિંગની નવમી ઓવરમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડી યુઝવેન્દ્ર ચહલે તેના કેપ્ટન સંજુ સેમસને સાથે મળીને વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલની ઝડપી બોલિંગને કારણે વિરાટ કોહલીને રનઆઉટ થતાં પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

Advertisement

રાજસ્થાન રોયલ્સ દ્વારા આ વર્ષે યુઝવેન્દ્ર ચહલને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલા તે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સૌથી મોટો હથિયાર હતો. યુઝવેન્દ્ર ચહલ વિરાટ કોહલીના ફેવરિટ ખેલાડીઓમાંથી એક હતો. યુઝવેન્દ્ર ચહલે પણ તેની ઘાતક બોલિંગથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઘણી મેચો જીતી હતી, પરંતુ આ વર્ષે તેને RCB દ્વારા જાળવી રાખવામાં આવ્યો ન હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલને જાળવી રાખ્યા હતા પરંતુ લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને રિટેન કર્યા ન હતા અને આ નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હરાજીમાં પણ બેંગ્લોરે ચહલને ખરીદવા માટે કોઈ બોલી લગાવી ન હતી. રાજસ્થાન રોયલ્સે 6.5 કરોડમાં લેગ-સ્પિનરને ઉમેર્યો હતો.

image source

પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 169 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 19.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો. એક સમયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 87/5 હતો, પરંતુ અંતે દિનેશ કાર્તિક (23 બોલમાં અણનમ 44) અને શાહબાઝ અહેમદ (26 બોલમાં 45) સાથે મળીને 67 રનની ઝડપી ભાગીદારી કરીને RCB માટે હારેલી રમત જીતી લીધી હતી. દિનેશ કાર્તિક અને શાહબાઝ અહેમદ વચ્ચેની 67 રનની તોફાની ભાગીદારીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મંગળવારે રમાયેલી IPL મેચમાં રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે પરાજય આપ્યો હતો.

Advertisement
Advertisement
Exit mobile version