ધનવાન થવું હોય તો આટલું ધનવાન થવું, માત્ર બર્ગર ખાવા માટે આ શખ્સે 2 લાખ રૂપિયા ઉડાવી દીધા

એક રશિયન અબજોપતિએ દુનિયાને બતાવી દીધું કે જો તમારી પાસે પૈસા છે, તો તમે એક હેલિકોપ્ટરમાં પણ બર્ગર ખાવા જઈ શકો છો. આશ્ચર્યજનક બાબત એ છે કે તેણે ફક્ત બર્ગર માટે 2 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. ‘મેટ્રો’ના અહેવાલો અનુસાર 33 વર્ષીય વિક્ટર માર્ટિનોવ તેની ગર્લફ્રેન્ડ સાથે ક્રિમીઆના અલીમિયામાં વેકેશન પર હતો. તેમને અહીંનો સ્થાનિક ખોરાક વિશેષ રીતે ન ભાવ્યો તેથી તેણે મેકડોનાલ્ડની એક વાનગી ખાવાનું નક્કી કર્યું. એ જ્યાં હતો ત્યાંથી મેકડોનાલ્ડ નજીકનું આઉટલેટ આશરે 362 કિલોમીટર દૂર હતું. છી શું… તેણે બે લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવ્યું અને બર્ગર ખાવા ગયા.

image source

એક અબજોપતિ દ્વારા ખાવામાં આવેલું એક બર્ગર 49 પાઉન્ડ (લગભગ 4900 રૂપિયા) ની હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ માટે તેણે મુસાફરી માટે લગભગ 2,000 પાઉન્ટ (રૂ. 2 લાખ) ખર્ચ કર્યા. તમને જણાવી દઈએ કે ક્રિમીઆમાં મેકડોનાલ્ડના કોઈ આઉટલેટ્સ નથી. કારણ કે 2014 પછી અહીં ફાસ્ટ ફૂડ ચેઇનનું સંચાલન બંધ કરાયું હતું.

image source

વિક્ટર માર્ટીનોવ મોસ્કોમાં હેલિકોપ્ટર વેચતી કંપનીના સીઈઓ છે. તેણે આ વિશે પોતે એક વીડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો અને કહ્યું કે, હું અને મારી ગર્લફ્રેન્ડ ત્યાંના પ્રોપર ઓર્ગેનિક ફૂડથી કંટાળી ગયા હતા. અમે સામાન્ય મેક્સીકન ખોરાક ખાવાની ઇચ્છા રાખતા હતા, તેથી અમે એક હેલિકોપ્ટર લીધું હતું અને ક્રાસ્નોડાર તરફ પ્રયાણ કર્યું હતું. અને ત્યાં બર્ગર ખાવા ગયા હતા. ત્યારે હવે આ શખ્સની ચારેકોર ચર્ચા થવા લાગી છે.

image source

ત્યારે હાલમાં જો બર્ગર કિંગ કંપનીની વાત કરીએ તો હાલમાં રેસ્ટોરન્ટ ચેઇન ચલાવનારી કંપની બર્ગર કિંગ ઇન્ડિયાની પ્રારંભિક જાહેર ઓફરિંગ (IPO) ને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આઈપીઓ છેલ્લા દિવસે 156.65 ગણા સબ્સ્ક્રાઇબ થઈ ગયો છે. શેરબજારમાં ઉપલબ્ધ માહિતી મુજબ કંપનીનો આઈપીઓ પાત્ર સંસ્થાકીય રોકાણકાર કેટેગરીમાં 86.64 ગણો, બિન-સંસ્થાકીય કેટેગરીમાં 354.11 ગણો અને રિટેલ રોકાણકાર વર્ગમાં 68.14 ગણી અરજીઓ મળી. બુધવારે કંપનીનો આઈપીઓ (IPO) ખુલ્યો.

image source

કંપનીનો આઈપીઓ ખુલ્યા બાદ તરત જ, કંપનીને તેના સંપૂર્ણ આઈપીઓ(IPO) કરતા વધુ માટે બિડ્સ મળી. 810 કરોડ રૂપિયાના આઈપીઓ હેઠળ કંપનીએ 450 કરોડ રૂપિયાનાં નવા શેર જારી કર્યા છે. આ માટે કંપનીની પ્રમોટર એન્ટિટી ક્યૂએસઆર એશિયા પ્રાઇવેટ લિમિટેડે છ ટકા સુધીનો હિસ્સો વેચવાની ઓફર કરી છે.

image source

કંપનીએ આઇપીઓ (IPO)માટે ભાવ પ્રતિ શેર 59 થી 60 રૂપિયા નક્કી કર્યો હતો. ક્યુએસઆરને મહત્તમ ભાવના આધારે છ ટકા હિસ્સા માટે રૂ. 360 કરોડ મળશે. બર્ગર કિંગ ઈન્ડિયાએ મંગળવારે એન્કર રોકાણકારો પાસેથી રૂપિયા 364.5 કરોડ એકત્ર કર્યા. કંપની દેશભરમાં 268 રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમાંથી આઠ ફ્રેન્ચાઇઝી મોડેલો પર કામ કરે છે જે મુખ્યત્વે એરપોર્ટ પર છે, બાકીની રેસ્ટોરન્ટ કંપનીની માલિકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત