સાવધાન! ગરમીમાં ફ્રિઝનું ઠંડુ-ઠંડુ પાણી પીવાથી થાય છે આ નુકસાન…

ગરમીની ઋતુ શરૂ થઈ ચુકી છે તથા ઘરે આવ્યા બાદ આપણામાંથી મોટાભાગનાં લોકો બહારની બળબળતા તડકાની ગરમી દૂર કરવા માટે ફ્રિઝનું ઠંડુ પાણી પીવે છે. ગરમીની સીઝનમાં પીણાંનું મહત્વ આપમેળે વધી જાય છે. ખાવાનું મન ઓછું થાય અને કંઈક ને કંઈક પીવાની ઇચ્છા વધે. ગરમીની સીઝનમાં પાણીની તરસ વધારે લાગે છે અને તરસ છીપાવા માટે આપણે પાણી પીતા હોઈએ છીએ. પરંતુ આપણે હંમેશા પાણી પીધા પછી ફરિયાદ કરતા હોઈ છીએ કે સમાન્ય પાણીથી તરસ નથી છીપાતી, એટલે આપણે થોડું ઠંડુ પાણી પીતા હોઈએ છીએ. ગરમીમાં ઠંડુ પાણી પીવાથી મન અને શરીરને ઠંડક પહોંચાડે છે, પણ તેનાથી સ્વાસ્થ્ય પર કેટલી ખરાબ અસર થાય છે તે તમે નહીં જાણતા હોવ. આયુર્વેદમાં ઠંડા પાણીને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક માનવામાં આવ્યું છે.

Want to freeze water quickly? Use hot water | The Times of India
image source

પાણી આપણા શરીર માટે કેટલુ જરૂરી છે એ આપણે બધા જાણીએ છીએ, આયુર્વેદ અનુસાર ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક સાબિત થઈ શકે છે. જોકે બરફથી આરોગ્યને ઘણા લાભો થાય છે, પરંતુ બરફનું ઠંડુ પાણી કે ઠંડુ પાણી માત્ર હંગામી રીતે જ રાહત આપે છે. નિયમિત રીતે બરફનું ઠંડુ પાણી પીવાથી ઘણા નુકસાન પણ થાય છે.જો તમે પણ સૌથી વધારે ઠંડુ પાણી પીતા હોય તો આજે જ આ આદતને સુધારી લો. આજે અમે તમને જણાવીશું કે વધારે ઠંડુ પાણી કેમ ન પીવુ જોઈએ.

image source

1. ઠંડુ પાણી પીવાથી ભલે તમારા મનને શાંતિ મળતી હોય, પરંતુ તમારા હૃદય માટે તે બહુ સારું નથી, ઠંડુ પાણી પીવાથી હૃદયનાં ધબકારા ઓછા થઈ જાય છે. જેના કારણે હાર્ટ અટેક જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.

Doctors sound the alarm on the dangers of kids swallowing magnets
image source

2. ઠંડુ પાણી આપનાં ભોજનની પાચન પ્રક્રિયામાં વિઘ્ન પેદા કરે છે, કારણ કે ઠંડુ પાણી પીવાથી રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે. તેનાથી પાચનની પ્રક્રિયા મંદ પડી જાય છે અને કારણ કે ભોજનનું પાચન બરાબર નથી થતું; તેથી ભોજનનાં પોષક તત્વો નાબૂદ થઈ જાય છે અથવા શરીર દ્વારા અવશોષિત નથી કરાતાં. તેના કારણે પેટની સમસ્યા ઉભી થાય છે. જો તમને પણ પેટની સમસ્યા રહેતી હોય તો આજે જ ઠંડુ પાણી પીવાનું બંધ કરો.

image source

3. આ વાત તો આપણે બધા જાણતા હોઈએ છીએ કે વધારે ઠંડુ પાણી પીવાથી ગળુ ખરાબ થઈ જાય છે. જો તમે વિચારતા હોવ કે આ માત્ર એક બહાનું છે, તો તે ખોટુ છે. ઠંડુ પાણી પીવાથી શ્વસન તંત્રને નુકસાન થાય છે જેના કારણે ગળુ ખરાબ થાય છે.

These 3 Foods Will Solve Constipation Problem - lifeberrys.com
image source

4. તેમજ ઠંડુ પાણી પીતા હોય તે લોકોમાં કબજીયાતની સમસ્યા રહે છે. જેવી રીતે આપણે જાણીએ છીએ કે, ઠંડીને કારણે ઘણી વસ્તુઓ જામી જાય છે, તેવી જ રીતે ઠંડુ પાણી પીવાથી કબજીયાતની સમસ્યા થાય છે.

image source

5. ઠંડુ પાણી તમારા ખાવાના પોષક તત્ત્તવોનો નાશ કરે છે. જો તમે પોષક આહાર લીધા પછી ઠંડુ પાણી પીતો હોવ તો, ખોરાકમાં રહેલા પોષક તત્ત્તવો નાશ થાય છે. વ્યક્તિના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને જ્યારે તમે કોઈ ઠંડી વસ્તુ પીતા હોવ છો, ત્યારે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે શરીરની ઉર્જા વધારે વપરાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત