દવાઓ ખાધા વગર આ વસ્તુ ખાઇને દૂર કરી દો કેલ્શિયમની ઉણપને

શરીરના હાડકા કેલ્શ્યમથી જ બનેલા હોય છે. અને જો શરીરમાં કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ ચિંતા, તાણ, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી પીડાય શકે છે. કેલ્શ્યિમ આપણા શરીર માટે એક મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ છે. આમ છતાં મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું રોજિંદા ખોરાકમાં સમાવેશ કરવાનું ટાળે છે. શરીરના લગભગ દરેક અંગો જેવા કે ચેતાતંત્ર, માંસપેશી અને હૃદય સહિતના મહત્ત્વપૂર્ણ અંગો માટે કેલ્શ્યિમ જરૂરી છે.

image source

આથી જ દરેક ઉંમરના લોકોએ પર્યાપ્ત માત્રામાં કેલ્શ્યિમ યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ. આજ સુધી કેલ્શિયમના સ્ત્રોત તરીકે ડેરી પ્રોડ્કટસનું જ નામ સાંભળ્યું હશે, પરંતુ કેટલાક લોકો દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરતા નથી જે કેલ્શિયમના પ્રાથમિક સ્ત્રોત હોય છે. ડેરી પ્રોડક્ટ્સ ઉપરાંત કેલ્શિયમના ઘણા બધા શ્રેષ્ઠ વિકલ્પ પણ છે. કેલ્શિયમ સ્વસ્થ હાડકાં અને દાંત માટે મહત્વપૂર્ણ હોય છે. કેલ્શિયમની ઊણપથી સાંધાના દુખાવા અને હાડકાં નબળાં પડી શકે છે.

કેલ્શિયમનો રેગ્યુલર ખોરાક જરૂરી
કેલ્શિયમના સ્થિર સ્તરને જાળવી રાખવા માટે કેલ્શિયમને મોટાભાગે લોહી મારફતે શરીરમાં લઇ જવામાં આવે છે અને એટલા માટે હાડકાને નબળા થતા અને ઑસ્ટિયોપોરોસિસ જેવી પરિસ્થિતિઓથી બચાવવા માટે કેલ્શિયમનો રેગ્યુલર ખોરાક જરૂરી હોય છે.

કેલ્શિયમના પ્લાન્ટ બેઝ્ડ સ્ત્રોત
સોયાબીન

image source

૧૦૦ ગ્રામ સોયાબીન ડાયેટ કેલ્શિયમનું ૨૭ ટકા દૈનિક મૂલ્ય આપે છે. સોયાબીનનો લોટ, ટોફૂ, ટેમ્પેહ, સોયાદૂધ, સોયાબીન તેલ અથવા સોયા ચંક્સ જેવા અલગ-અલગ સોયા ઉત્પાદ ઉપલબ્ધ છે. સોયા દૂધ વિશેષ રીતે ચા, કૉફી અથવા સ્મૂધી માટે ડેરી પ્રોડક્ટ્સ દૂધનો એક ઉપયોગી વિકલ્પ બની શકે છે.
બ્રોકલી

image source

૧૦૦ ગ્રામ બ્રોકલીમાં લગભગ ૫૦ મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. ૨ કપ બ્રોકલીમાં એક ગ્લાસ દૂધના સમાન કેલ્શિયમ હોય છે પરંતુ એક શ્રેષ્ઠ શોષણ દરની સાથે એટલે કે દૂધમાંથી મળતા કેલ્શિયમની સરખામણીમાં બ્રોકલીમાંથી મળતું કેલ્શિયમ વધુ સરળતાથી શરીરમાં શોષી શકાય છે.
તલ

image source

૧૦૦ ગ્રામ તલના બીજમાં કેલ્શિયમનું દૈનિક મૂલ્ય લગભગ ૯૭ ટકા હોય છે, ખાસ કરીને કાચા તલ. તલ કોઇ પણ વાનગીમાં એક હળવા ક્રન્ચ માટે ઉપયોગી છે. આ નાનકડાં બીજમાં મેગ્નેશિયમ, આયર્ન, ફૉસ્ફરસ, અને સેલેનિયમ પણ હોય છે. તલના બીજમાં પ્રોટીન પણ હોય છે. તલના બીજનું સેવન કરવાની સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે તમે તમારી શાકભાજી, સૂપ અથવા સલાડ ઉપર સૂકા અથવા શેકેલા તલ ભભરાવી શકો છો.

ચણા

image source

ચણાના ૧૦૦ ગ્રામમાં લગભગ ૧૦૫ મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. ચણા શાકાહારી પ્રોટીનના સૌથી સારા સ્ત્રોતમાંથી એક છે અને આયર્ન, કૉપર અને ફૉસ્ફરસથી પણ ભરપૂર હોય છે. જે તેને એક પરિપૂર્ણ શાકાહારી સુપરફૂડ બનાવે છે. ચણાને બાફીને અથવા સૂપ, સલાડના રૂપમાં સેવન કરી શકો છો અથવા તો ગ્રેવી સાથે ચણાનું સેવન કરી શકો છો.

પાલક

image source

આ બહુમુખી પાંદડાં લીલા રંગમાં લગભગ ૧૦૦ મિલીગ્રામ કેલ્શિયમ પ્રત્યેક ૧૦૦ ગ્રામ હોય છે, જે એક કપ પાલકમાં લગભગ ૨૫૦ મિલીગ્રામ કેલ્શિયમ બનાવે છે. કેલ્શિયમ ઉપરાંત પાલકમાં ઑક્સાલેટ પણ હોય છે જે કેલ્શિયમનું શોષણ કરવામાં હસ્તક્ષેપ કરી શકે છે. પાલકમાંથી ઑક્સાલેટને ઓછું કરવા માટે તેને ઉકાળવું જોઇએ. પાલકને ઉકાળવાથી ઑક્સલેટનું પ્રમાણ ૯૦ ટકા સુધી ઘટી શકે છે.
કેલ્શ્યિમ યુક્ત આહારનો નિયમિત રીતે સેવન કરવાથી શરીરનું હાડકા અને દાંત મજબૂત બને છે. શરીરના લગભગ ૯૯ ટકા કેલ્શ્યિમ દાતમાં જોવા મળે છે. બાકીનું કેલ્શ્યિમ રક્ત, માંસપેશી, અને અન્ય અંગોમાં જોવા મળે છે. ૨૦ થી ૨૫ વર્ષની વય સુધી કેલ્શ્યિમ હાડકાને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. ઉપરાંત હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત