ચહેરા પર ચમક લાવવી હોય કે વાળ ખરતા અટકાવવા હોય તો ટ્રાય કરી લો આ ખાસ તેલનો ઉપયોગ

શરીરને માટે ફક્ત અખરોટનું સેવન કરવાથી ફાયદો થાય છે એવું નથી, અખરોટનું તેલ પણ શરીરને અને વાળ તથા સ્કીનને અનેક ફાયદા આપે છે. તમે ભાગ્યે જ આ ફાયદા વિશે જાણતા હશો. આપણે સૌ જાણીએ છીએ કે અખરોટ ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે. અખરોટનું સેવન કરવાથી જ્યાં ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે તો સાથે યાદશક્તિ પણ વધે છે. સાથે જ તે હાડકાને મજબૂત કરવા અને હાર્ટને હેલ્ધી રાખવામાં પણ ફાયદો આપે છે. શરીરને માટે ફક્ત અખરોટનું સેવન જ લાભદાયી હોતું નથી. તેનું તેલ પણ શરીર, ત્વચા અને વાળને અનેક રીતે ફાયદો આપે છે. તો જાણો કઈ રીતે આ અખરોટનું તેલ ડેલી લાઈફમાં તમારી મોટી મદદ કરી શકે છે.

ડાર્ક સર્કલ્સને કરે છે દૂર

image source

અખરોટનું તેલ ડાર્ક સર્કલ્સને દૂર કરવામાં તમારી મદદ કરે છે. તેના માટે રોજ રાતે સૂતા પહેલા તમે અખરોટના તેલના કેટલાક ટીપા હથેળી પર લો અને આંખની નીચે અને પાંપણ પર લગાવી લો. હવે આંગળીની મદદથી થોડું મસાજ કરો. થોડા દિવસ બાદ તમને ફરક જોવા મળશે.

કરચલીઓ કરે છે દૂર

image source

અનેક વાર વિટામીનની ખામીના કારણે કે પછી વધારે થાકના કારણે પણ લોકોને ઉંમર પહેલા ચહેરા પર કરચલીઓ જોવા મળતી હોય છે. તેને દૂર કરવા માટે તમે રોજ રાતે સૂતા પહેલા હળવા હાથે ચહેરાને મસાજ આપો. આ માટે અખરોટના તેલનો પ્રયોગ કરો. તેનાથી કરચલીઓ દૂર થશે અને સાથે સ્કીન પર નવો ગ્લો પણ આવી જશે. તો તમે પણ આજથી જ આ ખાસ ઉપાય શરૂ કરો. તેનાથી ચહેરા પર કોઈ સાઈડ ઇફેક્ટ પણ થશે નહીં.

વાળનું ખરવું અને તૂટવુ પણ રોકાશે

image source

વાળના તૂટવા અને ખરવાની તકલીફને દૂર કરવા માટે તમે અખરોટના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે અખરોટના તેલને હૂંફાળું ગરમ કરો અને રોજ આ તેલથી સ્કેલ્પ પર અને વાળમાં મસાજ કરો. તેનાથી વાળને મજબૂતી મળશે અને સાથે જ આ તેલના ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યામાંથી પણ તમને ઝડપથી રાહત મળી શકે છે.

વાળમાં આવશે ચમક અને વધશે ગ્રોથ

image source

વાળનું બરછટ પણું દૂર કરવા અને તેની ચમક વધારવા માટે તમે અખરોટનું તેલ યૂઝ કરી શકો છો. આ માટે રાતે સૂતા પહેલા શેમ્પૂ કરવાના 2 કલાક પહેલા અખરોટનું તેલ લઈને વાળમાં સારી રીતે માલિશ કરો અને સાથે વાળના મૂળથી છેડા સુધી સારી રીતે તેલ લગાવો. આમ કરવાથી વાળનો ગ્રોથ વધે છે અને સાથે વાળ લાંબા પણ થાય છે.

ફંગલ ઈન્ફેક્શનમાં આપશે રાહત

image source

અનેકવાર શરીર, ચહેરા અને વાળમાં ફંગલ ઈન્ફેક્શનની સમસ્યા જોવા મળે છે. તેનાથી રાહત મેળવવા માટે અખરોટના તેલનો ઉપયોગ કરો તે જરૂરી છે. આ એન્ટી માઈક્રોબિયલ ગુણ ધરાવે છે . તેનાથી સંક્રમણ ફેલાવનારા બેક્ટેરિયાને ખતમ કરીને ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ મળે છે.

યાદશક્તિ વધે છે અને ચિંતા ઘટે છે

image source

રોજ અખરોટના તેલની મદદથી માથાની માલિશ કરાય છે તો તે તમારી યાદશક્તિને વધારે છે. અખરોટનો આકાર પણ મગજ જેવો હોવાથી તેને મગજ માટે લાભદાયી માનવામાં આવે છે. તેનાથી થાક અને અનિંદ્રાથી પણ રાહત મળે છે અને સારી ઊંઘ આવે છે.

તો હવે આ તમામ ફાયદા જાણ્યા બાદ તમે પણ દરેક નાની વાતમાં અખરોટના તેલનો ઉપયોગ બતાવેલી રીતથી શરૂ કરો અને મેળવો તેના કમાલના ફાયદા પણ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત