ગરમીમાં પણ ચહેરા પર નિખાર લાવવા માટે કારગર છે આ ઘરેલૂ નુસખા, કરી લો ફટાફટ ટ્રાય

સ્કીન પ્રોબ્લેમ્સનું સૌથી મોટું કારણ છે ઓપન પોર્સ, તમારા ફેસ પર જો ઓપન પોર્સ છે તો તમને પિમ્પલ્સની સાથે સાથે સમય પહેલા ફેસ પર રિંકલ્સ પણ જોવા મળી શકે છે. એવામાં જરૂરી છે કે તમે કેટલાક ઘરેલૂ ઉપાયોની મદદથી તેનાથી છૂટકારો મેળવી શકો. તો જાણો કયા ઘરેલૂ નુસખા તમારી સુંદરતા વધારવાની સાથે સાથે તમારા સ્કીન પ્રોબ્લેમ્સને પણ મહદઅંશે દૂર કરી શકે છે.

છાશ કરશે કમાલ

image source

વધી રહેલા રોમ છિદ્રોને બંધ કરવા કે નાના દેખાડવામાં સૌથી પ્રભાવશાળી ઘરેલૂ ઉપાય છાશને માનવામાં આવે છે. આ માટે તમે એક કપમાં 3 ચમચી છાશ અને 1 ચમચી મીઠું મિક્સ કરો. તેને સારી રીતે હલાવો અને એક મુલાયમ બ્રશની મદદથી તેને ફેસ પર 10-15 મિનિટ સુધી લગાવી રાખો. આ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ પ્રાકૃતિક ઉપચાર હોવાની સાથે પ્રભાવશાળી પણ છે.

બ્રાઉન શુગર પણ કરે છે અસર

image source

બ્રાઉન શુગરના લેપથી સ્કીનના વધેલા રોમછીદ્રો જાદુઈ રીતે ઘટે છે. બ્રાઉન શુગરનો ઉપયોગ ચહેરા પર સ્ક્રબની રીતે કરવાથી ડેડ સ્કીન હટવા લાગે છે. આ પછી વધતા સ્પોટ પણ ઘટે છે. આ માટે 2 ચમચી બ્રાઉન શુગર અને 1 ચમચી ઓલિવ ઓઈલને મિક્સ કરો. સ્ક્રબની જેમ ઉપયોગ કરવાની સાથે 5 મિનિટ સુધી મસાજ કરો. આ પછી ઠંડા પાણીથી ફેસને ધોઈ લો. પહેલા ઉપયોગથી જ તમને ફાયદો દેખાવવા લાગશે.

ગુલાબજળ અને ખીરાનો જ્યૂસ

image source

ગુલાબ જળ અને ખીરાના જ્યૂસ એસ્ટ્રિજેંટનું કામ કરે છે. ગુલાબજળ સ્કીનનું પીએચ લેવલ સામાન્ય રાખે છે. આ સિવાય તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. કાકડીની સાથે ગુલાબજળનું મિશ્રણ લગાવવાથી રોમછિદ્રો નાના થાય છે. ગુલાબજળ અને કાકડીના જ્યૂસને મિક્સ કરીને ફેસ પર લગાવીને 15 મિનિટ બાદ ફેસ ધોઈ લો. સ્કીન પર અલગ જ નિખાર જોવા મળશે.

ચંદન અને હળદર કરે છે કમાલ

ચહેરાને ચમકદાર, મુલાયમ અને કોમળ બનાવવામાં ચંદન ઉપયોગી છે. તેની તાસીર ઠંડી હોય છે. રોમછિદ્રોને નાના કરવામાં તે મદદ કરે છે. તેમાં હળદર પાવડરને મિક્સ કરીને એક સારું એન્ટી બેક્ટેરિયલ મિશ્રણ બને છે. તે ત્વચામાં જામેલી ધૂળ, માટી અને ગંદગીને સાફ કરે છે. એક મોટી ચમચી ચંદન પાવડરમાં 1 નાની ચમચી હળદર પાવડરને મિક્સ કરો અને તેમાં એક મોટી ચમચી ગુલાબજળ મિક્સ કરીને હલાવી લો. હવે આ પેસ્ટને ફેસપેકની જેમ લગાવો. જ્યારે ફેસપેક સારી રીતે સૂકાઈ જાય તો તેને ઠંડા પાણીથી ધોઈ લો. અસરકારક પરિણામ માટે અઠવાડિયામાં 3 વાર આ પેસ્ટનો ઉપયોગ કરો.

બેકિંગ સોડા પણ કરશે મદદ

ચહેરા પરના સ્પોટની ગંદગી અને ડેડ સ્કીનને દૂર કરવામાં બેકિંગ સોડા અસરકારક છે. આ માટે એક બાઉલમાં 2 મોટી ચમચી બેકિંગ સોડા અને 1 નાની ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ફેસ પર ફેસપેકની જેમ લગાવો, પંદરથી વીસ મિનિટ તેને લગાવો, ત્યારબાદ ઠંડા પાણીથી ફેસ વોશ કરો અને સાથે થોડા દિવસ બાદ તમને તેનો ફરક દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત