ઘરે જ લગાવો આ વસ્તુ અને ચહેરા પરના બધા ડાધા-ધબ્બાને કરી દો છૂ, નહિં થાય કોઇ ખર્ચો પણ

અત્યારે બધા લોકો ચહેરાને સુંદર અને મુલાયમ બનાવવા અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. તેઓ ઘણી બજારની પ્રોડક્ટનો પણ ઉપયોગ કરતા હોય છે. તેનો ઉપયોગ કરવાથી ઘણી વખત આપણી ત્વચા પર નુકશાન પણ થાય છે. ત્યારે આજે અમે આ લેખમાં તમને કેટલાક ઘરેલું ઉપાયો વિષે જણાવીશું. જેનો ઉપયોગ કરવાથી તમે થોડા જ દિવસોમાં તમારો ચહેરો સુંદર અને મુલાયમ બની જશે, અને કોઈ પણ પ્રકારના પાર્લરના ખર્ચા પણ નહી કરવા પડે.

ચહેરાની ત્વચા કાળી હોવાના અનેક કારણો હોઈ શકે છે, જેમ કે સખત તાપમાં બહાર ફરવું, પ્રદૂષણ કે પછી ચહેરાના ડાઘ ધબ્બા વગેરે. આ બધી સમસ્યાઓ માટે બજારમાં મળતી સ્કિન કેયર પ્રોડક્ટ્સ સંવેદનશીલ ત્વચા માટે બહુ જ હાનિકારક હોય છે જેથી ઘર પર રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવો કારણ કે તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર પણ થતી નથી. તો ચાલો ચહેરાને સુંદર બનાવવા માટેનો ઘરેલું ઉપાયો વિષે જાણીએ.

મધ :

મધમાં કેટલાક ટીપાં લીંબુના રસના નાખીને તેમાં થોડું દહીં મિક્સ કરવું. ત્યાર પછી ચહેરા પર લગાવી તેને પંદર મિનિટ સુધી રાખવું. ત્યારબાદ ચહેરો સારી રીતે ધોઈ લેવો. આ ઉપાય કરવાથી ચહેરા પરની ગંદકી તો દૂર થશે. સાથે સાથે તમારો ચહેરો પણ સુંદર અને ગ્લોઈંગ બનશે.

ખાંડનું સ્ક્રબ કરો :

ખાંડને લીંબુના રસ સાથે મિક્સ કરીને તેને હળવા હાથે ચહેરા પર ઘસો. આવું નિયમિત કરવાથી ચહેરાની ડેડ સ્કિન દૂર થશે, અને ચહેરો સાફ અને સુંદર બનશે. આ ઉપાય તમે રોજ સરળતાથી ઘરે પણ કરી શકો છો.

સારી ઉંઘ લો :

તમારે દિવસમાં આઠ કલાકની ઉંઘ લેવી બહુ જ જરૂરી છે. તેનાથી તમારી ત્વચા સારી રહે છે. પૂરતી ઉંઘ લેવાથી આંખો પરના ડાર્ક સર્કલ પણ દૂર થાય છે, અને સાથે જ ચહેરા પર પ્રાકૃતિક ગ્લો આવે છે, અને ચહેરા પરની કાળાશ પણ દૂર થાય છે.

નારિયેળ પાણી :

ત્વચામાં નિખાર લાવી ચહેરાનો ગોરો બનાવવા માટે આ એક બેસ્ટ અને સરળ ઉપાય છે. તેના માટે રોજ દિવસમાં બે વાર ચહેરા પર નારિયેળ પાણી લગાવો. આવું કરવાથી ચહેરા પરના ડાઘા અને ધબ્બા દૂર થશે અને ત્વચામાં સુંદરતા પણ આવે છે. તેની સાથે જ તમારો ચહેરો ખીલી ઉઠશે.

ગુલાબ જળ :

ગુલાબ જળ ચહેરાને ટોન કરીને પોષણ આપે છે. ચહેરાને રૂપાળો બનાવવા માટે એક ચમચી રોઝ વોટર અને એક ચમચી દૂધ મિક્સ કરી તેને સાથે લગાવો. સારાં પરિણામ માટે રાતે સૂતા પહેલાં આને ચહેરા પર લગાવવું, આ ઉપાય કરવાથી ત્વચા ધીરે ધીરે બ્રાઈટ થતી જશે અને ચહેરા પરની કાળાશ પણ દૂર થશે.

ભરપૂર પાણી પીઓ :

પાણી શરીરમાં રહેલાં વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે, અને ચહેરાને ટાઈટ બનાવીને ત્વચાની કરચલીઓને દૂર કરે છે. આ કારણે તમારો ચહેરો ગોરો અને સાફ દેખાય છે. તેથી નિયમિત તમારે આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત