Site icon Health Gujarat

બીજુ બધુ સાઇડમાં મુકીને ઘરે આ રીતે કરો ફેસ યોગા, ખીલી ઉઠશે તમારી ત્વચા

સ્વસ્થ ચમકતી ત્વચા માટે ફેસ યોગા અપનાવો

ત્વચાને શરીરનું સૌથી મોટું અંગ ગણવામા આવે છે, અને માટે તેને સૌથી વધારે પોષણની અને સંભાળની જરૂર પડે છે. એ ખૂબ જ જરૂરી છે કે તમે તમારી ત્વચાને સ્વસ્થ રાખો. તમારા ચહેરાને પણ જરૂરી પોષણની જરૂર રહે છે. મેડિકલ જર્નલ દ્વારા કરવામાં આવેલા કેટલાક પરિક્ષણો દ્વારા જાણવા મળ્યું છે કે કેટલીક ચોક્કસ ફેશિયલ એક્સરસાઇઝ તમારી ત્વચાને ચમકતી બનાવવામાં અને તેને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે. તો અહીં અમે તમને બતાવવા જઈ રહ્યા છે તેવા જ કેટલાક ફેશિયલ વ્યાયામ વિષે. ફેશિયલ યોગામાં ચહેરાના ગાલ, આંખો નાક વિગેરે માટેની ખાસ એક્સરસાઇઝ હોય છે જેને કરવાથી તે ચોક્કસ ભાગને તેનો લાભ મળે છે.

Advertisement
image source

ફેશિયલ યોગ વ્યાયામ

સ્માઇલ લાઈન એટલે કે તમારા ગાલની ઢેલડીઓ જેને ઇંગ્લીશમાં ચીક કહેવાય છે તે. ચહેરાનો આ ભાગ તમારા ગાલના મસલ્સ બનાવવામાં તમારી મદદ કરે છે. તમે મસલ્સની તાણને તોડીને પણ તમારી સ્માઇલ લાઈન્સની એક્સરસાઇઝ કરી શકો છો. આ ઉપરાંત તમારા ચહેરાની એક્સરસાઇઝ માટે તમારી જીભને તમારે મોઢાની અંદર તમારે હોઠની બાજુએ અંદર તરફ નાના વર્તુળાકારમાં ફેરવવી. આવા તમારે પાંચ ચક્કર પુરા કરવા એકવાર ક્લોકવાઈઝ અને એકવાર એન્ટિક્લોકવાઈઝ કરવું. આ એક્સરસાઇ તમારે દીવસમાં એક વાર કરવી જોઈએ.

Advertisement
image source

ગાલ ફુલાવવાની એક્સરસાઇઝ

આ એક્સરસાઇઝ તમારે મોઢામાંથી શ્વાસ લઈને અને તે શ્વાસથી તમારું મોઢું ફુલાવીને કરવાની છે. અને શ્વાસ અંદર લીધા બાદ તેને ધીમે ધીમે બહાર છોડવાનો છે. આ ઝડપી અને સરળ મૂવમેન્ટ તમને તમારા ગાલના સ્નાયુઓને મજબુત કરવામાં મદદ કરશે અને તેને બેસી ગયેલા નહીં દેખાડે. આ વ્યાયામ તમારે દિવસમાં એકવાર નિયમિત કરવો જોઈએ.

Advertisement
image source

આંખના પોપચા ખેંચવાની એક્સરસાઇઝ

આ ખાસ વ્યાયમને કરતી વખતે તમારે ઉપરની તરફ જોવાનું અને સાથે સાથે તમારી ભ્રમરોને તમારે ઉંચી કરવાની છે. ત્યાર બાદ તમારે તમારી આંખોને હળવાશથી બંધ કરવાની છે અને અને સાથે સાથે બંધ આંખે ઉપરની તરફ જોવાનું છે. આ સ્ટ્રેચીંગ એક્સરસાઇઝથી તમારા આંખના પોપચા ચુસ્ત બનશે. તે ઉંમરની સાથે સાથે લબડી નહીં પડે. આંખ એ તમારી ઉંમર દર્શાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે આમ કરીને તમે તમારી ઉંમરને છૂપાવી શકો છો.

Advertisement

નોંધઃ આ આર્ટિકલમાં કહેલ દરેક વાત વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. દરેક વ્યક્તિ પર આયુર્વેદિક, નેચરલ કે અન્ય દવાઓ તથા નુસખાઓની અસર જુદી જુદી હોય છે.

Advertisement
Advertisement
Exit mobile version