ચશ્માના કારણે નાક પર બની ગયેલ ડાર્ક સર્કલ્સને દુર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાયો.

ચશ્માના કારણે નાક પર બની ગયેલ ડાર્ક સર્કલ્સને દુર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાયો.

આપણે ઘણી વાર જોઈએ છીએ કે જે વ્યક્તિ સતત પોતાના ચહેરા પર ચશ્મા પહેરી રાખે છે તેમના નાક પર ચશ્મા પહેરી રાખવાના કારણે નાક પર ચશ્માની ફ્રેમનું દબાણ પડવાથી નાક પર નિશાન બની જાય છે. આ નિશાન ત્યારે ખુબ જ ખરાબ લાગે છે જયારે આપ ચશ્મા ઉતારો છો. પરંતુ નાક પર ચશ્માના કારણે બની ગયેલ નિશાનને દુર કરવા માટે આપ કેટલાક ઘરેલું ઉપાયો અપનાવીને દુર કરી શકો છો. તો આજે અમે આપને જણાવીશું કે, આપના નાક પર ચશ્મા પહેરવાના કારણે બની ગયેલ નિશાનને દુર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયો.

સંતરાના છોતરા.:

image source

સૌપ્રથમ સંતરાના છોતરાને તાપમાં સુકવી દો અને ત્યાર પછી આ જ સુકાઈ ગયેલ છોતરાને મિક્સરમાં નાખીને પીસી લો. હવે આ પીસેલા સંતરાના છોતરાના પાવડરને એક ચમચી લો અને હવે તેમાં અડધી ચમચી દૂધ ભેળવીને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે તૈયાર કરેલ પેસ્ટને નાક પર ચશ્માના કારણે બની ગયેલ નિશાન પર લગાવો. આ પેસ્ટને સતત ત્રણ થી ચાર દિવસ સુધી પ્રયોગ કરશો તો આપના નાક પર ચશ્માના કારણે પડી ગયેલ નિશાન દુર થઈ જશે.

કાકડી :

image source

કાકડીનો પ્રયોગ કરવા માટે એક કાકડીની નાની નાની ગોળ સ્લાઈસ કાપવી અને હવે આ કાકડીની સ્લાઈસને ચશ્માના કારણે નાક પર પડી ગયેલ નિશાન પર ૧૦ થી ૧૫ મિનીટ સુધી રગડવી. થોડીક વાર પછી ઠંડા પાણીથી આપે આપનો ચહેરો ધોઈ લેવો. જો આપની આંખો કમ્પ્યુટર પર કામ કરવાના કારણે થાકી જાય છે તો આંખોને થોડો આરામ આપવા ઈચ્છો છો તો કાકડીની સ્લાઈસને આંખો પર રાખીને થોડીક વાર આરામ કરો. આમ કરવાથી આપની આંખોને આરામ મળશે.

લીંબુનો રસ.:

image source

લીંબુનો રસ એક કુદરતી ક્લીન્ઝર છે. આ ચહેરાના ડાર્ક સ્પોર્ટ્સ અને ડાઘને દુર કરવામાં મદદ કરે છે. ઉપરાંત નવા સ્કીન સેલ્સને બનાવવામાં પણ મદદ કરે છે. ચશ્માના કારણે નાક પર બની ગયેલ નિશાનને દુર કરવા માટે એક ચમચી લીંબુનો રસમાં અડધી ચમચી પાણી ભેળવીને થોડું પાતળું કરી લો. હવે આ રસમાં રૂ ડુબાડીને ચહેરા પર બની ગયેલ નિશાન પર લગાવો અને ૧૫ થી ૨૦ મિનીટ સુધી આ રસને લાગેલ રહેવા દો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. લીંબુ અને પાણીના આ રસને લગાવવાથી ધીરે ધીરે નિશાન ગાયબ થઈ જાય છે.