Site icon Health Gujarat

ચેલાઓને મળ મૂત્ર ખાવાની સલાહ આપતા આ બાબા પાસેથી મળી 11 લાશો, હવે નક્કી કંઈક મોટું નીકળશે

તમે ઘણા ફ્રોડ બાબાઓ વિશે સાંભળ્યું જ હશે, જેઓ અંધશ્રદ્ધા ફેલાવે છે. આવા જ એક ફ્રોડ બાબાની પોલીસે થાઈલેન્ડમાં ધરપકડ કરી છે. આ બાબા પોતાના અનુયાયીઓને કહેતા હતા કે તેઓ તેમનો પેશાબ પીવે અને મળ ખાય. આમ કરવાથી તેઓ રોગોથી બચી જશે.

image source

મળતી માહિતી મુજબ, આ ઢોંગી બાબાનું નામ થાવી નાનરા છે અને તેની ઉંમર 75 વર્ષ છે. પોલીસે તેની થાઈલેન્ડના ચૈયાફુમથી ધરપકડ કરી છે. આ છેતરપિંડી કરનાર બાબા ચૈયાફુમના જંગલમાં રહેતો હતો, જ્યાં પોલીસે તેના કેમ્પ સાઈટ પર દરોડા પાડીને તેની ધરપકડ કરી હતી. પોલીસને બાબા વિરુદ્ધ ઘણા ગંભીર પુરાવા મળ્યા છે, જેના આધારે તેને કડક સજા આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Advertisement

બાતમીદારે પોલીસને જણાવ્યું કે આ બાબા વિશે ત્યારે ખબર પડી જ્યારે આ બાબા પાસે ગયેલી એક મહિલા પાછી ન ફરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે પોલીસ આ નકલી બાબાને પકડવા ગઈ ત્યારે બાબાના અનુયાયીઓ અને પોલીસ સાથે ઘર્ષણ થયું. પરંતુ પોલીસે બાબા થવી નાનારાની ધરપકડ કરી છે.

image source

અહેવાલો કહે છે કે આ નકલી બાબાના આશ્રમમાંથી એક ડઝનથી વધુ અનુયાયીઓ સાથે શબ સહિત 11 મૃતદેહો મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ મૃતદેહો બાબાના અનુયાયીઓની છે. આ બાબા અત્યાર સુધી પોલીસથી બચી શક્યા હતા કારણ કે તેનો આશ્રમ શહેરથી દૂર ગાઢ જંગલમાં હતો. અહેવાલો અનુસાર, નકલી બાબાઓનું અંધશ્રદ્ધાનું આ કાળું કૃત્ય અહીં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે.

Advertisement
Advertisement
Exit mobile version