6 થી 9 વર્ષની વચ્ચેનુ હોય તમારું બાળક તો આ ટિપ્સ કરો ફોલો, થશે બહુ ઉપયોગી

મોટાભાગે એવું કહેવામાં આવે છે કે નાના બાળકોની સમસ્યાઓ નાની હોય છે અને મોટા બાળકોની સમસ્યાઓ મોટી હોય છે.પરંતુ એવા બાળકો વિશે કેટલીક વાતો સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જેઓ ખૂબ નાના નથી,અને કિશોરાવસ્થાથી થોડા દૂર છે ? આવા બાળકો 6 થી 9 વર્ષની વયના હોય છે,

image source

જ્યારે તેઓ કેટલીક વિશેષ રૂચિ અને પ્રતિભા વિકસાવે છે.ત્યારે તેમનો યોગ્ય ઉછેર કરવો પણ જરૂરી છે જેના કારણે તેઓ શારીરિક કે માનસિક તકલીફોમાં પોતાની રીતે આગળ આવી શકે.તેમની જરૂરિયાતોને સમજવાથી તેઓ સ્વસ્થ અને હકારાત્મક રહે છે.સ્વચ્છતાની ટેવથી લઈને માનસિક સ્વાસ્થ્ય સુધીની અહીં 5 મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી છે,જે માતા-પિતાને તેમના બાળકોને ઉછેરતી વખતે ઉપયોગમાં લેવી જરૂરી છે.

ભોજનની મજા લેવા દો.

image source

આ ઉંમરે ખાવાની ટેવમાં ફેરફાર અને ભૂખમાં અચાનક પરિવર્તન સામાન્ય છે.ઘરમાં ફક્ત સ્વસ્થ વિકલ્પો જ રાખો.તેને સમજાવો કે દૂધ,દહીં,લીલા શાકભાજી,પનીર એ બહારના ખોરાક કરતાં બધા સારા વિકલ્પો છે.જે તેઓની શક્તિમાં વધારો કરી શકે છે.જો કે, તમારા બાળકને જમવા માટે દબાણ ન કરો અને તેને તેના ભોજનનો આનંદ લેવા દો.જો તેઓ હૃદયથી ખાશે,તો જ તેમના સ્વસ્થ્ય પર અસર કરશે.તેમના મોમાં બળપૂર્વક નાખશો નહીં,આવું કરવાથી તેમનામાં આરોગ્યપ્રદ આહારનો વિકાસ થશે.એટલા માટે બાળકને સમજવું જરૂરી છે કે કયો ખોરાક તેમના માટે યોગ્ય છે અને કયો અયોગ્ય.

પોતાની સલામતી વિશે શીખવાડો

image source

આ ઉંમરે અકસ્માતો બાળકો માટેનું સૌથી મોટું જોખમ છે,જે તેમના સ્વાસ્થ્ય પર ઘણું નુકશાન પોહચાડી શકે છે. તેથી,બાળકને તેની સલામતી વિશે જણાવવાનો હવે સમય છે.તેમને કહેવું જરૂરી છે કે કઈ પ્રકારની વસ્તુઓ તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડે છે.

બાળકની નિયમિત સમય પર તપાસ

image source

બાળકને નિયમિત પેડિયાટ્રિશિયન પાસે લઈ જવું,તેનાથી બાળક સ્વસ્થ રહેશે.Www.myupchar.com સાથે સંકળાયેલા ડો.પ્રદીપ જૈન કહે છે કે આ સમયે બાળકો મજબૂત રોગપ્રતિકારક શક્તિનું નિર્માણ કરે છે,તેથી તેઓ ઘણીવાર બીમાર રહે છે અને હંમેશા ડોક્ટર પાસે જવું જરૂરી બની જાય છે.બાળકોના લક્ષણો વધુ ગંભીર બને તે પહેલાં તેમના સ્વાસ્થ્ય લક્ષણોને જાણવું જરૂરી છે.ફક્ત શારીરિક જ નહીં,તેના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે.જો તમને તમારા બાળકના વર્તન વિશે શંકા અથવા ચિંતા છે,તો તેમની સાથે વાત કરો અથવા તેમને સાચા સલાહકાર પાસે લઈ જાઓ.
સ્ક્રીન સાથે સંબંધિત કાર્યનો એક સમય નક્કી કરવો

image source

માતા-પિતાના માર્યાદિત બાંધેલા સમયના કારણે ટેક્નોલોજીનો આનંદ લેવામાં કોઈ સમસ્યા નથી,પરંતુ તેની ઘણી ખામીઓ છે જે તેને આળસુ અથવા કદાચ આક્રમક બનાવે છે.તેથી,તેનો સ્ક્રીનનો સમય ઓછો કરવાથી તે રંગ, વાંચન,વગેરે જેવા સારા કર્યો પર વધુ સમય પસાર કરવામાં મદદ કરી શકે છે.

શારીરિક પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો

image source

અધ્યયનના જણાવ્યા મુજબ,તમારા બાળક માટે ઓછામાં ઓછી એક કલાક શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે જેમ કે રમતો રમવી,દોડવું,સાયકલ ચલાવવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.ખાતરી કરો કે તે રમતના મેદાન પર કેવી રમતો રમી સમય વિતાવે છે,જે તેના સ્નાયુઓની તાકાતમાં વધારો કરવાનો એક સારો માર્ગ છે.બાળકને ગમતી શારીરિક પ્રવૃત્તિ અપનાવવી વધુ સારું છે.આ તેમની શારીરિક,માનસિક શક્તિમાં વધારો કરશે તેમજ બાળક ભાવનાત્મકરૂપે મજબૂત રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત