Site icon Health Gujarat

CM અને CR પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે, 2 જૂને કેસરિયો ધારણ કરશે

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ હવે હાર્દિક પટેલ આગામી 2 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કમલમમાં બપોરે બાર વાગ્યે સત્તાવાર રીતે હાર્દિક પટેલ કેસરીયો ખેસ ધારણ કરશે.

image source

17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધી એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તે કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.તાજેતરમાં ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈપણ નેતા હોય, તેની જવાબદારી નક્કી હોય છે.

Advertisement

હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી અને બાદમાં કરેલી પ્રેસ-કોન્ફરન્સમાં પણ રામ મંદિર, CAA, NRCનાં વખાણ કર્યા હતા. તેનું કહેવું છે કે યુવાનો દેશ માટે સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે, પણ હકીકત એ છે કે કોંગ્રેસનું એક જ કામ છે- કેન્દ્ર સરકારનો વિરોધ કરવાનું. દેશ અયોધ્યામાં રામ મંદિર, 370, CAA-NRC અને GST જેવા નિર્ણય ઈચ્છે છે, જ્યારે કોંગ્રેસ માત્ર અવરોધો પેદા કરે છે. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે, કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.

image source

હાર્દિક પટેલે વિરમગામ ખાતે તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિએ કહ્યું હતું કે આ રાજ્યમાં મારાથી મોટો હિન્દુવાદી કોઇ રાજકારણી નહીં હોય. મારા ઘરે ભગવાન રામની મોટી મૂર્તિ છે, તેની હું રોજ પૂજા કરું છું. હાર્દિક પટેલે રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે ‘આશા રાખું છું કે મંદિર ભારત અને ગુજરાતમાં રામ રાજ્ય લાવશે. તેણે મંદિર નિર્માણમાં 21 હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું.

Advertisement
Advertisement
Exit mobile version