Site icon Health Gujarat

સામાન્ય ઉધરસ અને શરદી માટેના ઘરગથ્થુ ઉપાય…

ભારતના લોકો આજે પણ ઉધરસ તેમજ શરદી માટે ઘરગથ્થુ ઉપાયો પર વિશ્વાસ કરે છે તેમજ તેના પર નિર્ભર પણ છે. આ ઘરગથ્થુ ઉપાયો સામાન્ય શરદી અને ઉધરસને અસરકાર રીતે ઠીક તો કરે જ છે પણ તેની ખાસ બાબત એ છે કે તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. આજના આ લેખમાં અમે તમારા માટે એવા જ કેટલાક ઘરગથ્થુ ઉપાયો લાવ્યા છીએ જે તમને સામાન્ય શરદી તેમજ ઉધરસમાં રાહત આપશે.

આદુની ચા/ઉકાળો

Advertisement
image source

આદુની ચા માત્ર સ્વાદે સારી નથી હોતી પણ તે તમને સામાન્ય શરદી તેમજ ઉધરસમાં પણ રાહત આપશે. આ ચા તમને વહેતા નાક માં મદદ કરશે અને સાથે સાથે તમારા ગળામાંથી કફને પણ સાફ કરશે. આદુની ચાના વિવિધ ફાયદાઓની સાથે સાથે તે સામાન્ય શરદીમાં ઝડપી રાહત આપે છે.

લીંબુ, તજ અને મધનું મિશ્રણ

Advertisement
image source

લીંબુ, તજ અને મધનું મિશ્રણ પણ સામાન્ય શરદી અને ઉધરસમાં રાહત આપે છે. આ સીરપ અસરકારક રીતે શરદી અને ઉધરસમાં રાહત આપે છે.

સીરપ કેવી રીતે બનાવવુઃ અરધી ચમચી મધમાં લીંબુના રસના ચાર-પાંચ ટીપા અને ચપટી તજનો પાવડર ઉમેરવો. આ સીરપને દીવસમાં બે વાર લેવું. તેનાથી શરદી અને ઉધરસમાં રાહત થશે.

Advertisement

હુંફાળુ પાણી

જો તમને શરદી તેમજ ઉધરસ થયા હોય તો તમારે દિવસ દરમિયાન હુંફાળુ પાણી પીતા રહેવું જોઈએ. તેનાથી તમારા ગળાને રાહત મળશે. હુંફાળુ પાણી ગળાની ખરાશને દૂર કરશે અને શરીરમાંના કફ તેમજ ચેપને દૂર કરશે.

Advertisement

હળદરવાળુ દૂધ

image source

હળદર એ ભારતીય રસોડામાં ખુબ જ સરળતાથી મળી આવતો પદાર્થ છે, હળદર એક તીવ્ર એન્ટીઓક્સીડન્ટ છે જે ઘણી બધી સાવ્સ્થ્યલક્ષી સમસ્યાઓમાં મદદ કરે છે. હળદરવાળુ હુંફાળુ દૂધ તમને શરદી-ઉધરસમાં રાહત આપે છે. સુતા પહેલાં હળદરવાળુ દૂધ પીવાથી શરદી-ઉધરસમાં ઝડપી રાહત મળે છે.

Advertisement

મીઠા વાળા પાણીના કોગળા કરવા

આ સદીઓ જુનો ઉપચાર છે જે અસરકારક રીતે ઉધરસ-શરદીને દૂર કરે છે. તેમાં હળદર ઉમેરવાથી તે વધારે અસરકારક બને છે.

Advertisement

મધ અને બ્રાન્ડી

image source

બ્રાન્ડી તમારા શરીરના તાપમાનને વધારીને તમારી છાતીને ગરમ રાખે છે અને બ્રાન્ડીમાં થોડું મધ ઉમેરવાથી તમને ઉધરસમાં રાહત થાય છે. માત્ર એક ટી સ્પુન બ્રાન્ડીમાં મધના થોડા ટીપા તમારા શરદી-ઉધરસને દૂર કરી શકે છે.

Advertisement

ઉકાળો

તુલસી, આદુ અને મરીને પાણીમાં ઉકાળી તેનો ઉકાળો બનાવી તેને પીવાથી તમને શરદી-ઉધરસમાં રાહત મળે છે. આ ત્રણ સામગ્રીઓ સામાન્ય શરદી-ઉધરસમાં અસરકારક ભાગ ભજવે છે.

Advertisement

મધ-લીંબુ અને હુંફાળુ પાણી

image source

મધ-લીંબુ-હુંફાળા પાણીનું મિશ્રણ તમારા પાચન તેમજ તેના પરિભ્રમણ તંત્રને સુધારે છે. હુંફાળા પાણીમાં મધ ઉમેરી તેને પીવાથી તમારી સામાન્ય શરદી તેમજ ઉધરસ અંકુશમાં આવે છે.

Advertisement

આંબળા

આંબળા એક તીવ્ર ઇમ્યુનોમોડ્યુલેટર છે જે ઘણા બધા રોગો સામે રાહત આપે છે. સિઝનમાં રોજનું એક આંબળુ ખાવાથી તમને ઘણાબધા સ્વાસ્થ્યવર્ધક લાભ પ્રાપ્ત થાય છે અને તેમ કરવાથી તમારું લીવર સુચારુ રીતે કામ કરે છે તેમજ રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.

Advertisement

આદુ-તુલસીનું મિશ્રણ

image source

આદુના રસમાં તુલસીના વાટેલા પાન ઉમેરી તેમાં થોડું મધ ઉમેરી તેનુ સેવન કરવાથી તમને ઉધરસમાં રાહત મળે છે.

Advertisement

અળશી

અળશી પણ તમને સામાન્ય શરદી-ઉધરસમાં રાહત આપે છે. તમે અળશીના બીજને તે જાડા થાય ત્યાં સુધી ઉકાળો અને તેનું પાણી ગાળી લો. તેમાં થોડાં ટીંપા લીંબુનો રસ અને મધ નાખી તેનું સેવન કરવાથી તમને શરદી-ઉધરસમાં રાહત મળે છે.

Advertisement

આદુ અને મીઠું

image source

આદુંને ઝીણુ સમારી તેમાં મીઠું ઉમેરો. આ ટુકડાને ચાવવાથી તમને શરદી-ઉધરસ અને ગળાની ખરાશમાં રાહત મળે છે.
સાંતળેલું લસણ

Advertisement

લસણની થોડી કળી લઈ તેને ઘીમાં સાંતળી તે હળવું ગરમ હોય ત્યારે જ ચાવી જવું. તે સ્વાદે ભલે ભાવે તેવું ન હોય પણ તે તમને શરદી અને ઉધરસમાં રાહત આપશે.

ગોળનો ઉકાળો

Advertisement

પાણીમાં મરી, જીરુ અને ગોળ ઉમેરી તેને ઉકાળો. આ ઉકાળાનું ગરમ હોય ત્યારે જ સેવન કરવાથી તમને છાતીમાં ભરાયેલા કફમાં રાહત મળશે.

ગાજરનો રસ

Advertisement
image source

આ અસામાન્ય ઘરગથ્થુ ઉપચાર તમને શરદી-ઉરસ સામે લડવામાં મદદ કરે છે. તે કદાચ તમને વિચિત્ર લાગે પણ આ પીણું તમને સામાન્ય શરદી-ઉધરસમાં રાહત આપશે. અને તે સિવાયના ગાજરના જ્યુસના ફાયદા તો તમે જાણતા જ હશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version