કોરોના કાળમાં કેટલી મિનિટ અને કેવી રીતે ધોવા જોઇએ હાથ, જાણો અને બચો કોરોનાથી…

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની શરૂઆત થઈ છે ત્યારથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી લઈ અને સરકાર પણ સતત હાથ ધોવાની વાત પર ભાર મુકી રહી છે. આમ તો હાથની સ્વચ્છતાની વાત વર્ષો જૂની છે પરંતુ આ વાતને મોટાભાગના લોકો ગંભીરતાથી લેતા ન હતા. પરંતુ કોરોના વાયરસે લોકોને આ વાત સારી રીતે સમજાવી દીધી કે હાથ ધોવાની પ્રક્રિયા તમને કોરોના જેવી મહામારીથી પણ બચાવી શકે છે.

image source

કોરોના વાયરસની રસી પર સંશોધન ચાલી રહ્યું છે પરંતુ જ્યાં સુધી તેની કોઈ દવા મળે નહીં ત્યાં સુધી તેનાથી બચ્યા રહેવાનો એક માત્ર ઉપાય છે કે તમે હાથ વાંરવાર સાફ કરો અને માસ્ક પહેરો. હાથ ધોવા પર જે ભાર મુકવામાં આવી રહ્યો છે તે વાત દર્શાવે છે કે હાથ સ્વચ્છ રહે તે કેટલું જરૂરી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે માત્ર કોરોના જ નહીં પરંતુ જેમને હાથ સ્વચ્છ રાખવાની ટેવ છે તે અન્ય 90 ટકા જેટલા ચેપી રોગથી બચી શકે છે.

image soucre

પરંતુ અહીં એ વાતનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે હાથની સફાઈ જેટલી જરૂરી છે તેટલી જ જરૂરી એ વાત છે કે તમે હાથની સફાઈ કરો છો કેવી રીતે ? એટલે કે હાથ ધોવાની યોગ્ય રીત પણ ખૂબ મહત્વની હોય છે. હાથ સાફ કરવાની ટેવ લોકોને પડે તે માટે તેને સભ્યતા સાથે પણ જોડવામાં આવ્યું છે, ગંદા હાથ અને નખને કુસંસ્કાર કરવામાં આવે છે જ્યાં સ્વચ્છ હાથ અને કપાયેલા નખ સભ્ય વ્યક્તિની ઓળખ ગણાય છે. આમ કરવાનું કારણ પણ આડકતરું તો એ જ છે કે લોકો હાથ સ્વચ્છ રાખવા વારંવાર તેને સાફ કરતાં રહે. પરંતુ તેમ અગાઉ કહ્યું તેમ હાથ સ્વચ્છ કેવી રીતે થાય છે તે જાણકારી હોવી પણ જરૂરી છે.

image source

જેમને આ વાતનો ખ્યાલ નથી તેવા મોટાભાગના લોકો માત્ર હથેળી અને આંગળા સાફ કરવા પર ભાર મુકે છે. પરંતુ આવું કરવાથી હાથ સ્વચ્છ થઈ ગયા એમ ન માની લેવું. હાથની સ્વચ્છતા માટે હથેળીઓ, આંગળા, નખ, કાંડા અને કોણી સુધીની સફાઈ જરૂરી છે. આ ઉપરાંત બહારથી આવીએ ત્યારે હાથ અને પગ ગરમ પાણીથી ધોવા જોઈએ. હાથમાં સાબુ કે હેન્ડવોશ લઈ હાથ ઘસી લેવાથી હાથના જર્મ્સ દૂર થતા નથી. હાથ સાફ સારી રીતે ઘસીને કર્યા બાદ સ્વચ્છ કપડાથી તેને કોરા કરવા જરૂરી છે.

image soucre

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર દિવસમાં 5થી 10 વખત હાથ સાફ કરવા જરૂરી છે. કારણ કે બહારના કિટાણુ સૌથી પહેલા હાથના સંપર્કમાં આવે છે અને ત્યારબાદ શરીરમાં પ્રવેશ કરે છે. ત્યારે જરૂરી છે કે વારંવાર હાથ સાફ કરવામાં આવે જેથી કિટાણુ શરીરમાં પ્રવેશ કરે નહીં. શરદી, ઉધરસ, ફ્લુ જેવી બીમારી અને કોરોનાથી બચ્યા રહેવા માટે જરૂરી છે કે દર કલાકમાં 1 વાર હાથ સાફ કરવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત