આ કપરા કાળમાં કોરોના અને ડેન્ગ્યુથી બચવુ હોય તો ખાસ કરો આ ફ્રૂટનું સેવન, જોજો ભૂલતા નહિં હોં….

ડ્રેગન ફ્રૂટનું નામ સાંભળીને ચાઇના સાથે તેનું કનેક્શન ન શોધો! તે કુદરતી ગુણધર્મોવાળું ફળ છે,જે કોરોના ચેપ અને ડેન્ગ્યુ તાવ બંનેથી બચાવવામાં મદદ કરે છે.ચાલો અમે તમને જણાવીએ ડ્રેગન ફ્રૂટ કોરોના અને ડેન્ગ્યુથી આપણને કેવી રીતે બચાવે છે.

આપણા દેશમાં ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ સામાન્ય રીતે લગ્નોમાં અને હાઈ પાર્ટીઝમાં જ જોવા મળે છે.આ સમયે કોરોના વાયરસના ચેપને કારણે લગ્ન-પાર્ટી અને બહાર ખાવા જેવી બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે અને જ્યાં ફરજિયાત છે ત્યાં માત્ર માર્યાદિત માણસો જ હોવા જોઈએ,તેવા નિયમો પર લગ્નો થઈ રહ્યા છે.પરંતુ અત્યારના સમયમાં કોરોનાના ડરમાં ડેન્ગ્યુ થી પણ ડરવાની જરૂર છે,કારણ કે આવા વરસાદમાં ડેન્ગ્યુ થવો તો સામાન્ય છે.અહીં જાણો કે કેવી રીતે ડ્રેગન ફ્રુટનું સેવન કરવાથી તમે ડેન્ગ્યુથી બચવામાં અને કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળી શકે છે.

જાણો ડ્રેગન ફ્રૂટ શું છે?

image source

ડ્રેગન ફ્રુટનું વૈજ્ઞાનિક નામ હિલોકેર્સ અનડસ છે.તે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે.તે વિવિધ પ્રકારનાં વેલાવાળું ફળ છે,જે કૈકટેસીય પરિવારનું કહેવામાં આવે છે.તેના દાંડી રસદાર હોય છે.ડ્રેગન ફ્રૂટ બે પ્રકારના હોય છે – સફેદ પલ્પ અને લાલ પલ્પ.ખાસ વાત એ છે કે તેના ફૂલો ખૂબ સુગંધિત હોય છે,જે રાત્રે ખીલે છે અને સવાર સુધીમાં ખરી જાય છે.ડ્રેગન ફ્રૂટના ગુણધર્મો અને ફાયદાઓને જોતા જ હવે ડ્રેગન ફ્રૂટને પટાયા,ક્વીન્સલેન્ડ,પશ્ચિમી ઔસ્ટ્રેલિયા અને ન્યુ સાઉથ વેસ્ટમાં પણ ઉગાડવામાં આવે છે.તેનો ઉપયોગ સલાડ,જામ,જેલી અને શેક બનાવીને પણ કરી શકાય છે.

વિટામિન-સીથી ભરપૂર

image source

– ડ્રેગન ફ્રૂટના ગુણધર્મોમાં તે પહેલું આવે છે કે આ ફળ વિટામિન-સીનો મહાન સ્રોત છે.તમે જાણો છો કે વિટામિન સી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મુખ્યરૂપે કાર્ય કરે છે.આથી જ ડ્રેગન ફ્રૂટ શરીરમાં કોરોના ચેપ અને ડેન્ગ્યુ તાવ બંને સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં મદદ કરી શકે છે.ડ્રેગન ફ્રૂટને તેની ઘણી લાક્ષણિકતાઓને કારણે સુપર ફૂડ પણ કહેવામાં આવે છે.

ફાઇબરથી પણ ભરપૂર છે

image source

-ડ્રેગન ફ્રૂટમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.તેથી તેને ખાવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે.જે લોકોને ડેન્ગ્યુ થયો છે,તેવા લોકો માટે આ ફળ તેમની રિક્વરીમાં મોટો ફાયદો કરી શકે છે.ઉપરાંત આ ફળ ડેન્ગ્યુથી બચાવવામાં પણ ફાયદાકારક છે કારણ કે ડ્રેગન ફ્રૂટ આપણા શરીરમાં પ્લેટલેટની સંખ્યા જાળવવામાં મદદ કરે છે.ડેન્ગ્યુ એટલા માટે જ થાય છે કારણ કે દર્દીનું પ્લેટલેટનું સ્તર એકદમ ઘટી જાય છે.

કૈરોટિનાઇટનો પણ સમાવેશ થાય છે

-ડ્રેગન ફ્રૂટમાં બીટા કૈરોટિન અને લાઇકોપીન નામના તત્વો હોય છે.જે લોકોના આહારમાં આ તત્વો હોય છે, તેમના શરીરમાં કેન્સર જેવા ભયંકર રોગ થવાની સંભાવના ઘણી હદ સુધી ઘટી જાય છે.તમે પણ સમજી શકો છો કે ડ્રેગન ફ્રૂટ આપણા શરીરના કોષોને સ્વસ્થ રાખવામાં કેવી રીતે મદદ કરે છે.

આયરનથી સમૃદ્ધ

– જે લોકોના શરીરમાં લોહીની ઉણપની સમસ્યા હોય છે,તેવા લોકોને કોરોના વાયરસ અને ડેન્ગ્યુ જેવા રોગો તરત જ થાય છે.એટલે કે તેમના શરીરમાં આ વાયરસથી સરળતાથી આવી જાય છે.ડ્રેગન ફ્રૂટ આયરનથી સમૃદ્ધ છે.તેથી તે આપણા શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે.

બ્લડ સુગરમાં વધારો ન થવા દો

image source

– ડ્રેગન ફ્રૂટ લોહીની ખોટને દૂર કરે છે,રક્ત પરિભ્રમણને યોગ્ય રીતે જાળવે છે.આપણા લોહીમાં ગ્લુકોઝના વધતા સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.આને કારણે શરીરમાં ઉર્જાનો પ્રવાહ સરળતાથી ચાલતો રહે છે અને વ્યક્તિ ડાયાબિટીઝ જેવા ભયંકર રોગની પકડમાંથી બચી જાય છે.

કોલેસ્ટરોલને નિયંત્રિત કરે છે

image source

-ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદાઓમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનું પણ શામેલ છે.કોલેસ્ટ્રોલ વધવાથી શરીરમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકસહિતના ઘણાં ગંભીર રોગો થઈ શકે છે.ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ આ માટે ફાયદાકારક હોઈ શકે છે.એક સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે લાલ ડ્રેગન ફ્રુટનું સેવન કરવાથી કુલ કોલેસ્ટરોલ (ટીસી), ટ્રાઇગ્લાઇસેરાઇડ (ટીજી) અને લો-ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટરોલ (એલડીએલ-સી) ઘટાડી શકાય છે.તેવી જ રીતે તે સારા કોલેસ્ટ્રોલને વધારવામાં પણ મદદ કરી શકે છે.

પેટની સમસ્યામાં ફાયદાકારક

imae source

-પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે ડ્રેગન ફ્રૂટના ફાયદા મળી શકે છે.ખરેખર,તેમાં હાજર ઓલિગોસેકરાઇડમાં પ્રિબાયોટિક ગન રહેલા છે.આ પેટ અને આંતરડાના સારા માઇક્રોબાયોટાને જાળવી રાખે છે.આ પેટ અને આંતરડાને લગતા વિકારોને દૂર રાખવામાં અને પેટ અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.આ સાથે ડ્રેગન ફ્રૂટમાં ફાઇબર અને ઘણા બધા વિટામિન્સ ભરપૂર હોય છે,જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરી શકે છે.

હાડકા અને દાંત માટે ફાયદાકારક

imae source

-ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદા હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.આનું મુખ્ય કારણ તેમાં જોવા મળતું કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ છે.કેલ્શિયમ અને ફોસ્ફરસનો સારો સ્રોત હોવાથી, તેનો ઉપયોગ હાડકાં અને દાંત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શારીરિક કોષોને સુધારવા માટે

-ઓક્સિડેટીવ તણાવ શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે,તે શરીરના સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચાડે છે.આ સમસ્યામાં ડ્રેગન ફ્રૂટ ખાવાથી ફાયદો થઈ શકે છે.તેમાં હાજર ગેલિક એસિડ અસરકારક એન્ટીઓકિસડન્ટ છે,જેમાં એન્ટિ-એપોપ્ટોટિક અસર છે.આ કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.તે તંદુરસ્ત કોષોને નુકસાન પહોંચાડ્યા વિના કેન્સરના કોષોને ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

અસ્થમામાં ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદા

image source

-અસ્થમા એક લાંબા સમય સુધી રહેતો રોગ છે,આ રોગમાં છાતીના દબાણ અને કફની સમસ્યા થઈ શકે છે.આ વિવિધ કારણોસર થઈ શકે છે,જેમાં એલર્જી,ડ્રગ ઇફેક્ટ્સ,આનુવંશિકતા વગેરેનો સમાવેશ થાય છે.આમાંથી રાહત મેળવવા માટે ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ કરી શકાય છે.એક સંશોધન સૂચવે છે કે ડ્રેગન ફ્રૂટના નિયમિત ઉપયોગથી અસ્થમા અને તેના કારણે આવતી ઉધરસમાં રાહત મળે છે.વૈજ્ઞાનિકો ડ્રેગન ફ્રૂટ વિશે હજુ સંશોધનો કરી રહ્યા છે.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક

image source

-લોકોને આ સવાલ થશે કે ગર્ભાવસ્થામાં ડ્રેગન ફ્રૂટ ખાવા જોઈએ કે નહીં,તો પછી જણાવી દઈએ કે ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદાઓ ગર્ભવતી સ્ત્રી માટે પણ જોવા મળે છે.ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયા એ સ્ત્રીના શરીરમાં સામાન્ય સમસ્યા છે.આ શરીરમાં આયરનની ઉણપને કારણે હોઈ શકે છે.આવી સ્થિતિમાં,શરીરમાં લાલ રક્તકણોની અછત રહે છે,જે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે.ગર્ભાવસ્થામાં એનિમિયા ઘણી ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે જેમ કે કસુવાવડ,જન્મ સમયે બાળકનું મૃત્યુ,અકાળ ડિલિવરી અને અન્ય સમસ્યાઓ.તે જ સમયે આયરન ડ્રેગન ફ્રૂટમાં જોવા મળે છે,જે સગર્ભા સ્ત્રીઓમાં એનિમિયાની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે.આયરનની ઉણપને પૂર્ણ કરવા અને એનિમિયાથી રાહત મેળવવા માટે ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ પણ કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત