Site icon Health Gujarat

કોરોના કાળમાં શરદી-ઉધરસ થાય તો તરત જ રસોડમાં પડેલી આ વસ્તુઓનો કરવા લાગો ઉપયોગ, થઇ જશે તરત રાહત

શરદી અને ઉધરસ એ એક સામાન્ય સમસ્યા છે જે દરેક બદલાતી ઋતુમાં થાય છે. ઉધરસ બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપ, એલર્જી, સાઇનસ ચેપ અથવા શરદીના કારણે થઈ શકે છે. જો કે આવી ઘણી સમસ્યાના ઉપાય રસોડામાં રહેલા છે, જે ઉધરસ અને શરદી જેવા રોગનો ઉપચાર કરી શકે. તો ચાલો અમે તમને આવા જ કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીએ, જેના દ્વારા તમે સરળતાથી શરદી અને ઉધરસનો ઇલાજ કરી શકો છો.

આ ઘરેલું ઉપાય શિયાળામાં એક ચપટીમાં શરદી અને ખાંસીથી રાહત મેળવશે

Advertisement
image source

– ગરમ પાણી સાથે કાળા મરી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરદી અને ઉધરસથી બચી શકાય છે. તે શરીરને બાહ્ય ચેપથી સુરક્ષિત કરે છે. ઉધરસ અને કફ સાથે થવા પર અડધી ચમચી કાળા મરીનો પાઉડર દેશી ઘી સાથે મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

image source

– આદુમાં હાજર એન્ટીઓકિસડન્ટ તત્વો ગળાને સાફ કરે છે અને કફને બહાર કાઢે છે. આદુના નાના ટુકડા કરીને તેમાં મીઠું નાખીને ખાઓ. આદુનો રસ કફમાં રાહત આપે છે અને મીઠું બેક્ટેરિયાને મારી નાખે છે.

Advertisement

– તુલસીના પાન, આદુ અને કાળા મરીની ચા પીવાથી ઉધરસ અને શરદીમાં ત્વરિત રાહત મળે છે અથવા તુલસી અને આદુના રસમાં મધ મિક્સ કરીને સવાર-સાંજ પીવાથી ઉધરસ મટે છે અને શરીર રોગો સામે લડવાની ક્ષમતા પણ વિકસાવે છે.

image source

– મધ, લીંબુ અને એક ચપટી એલચી પાવડર પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. આ માટે મધ, લીંબુ અને એક ચપટી એલચી પાવડર મિક્સ કરીને એક સીરપ તૈયાર કરો. દિવસમાં ચાર વખત એક- એક ચમચી સીરપ પીવાથી રાહત મળે છે.

Advertisement

– ઉધરસ આવે ત્યારે બાળકોને જાયફળ અને સુકા આદુને દેશી ઘીમાં ઘસી લો. જાયફળને ઘસીને તેમાં મધ નાખી પીવાથી ઉધરસની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે.

image source

-જ્યારે શરદી, ઉધરસ, ગળામાં બળતરા અને તાવ આવે છે, ત્યારે આમળાના રસનો ઉકાળો પીવો જોઈએ. આમળામાં હાજર એન્ટીઓક્સિડેન્ટ્સ શરીરની પ્રતિરક્ષામાં વધારો કરે છે. તેમજ તેમાં હાજર વિટામિન સી શરીરના રક્ત પરિભ્રમણને સુધારે છે.

Advertisement

– હળદરનું દૂધ પીવાથી શરદી અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. હળદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાઇરલ ગુણથી ભરપુર છે. તેમાં રહેલું એન્ટીઓક્સિડેન્ટ તત્ત્વ બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. હળદર રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

image source

– ગિલોયનો ઉકાળો ચેપી રોગ સાથે તાવ અને શરદી દૂર કરવામાં મદદ કરે છે. ગિલોયના સેવનથી પ્રતિરક્ષા વધે છે. ગિલોય લોહીને પણ શુદ્ધ કરે છે.

Advertisement

– શરદી અને કફ જેવી સમસ્યા દૂર કરવા માટે કોગળા કરવા અને વરાળ લેવી એ ખુબ ફાયદાકારક છે. તેથી, જ્યારે પણ શરદીના કારણે ગળામાં દુખાવાની સમસ્યા હોય ત્યારે ગરમ પાણીમાં મીઠું નાખો અને એ પાણીથી કોગળા કરો. તમારી આ સમસ્યા 2 મિનિટમાં જ દૂર થશે.

image source

– શરદી થવાથી નાક બંધ થવું સામાન્ય છે. આ સમસ્યા દૂર કરવા માટે ગરમ પાણી કરો અને તેમાં વિક્સ નાખો, ત્યારબાદ આ પાણીની નજીક તમારું મોં અને નાક રાખો અને તમારી ઉપર ટુવાલ ઢાંકીને વરાળ લો. વરાળ લેવાથી તમને શરદી, બંધ નાક, ગળામાં દુખાવો અને માથાનો દુખાવો જેવી સમસ્યાથી રાહત મળશે.

Advertisement

– શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી બચવા માટે ઉકાળો એ સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. શરદી અને ઉધરસથી બચવા માટે આ ખાસ ઉકાળો બનાવવો ખૂબ જ સરળ છે. સૌથી પેહલા એક ગ્લાસ પાણી ઉકાળો. પાણી ઉકળે એટલે તરત જ તેમાં લવિંગ, કાળા મરી, એલચી, આદુ, ગોળ જેવા બધા ઘટકો ઉમેરી લો. ત્યારબાદ તેને થોડા સમય માટે ઉકળવા દો. જ્યારે પાણી અડધું ઘટી જશે, ત્યારે તેમાં તુલસીના પાન ઉમેરો. ત્યારબાદ એક મિનિટ સુધી આ ઉકાળો પછી તેમાં ચાના પાન ઉમેરો અને પછી આ ઉકાળો ગાળી તેને પીવો. આ ઉકાળો પીવાથી તમારી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થશે.

image source

– અળસીનાં બી પણ શરદી અને કફની સારવાર માટે ફાયદાકારક ઉપાય છે. તમે અળસીના બીનો ઉપયોગ તેને ઉકાળીને કરી શકો છો. આ માટે તમે ત્યાં સુધી અળસી ઉકાળો જ્યાં સુધી તે ઘાટું થઈને નીચે ન બેસી જાય. પરંતુ તેને વધારે ઘાટું ન બનાવો.ત્યારબાદ આ ઉકાળેલા પાણીમાં તમે લીંબુનો રસ અને મધના થોડા ટીપા ઉમેરો. ત્યારબાદ તેનું સેવન કરો.આ ઉપાય તમારી શરદી, ઉધરસ અને કફની સમસ્યા દૂર કરશે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Advertisement

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Advertisement

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

Advertisement

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version